________________
૧૨૬
૨ વેપાર સમાચાર-ભાવનગર તા. ૨૫-૬-૨૭.
તે
“ મર્હુમ શેઠ વેણીચંદભાઇ વયેાવૃદ્ધ હતા. તેમણે આખી જીંદગી ધર્મોનાં કામ પાછળ કાઢી છે. તેમના હસ્તક જૈન કામની ઘણી ધાર્મિક સંસ્થા ચાલી રહી છે. તેના નિભાવ અર્થે તેમણે જાત મહેનતથી ફરી ક્રીને લાખા રૂપિયા મેળવ્યા હતા. તદ્દન સાદા અને શરીરે સુકલકડી જેવા હતા, પરંતુ તેમની ધર્મની દાઝ અને સેવાના વિચારો નવ યુવાનને ચૈતન્ય આપે તેવા હતા. અમે માનીએ છીએ કે રા. વેણીચંદભાઇના દેહ છૂટયા છે, પરંતુ તેમના અમર આત્મા તા સેવાનાં ક્ષેત્રાની દિવાલમાં ઉત્સાહ રૅડી રહ્યા છે. સમાજસેવકા એ ઉત્સાહને વધાવી એમનાં આરંભેલાં કામાને ગતિ આપે તેમ ઇચ્છી મહુમના આત્માની શાંતિ ઈચ્છીએ છીએ. ”
૩ જૈન-ભાવનગર તા. ૨૬-૬-૨૭.
આ
“નરી સરળતા અને નરી ભકિતાની જ મૂર્ત્તિ સમા ભાઈ વેણીચંદ સુરચંદને જૈન સમાજમાં કાણુ નહી આળખતું હોય ? ઘણા રાહદારીઓ અને પ્રવાસીઓ અજાણ્યે તેમની પાસે થઈને ચાલ્યા ગયા હશે, અને જ્યારે તેમને કાઈએ કહ્યું હશે કે “ પેલા સુકલકડી જેવા, નીચું જોઈને ચાલ્યા જાય છે—એજ આપણા જાણીતા જૈન ભકતાત્મા શ્રીયુત વેણીચંદભાઇ ત્યારે એ રાહદારીના આશ્ચર્યના પાર નહીં રહ્યો હાય ! તપ કુશ શરીર, જ્ઞાન, ધ્યાન, તીર્થ અને ભકિતમાં જ અહેાનિશ રાચતા તેમના મનાવ્યાપાર, એ વેણીચંદભાઇની સૌથી જુદી તરી આવતી વિશિષ્ટતા હતી. એમની ખીજી ખુબી એ હતી કે ભારે ગજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
,,
www.umaragyanbhandar.com