________________
૧૪૭
ઘણાંજ એાછાં પુસ્તકે રચાતાં હોય એવું દેખાઈ આવે છે. કારણ કે જેમ તેના રચનાશ ઓછા દેખાય છે તેમ તેના વાંચનારા અને રસ લેનારા પણ જુજ પ્રમાણુમાંજ માલુમ પડે છે, એટલે પદ્ય કરતાં ગદ્યના વાંચનારા અત્યારે વધારે માલુમ પડે છે, અને તેનેજ લઈને હાલના ગ્રંથકારો પણ પોતાનાં ઘણાં પુસ્તક ગલમાં જ લખી બહાર પાડે છે.
- જો કે એ પણ ઠીક છે, પણ પદ્યાત્મક રચનામાં એક અપૂર્વ ખૂબી તો એ સમાયેલી છે કે જે વિષય આપણે ગદ્યમાં લખતાં પાનાંનાં પાનાં ભરવાં પડે તેજ વિષયને પદ્યમાં રચતાં જુજ પાનામાં સમાવી શકાય.
વળી કાવ્યશૈલીમાં એક બીજે પણ અજબ ગુણ રહેલો છે. મધુર સ્વરથી ગાનાર માણસ કવિતા અગર લોક બુલંદ અવાજે ગાઈ શકે છે, અને તે પ્રમાણે ધાર્મિક વિષયને ગાતાં, તે ગાનાર અને બીજા સાંભળનાર માણસે નિશ્ચય કર્મની નિજેરા કરે છે, અને એજ હેતુથી આપણું પૂજ્ય પૂર્વાચાર્યોએ પદ્યાત્મક શિલીએ ઘણા ગ્રંથ રચ્યા છે.
શ્રી દેવગુરૂની કૃપાથી અને શાસનદેવતાની સહાયથી મને પણ એ પદ્યાત્મક શૈલીએ પુસ્તકે રચવાની કળા કોઈ અંશે પ્રાપ્ત થઈ, અને તેના પરિણામે મેં કેટલાંક ટૂંકાં ટુંકા ચરિત્ર, પદ, સ્તવનો, મુંહળીઓ અને પૂજા વગેરે રચીને શાસનસેવામાં સમર્યા છે, જેને સુજ્ઞ જનેએ બહુ સંતોષ સાથે સત્કારેલાં છે.
આ પછી સહુથી છેલે આપણી સમાજને સિતારો—શેઠ વેણચંદ સુરચંદનું અવસાન થતાં એ મહાપુરૂષ માટે ગદ્યમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com