________________
પ્રસ્તાવના. શ્રી મહેસાણું યશેવિજયજી જેને સંસ્કૃત પાઠશાળા તથા જૈન શ્રેયસ્કર મંડળ વિગેરે સંસ્થાઓના સંસ્થાપક આમલેગી સેવાપરાયણ નરરત્ન વેચંદભાઈ સુરચંદનું આ જીવનચરિત્ર છે. તે ગદ્ય અને પદ્ય: એમ બંને રીતે લખાયેલું છે. - આ ચરિત્ર, પ્રથમ અમે તેમનાં સગા સંબંધીઓ પાસેથી મુદ્દાવાર હકીકતે મેળવી, અમારા અનુભવ પ્રમાણે તૈયાર કરી, રા. પ્રભુદાસ હેચરદાસને જોઈ જવા કહ્યું હતું. તેમણે તે જોઈ, મુદાઓ કાયમ રાખી પોતે લખવા જરૂર જણાવી અને અમને તે ઠીક લાગવાથી પરિણામે આ ગદ્યાત્મક ચરિત્ર તૈયાર થયું. વેણીચંદભાઈને યથાર્થ સ્વરૂપમાં તેમણે જૈન સમાજ પાસે જે રીતે રજુ કર્યા છે, તે પ્રમાણે અમારાથી કે અન્યથી ન થઈ શકત, એમ અમને લાગે છે અને તેથી “વેણચંદભાઈ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આલેખાયા છે” એ વિચારતાં અમને ઘણેજ હર્ષ થાય છે.
રા. પ્રભુદાસભાઇ ઉંડા વિચારક છે, પ્રાકૃત અને સંસ્કૃત વિષયના સારા જ્ઞાતા છે તેમજ જૈન શાસનની પ્રાચીન તથા અર્વાચીન ચાલ પરિસ્થિતિના પણ નિપુણ અભ્યાસી હાઈ રેગ્ય વ્યકિતઓમાં તેમની ગણના છે.
પદ્યાત્મક જીવનના લેખક અમદાવાદ-નિવાસી કવિ “રસિક” શા, લેગીલાલ ધળશાજી છે. તેઓ પણ સેવાપ્રિય અને ધર્મશ્રદ્ધાળુ પુરૂષ છે. તેમની કવિત્વ-શકિત માટે તેમના પ્રત્યે માન ઉત્પન્ન થાય તેમ છે.
આ બને વ્યકિતઓને વેણચંદભાઈ તરફને પ્રેમ પ્રશ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com