________________
અર્થાત વેણચંદભાઈના આશયમાંથી એજ તત્વ મળે છે કે –“ ગમે તે સ્થિતિ ચાલતી હોય, ગમે તે પરિસ્થિતિ ચાલતી હોય, તે કુદરતી દેશકાળની પરિસ્થિતિ પ્રમાણે હોય કે કૃત્રિમ રીતે ઉભી થયેલી હોય, એમ ગમે તે કારણે હોય તે વિચાર વિદ્વાને, આગેવાને અને મુનિમહારાજાઓ ભલે કરે. મારૂં તે ગજું નહીં. મારે તે એકજ ધર્મ છે કે જે સમયે, વર્તમાન સમયે-જે ભાઈ જ્યાં હોય, જે પરિસ્થિતિમાં હોય, તે દેશમાં હોય કે વિદેશમાં વસતા હોય, તે નવા પોષાકમાં હોય કે જુના પોષાકમાં હૈય, તે જુના વિચારના હોય કે નવા વિચા૨ના હાય, તે મુનિ હોય કે ગૃહસ્થ હોય, ગરીબ હોય કે તવંગર હોય, પરંતુ જેમ બને તેમ અને જેટલી રીતે થઈ શકે તેટલી રીતે પ્રયત્ન કરીને દરેકની આજુબાજુ વીતરાગ ધર્મનું વાતાવરણુ ફેલાવવું, તેને સંદેશો પહોંચતે કરે અને તેના દિલમાં જે શ્રદ્ધા-વાસના હોય, તે તેને પલવિત કરવી. જે ઝાંખી ન પડે, નષ્ટ ન થાય. અને ન હોય તેનામાં નવી ઉત્પન્ન કરવી, અને તે
વ્યક્તિ પોતાનું ઈ-પારલકિક હિત સમજે અને આચરે. આ એકજ તત્વને વળગી રહેવું. એજ મારે જીવન્મત્ર છે. પછી તે મહેસાણા પાઠશાળાથી સિદ્ધ થાય, પુસ્તકો છપાવવાથી સિદ્ધ થાય, જેનશાળાઓ સ્થાપવાથી સિદ્ધ થાય, સૂકમ બેધ પ્રકરણની પાઠશાળા સ્થાપવાથી સિદ્ધ થાય, કેળવણી ખાતું અને શ્રેયસ્કર મંડળ સ્થાપવાથી સિદ્ધ થાય, ગમે તે રીતે સિદ્ધ થાય તેની સાથે મારે વધારે તાત્પર્ય નથી. સારાંશ કે-વ્યાવહારિક શિક્ષણને માટે તે તે સંસ્થાઓ છે, અને નહીં હોય ત્યાં ત્યાં સ્થાનિક લોકો ધંધા અને વ્યવહારને અંગે જરૂરીઆત પુરતી સંસ્થા ખેલશે એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com