________________
૧૮
આસપાસ તેઓ પહેચી ચુક્યા હતા, પરંતુ પોતાના હસ્તકના કઈ પણ ખાતાને વિષે લેશ માત્ર અવ્યવસ્થા ન થવા પામે તેની તેઓ કાળજી રાખતા અને અંતિમ દિવસોમાં તેઓ પોતે જ તત્સંબંધી ચગ્ય વ્યવસ્થા કરતા ગયા છે. જેમનું આખું જીવન કેવળ પ્રભુભક્તિ, સાધુસેવા અને તીર્થ પર્યટનમાં જ પસાર થયું હોય, તેમને તે મૃત્યુ પછી પણ અનંત શાંતિ જ મળે એ નિર્વિવાદ છે. અમને ખાત્રી છે કે એ ભકતાત્મા જ્યાં હશે ત્યાં શાંતિ સમાધિ જ વર્તી રહેશે. માત્ર સમાજને તેમના સ્વર્ગ ગમનથી એક હાનિ વેઠવી પડશે, એ વિચાર દુઃખદાયક થઈ પડે છે. તેમના જ શિષ્ય અને અનુરાગીઓમાંથી કોઈક બહાર આવે અને સ્વર્ગસ્થ અધુરૂં રાખેલું કામ પાર પાડે, એમ આ તકે ઈચ્છવાનું અમને પ્રાપ્ત થાય છે.” ૪ મુંબઈ સમાચાર- તા. ર૭૬–૨૭.
સદ્ગતને ફેટે આપ્યો છે ને લખ્યું છે કે–
આ સંત પુરુષે આ ફાની દુનિયાને ત્યાગ કરી જેઠ વદિ ૯ને વાર ગુરૂ તા. ૨૩-૬-૨૭ની સાંજે હસતે મુખે સમાધિમાં દેહ છોડ. એવા પુરુષની ખોટ પુરાવી મુશ્કેલ છે. શક્તિને એટલે બધો ઉપયોગ કર્યો છે કે જેના પરિણામે ગનિષ્ઠ, ધર્મધુરંધર, શાસ્ત્રવિશારદ, કવિરાજ શ્રી બુદ્ધિસાગર સૂરિજીએ સ્વકૃત “કન્યા વિક્રય નિષેધ” પુસ્તકમાં તેમના કાર્યોની પિછાણ કરાવવા તેમને અર્પણ-પત્રિકા આપી છે. પ્રભુ તેમના આત્માને અત્યંત શાંતિ આપે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com