________________
૬૭
તે જવાબદારી તેમના ઉપર રહેવા દઈ માત્ર ધાર્મિક અને શાસનને લગતી જ પ્રવૃતિઓ ઉપાડી લેવાનું કામ આ સંસ્થાએ કરવાનું છે. જે આ સંસ્થાને પણ વ્યાવહારિક સાથે મિશ્રિત કરી નાખવામાં આવશે તે ઉપરના કાર્ય માટે કોઈ જૂદા સાધનની અપેક્ષા રહેશે જ. માટે તેમ થવા ન દેતાં જેમ બને તેમ ધાર્મિક જરૂરિયાતને પુરી પાડનારી સંસ્થા તરીકે જ આ સંસ્થાઓને ઉપયોગ કરવો જોઈએ. એટલે કે જ્યાં જ્યાં એક પણ જૈન કુટુંબ કે વ્યક્તિને વસવાટ હોય, દૂર કે નજીક દેશ કે પરદેશ, પરંતુ તે સર્વ સ્થળે-તેની જન ધર્મ તરફની ફરજ, વીતરાગ ધર્મનું આરાધન કરવાના ફાયદા, તે વિષેનું જ્ઞાન વિજ્ઞાન–દેવ ગુરુ અને ધર્મ તરફ વલણ, સંઘના જવાબદારીના સવાલમાં ઉપેક્ષા દૂર કરીને બનતું કરી છૂટવાની વૃત્તિ ઉત્પન્ન થાય, તે રીતે તેના કાન પર અવાજ અથડાબે જવા જોઈએ, વાતાવરણ ફેલાવે જવું જોઈએ. ઉચિત સાધને પણ પુરા પાડવાની સગવડ કર્યો જવી જોઈએ. જ્યાં જ્યાં કોઈ પણ જૈન વ્યક્તિ સૂક્ષ્મ તત્વજ્ઞાન મેળવતી હોય ત્યાં તેને તેનાં સાધનો પુરાં પાડવાં જોઈએ, જૈન મંદિર અને ઉપાશ્રયના ધાર્મિક વાતાવરણમાં પ્રકાશ રહ્યા કરે તેવી યોજનાઓ પુરી પાડે જવી જોઈએ. વિગેરે વિગેરે કાર્યોને લગતી પ્રવૃત્તિ તરફ આ સંસ્થાઓનાં નાણાં અને શક્તિનો વ્યય થ જોઈએ. આપનારાઓ પણ આ ઉદ્દેશથીજ નાણાં આપે છે અને આપ્યા છે. પછી તે સ્પષ્ટ હોય કે ગર્ભિત હાય. અને સંસ્થાઓ સ્થાપવાને અને ચલાવવાને વેણચંદભાઈને ઉશ પણ એજ છે. માટે તે રીતે જ તેને ઉપયોગ થ જોઈએ. નહીં કે બીજી રીતે.
એ નાણુઓને, એ શક્તિઓને એ રીતે ઉપગ કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com