________________
સનીય છે. પ્રસ્તાવનામાં અમારે વિશેષ લખવાપણું રહેતું નથી કારણ કે ગદ્ય-પદ્યમાં બધી હકીકત સમાયેલી છે, એટલે અમે કંઈ લખીએ તે પિષ્ટપેષણ જેવું થતું સમજાય છે.
ઉપરની બે વ્યક્તિઓ ઉપરાંત નીચે જણાવેલી સજજનોની ઉદારતા અને વેણીચંદભાઈ તરફના પ્રેમ વિષે જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે – ૧ શ્રી પોરબંદર નિવાસી શા. રણછોડભાઈ શેષકરણ
જેમણે આ ચરિત્ર છપાવવામાં રૂા. ૧૦૧ ની મદદ આપી છે. ૨ શ્રી અમદાવાદ નિવાસી સૂર્યપ્રકાશ પ્રિ. પ્રેસના માલિક
પટેલ મૂળચંદભાઈ ત્રિકમલાલ, જેમણે રૂ. ૫૧) સ્મારકફંડમાં આપવા સાથે આ પુસ્તક મફત છાપી આપ્યું છે, અને જેનેતર છતાં પોતાની ઑફિસમાં વેણચંદભાઈને ફેંટો
એન્લાર્જ કરાવી મૂકે છે. એમની ગુણજ્ઞતા પ્રશંસનીય છે. ૩ અમદાવાદ–નિવાસી બુક-આઈન્ડર ફકીરભાઈ જેઠાભાઈ,
જેમણે આ પુસ્તક મફત બાંધી આપ્યું છે.
છેવટે નીચેના તેટક–પદ્ય તરફ વાચકેનું ધ્યાન ખેંચી આ પ્રસ્તાવના પૂર્ણ કરવામાં આવે છે.
જન મહાનતણું જીવન પઠીને, અનુસરતાં મહાન તમે ય થશે; ભવપંથ વિકટ અતિ તેહ પરે,
પગલાં નવલાં પણ મૂકી જશે. સં. ૧૯૮૪ ની
શ્રી જૈન શ્રેયસ્કર મંડળ વસંત-પંચમી છે.
–હેસાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com