________________
૧૨૯
૫ સયાજી વિજય-વડોદરા, તા. ૩૦-૭.
ધર્મનિષ્ઠ જૈન દાનવીરનું () મરણ. મહેસાણાના જાણીતા દાનવીર () જૈન વેપારી શ્રીમાન ધર્મનિષ્ઠ શેઠ વેણચંદ સુરચંદ ગયા ગુરૂવારે ૭૦ વર્ષની વૃદ્ધ વયે વિદેહ થતાં તેમના મરણથી ગુજરાતની જૈન કેમે એક આદર્શ તપાવી અને પરમાર્થ પરાયણ દાનવીર ધર્મનિષ્ઠ નરરત્ન ગુમાવ્યું છે. જે કે મમ શેઠ ૭૦ વર્ષના–જુના જમાનાના-હતા છતાં તેઓએ વેપાર અને ધર્મને પિતાના જીવનમાં સુયાગ કરી યુવાન વેપારી પ્રજાને જીવનનું શ્રેષ્ઠ અને અનુકરણીય ઉદાહરણ પુરું પાડયું છે. મહેમની ધર્મસેવાઓ અગણિત અને અમૂલ્ય છતાં નિરભિમાની અને અબોલ હતી. તેમનું નામ ઉચ્ચ ચારિત્ર, પ્રામાણિકતા અને વિશ્વાસના સિકકા સમાન હતું. તેમણે પોતાની અને પોતાના હસ્તક ચાલતી અનેક ખાનગી અને જાહેર ધર્માદા સંસ્થાઓને વહીવટ એટલી સંભાળપૂર્વક અને ચકખ રાખેલ છે કે હાલની જાહેર સંસ્થાઓ, જાહેર પ્રવૃત્તિઓ અને જાહેર ફંડના ચાલકોને તે ધડે લેવા ગ્ય થઈ પડશે. મહુંમના પ્રભુમય આત્માને અનંત શાંતિ ઈચ્છી જૈન તથા અન્ય ગુજરાતી યુવાને સ્વર્ગસ્થને પૂજ્ય પગલે ચાલે, એવું પ્રાથએ છીએ.” ૬ “વીરશાસન'–અમદાવાદ, તા. ૧-૭-૨૭.
(સદગતના ફોટા સાથે તેમના જીવનને સંક્ષિપ્ત હેવાલ આપવામાં આવ્યા છે. આવા હેવાલે “જૈન” અને “મુંબઈ સમાચાર” માં પણ કંઈક રૂપાંતર સાથે આવ્યા છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com