________________
હર ] . . . . . . . પૂ. સગરાનંદસૂરિજી સંકલિત તૈયાર નહિ થાય. આવું કહેનારા શાસ્ત્રની વિરૂદ્ધ મતને પિષવાવાળા હોવા છતાં, શાસ્ત્રને નામે શ્રદ્ધાળુઓને ભરમાવવા માટે જ પોતાના બખાળા કાઢે છે. શાસ્ત્રકારોએ પ્રથમ તે એમ જણાવ્યું છે કે-આઠ વર્ષથી ઓછી ઉમરવાળાને પ્રાય: (ઘણું કરીને) ચારિત્રના પરિણામ થતા નથી. બીજા કારણ તરીકે ઉપર જણાવેલા સંયમવિરાધના આદિ દેશે જણાવે છે. અને તે ઉપરાંત આઠ વર્ષની અંદરની ઉમ્મરવાળે છોકરે જીવાદિક તને ન સમજે એ પણ સંભવિત છે અને તે વસ્તુતત્ત્વથી અજ્ઞાત બાળક જ્યાં
જ્યાં જાય કે આવે, ત્યાં ત્યાં લોઢાના ગેળાની પેઠે છ કાયની વિરાધના કરે એ સંભવિત છે. પરંતુ આઠ વર્ષથી અધિક ઉમરવાળા બાળક જીવાદિક તત્ત્વને ન સમજે એમ છે નહિ, કારણ કે-આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ કેઆઠ વર્ષના બાળકે સામાયિક-પ્રતિક્રમણ કરતાં કે પૌષધ કરતાં પૃથ્વીકાય આદિ છ કાયના સંઘટ્ટાને (સ્પર્શને) ટાળે છે. તેથી પણ સાબીત થાય છે કે–શાસ્ત્રકારેએ આઠ વર્ષ કરતાં ઓછી ઉમરવાળા બાળકને જ નિષેધ
ર્યો છે, કારણ કે તે જીવાદિક અને પૃથ્વીકાય આદિકના જ્ઞાનરહિત લોઢાના ગોળા જેવો હોવાથી, સંયમવિરાધનાદિ દોષોથી અટકી શકતા નથી. આઠ વર્ષની ઉપરના બાળકને બાળદોષ લાગુ પડી શકતા નથી.
વળી આઠ વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકને ઉપર કહી તેવી અજ્ઞાનતાની સાથે ચપળતા પણ હોય છે, જેથી તેને વિરાધના કરતા બચાવવા માટે બળાત્કારે રેકે પડે
-
- -
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com