________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . . 3 અને તેથી તે બાળકને દીક્ષા એ બંધખાનું લાગે અને જેનારા લોકો પણ તે બાળકને દીક્ષારૂપી બંધીખાનામાં નાખે છે એમ જ ગણે અને બોલે. આઠ વર્ષથી અધિક ઉંમરવાળા બાળકમાં તેવી અજ્ઞાનતા કે ચપળતા હતાં નથી, કે જેથી તે નિષેધ કરેલી વિરાધનામાં પણ પ્રવૃત્તિ કરે. કદાચિત્ અજ્ઞાનતાએ તેવા બાળકથી વિરાધનાની પ્રવૃત્તિ થાય, તો પણ તેને અઈમુત્તા મુનિની માફક વચનથી જ સમજાવીને રોકી શકાય છે, પણ તેને રોકવાને માટે બળાત્કાર કરવો પડતો નથી. તેથી તેવા બાળકને દીક્ષા એ બંધીખાનું લાગતું નથી, તેમજ લોકોને પણ સાધુઓ નિર્દય છે કે બાળકોને પણ દીક્ષારૂપી બધી ખાનામાં ગોંધી રાખે છે.” -એવું કહેવાનો વખત આવતું નથી. આ બે મુદ્દા કરતાં પણ ત્રીજે મુદ્દો-“માતાની માફક શરીરની સ્વચ્છતાદિક કરવી પડે અને તેથી સ્વાધ્યાયને (ભણવા ગણવાને) વ્યાઘાત થાય.”—એમ જે જણાવ્યું, તે ઉપરથી સ્પષ્ટપણે માલમ પડશે કે–આ બધાં દૂષણે આઠ વર્ષથી ઓછી ઉમરવાળા બાળકને જ લાગુ પડે છે, કેમકે-આઠ વર્ષથી અધિક ઉમરવાળો બાલક પિતાના શરીરની સ્વચ્છતા પોતાના હાથે ન કરી શકે અને સાધુઓને જ કરવી પડે, એ સંભવિત નથી. આ બધી હકીકત સાંભળનાર, જાણનાર અને માનનારને સ્પષ્ટપણે માલમ પડશે કે-આળકની દીક્ષા માટે જે દૂષણે શાસ્ત્રમાં કહ્ય છે, તે કેવળ આઠ વર્ષથી ઓછી ઉંમરના બાળકને માટે જ છે, પરંતુ આઠ વર્ષથી અધિક ઉંમરનાં બાળકને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com