________________
દીક્ષાનું સુન્દર રૂપ . . . . . . . . . [ ૯૭
બ્રહ્મચર્યના રક્ષણને માટે પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગી થયેલા મહાત્માઓને પણ આવી રીતે નવ વાડે પાળવાની જરૂર બતાવી છે અને એ નવ વાડેનું સારી રીતે આરાધન કરે, તે જ વિષયવાસનાને ત્રિવિધ ત્રિવિધ ત્યાગ ટકી શકે છે, તે પછી અઢાર વર્ષથી ઓછી ઉમ્મરવાળા વૈરાગ્યવાસિત જીવને દીક્ષાને નિષેધ કરી, સંસારમાં રહેવાની ફરજ પાડવી, તે શું તેના પુખ્ત વૈરાગ્યને નિર્મળ કરવાને માટે નથી ? સંસારમાં રહીને પણ વૈરાગ્યને અખંડિત રાખવાના દાખલા
અપવાદરૂપ છે. જે કે–નવ વાડથી વિરૂદ્ધ સંજોગે છતાં પણ કઈ ભગવાન સ્થૂલિભદ્રજી કે શ્રાદ્ધશિરોમણિ વિજય શેઠ અને વિજયા શેઠાણ જેવા મહાપુરૂષો, વિષયવાસનાના ત્રિવિધ ત્રિવિધ (મન, વચન, કાયાથી કરવું નહિ, કરાવવું નહિ અને કરતાને સારું માને નહિ એવા) ત્યાગના નિયમને અખંડિતપણે નિભાવવાને સમર્થ થાય છે, પરંતુ તેવા દાખલાઓ માત્ર અપવાદિક જ છે અને તેથી જ ભગવાન
સ્થૂલિભદ્રજીનું નામ ચોરાસી ચોવીશી (અપરિમિત) કાળ સુધી યાદગાર રહેશે, એમ જણાવેલું છે અને તે તેમની વૃત્તિઓની અલૈકિકતા બતાવી આપે છે. તેમજ શ્રાદ્ધવર્ય વિજય શેઠ અને વિજયા શેઠાણીને ભોજન કરાવવાથી, ચોરાશી હજાર મુનિઓને દાન દીધા જેટલો લાભ શાસ્ત્રકારે સ્પષ્ટપણે જણાવે છે, તે પણ તેમની અદ્વિતીયતા જણાવે છે. આ ઉપરથી દરેક સુજ્ઞ મનુષ્યને એમ માનવાની જરૂર ફરજ પડશે કે–ભગવાન્ સ્થલિભદ્રજી આદિનાં દ્રષ્ટા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com