________________
રિપ
ક, પત્રકારોએ લીધેલી નેધ–
૧ સાંજ વર્તમાન-મુંબઈ, તા. ૨૪-૬-૨૭.
મહેસાણુને ખબરપત્રી જણાવે છે કે અત્રેના રહીશ ધર્મવીર શેઠ વેણીચંદ સુરચંદ ગયા જેઠ વદ ૯ ને ગુરૂવાર તા. ૧૩ મી જુન ૧૯ર૭ ના દીને સાંજે મરણ પામ્યા છે. મને પરમાથેનાં કાર્યો કરવામાં પોતાની શકિતને ઘણે ઉપયોગ કર્યો હતા. મહેમને જન્મ સંવત્ ૧૧૪ ના ચૈત્ર વદ ૫ ને સોમવારે થયે હતેા. મહું પોતે રૂ, સરસવ તથા એરંડાને વેપાર કરતા હતા અને વેપારી જીવન ચલાવતા છતાં ધર્મને પ્રથમ માન આપતા હતા. તેમણે મહેસાણામાં પુરૂષો માટે ઉપાશ્રય બંધાવવામાં પહેલવહેલે ભાગ લીધો હતો. આંબેલ વર્ધમાન તપનું પ્રથમ ખાતે પાલીતાણામાં ખેલ્યું હતું. છપનિયાના દુકાળીયાઓની ખાન પાન વસ્ત્ર વગેરેથી જાતે જ સેવા કરી હતી. પાલીતાણામાં શ્રી સિદ્ધાચળ ગિરિરાજ ગિરનારજી વગેરે તીર્થ સ્થળોએ બે ત્રણ લાખ રૂપીઆ ખરચાવીને જીર્ણોધાર કરાવેલ હતા. છેલ્લું કામ તારંગાજીના જીર્ણોધારનું ઉપાડ્યું હતું. બનારસ પાઠશાળાને શેઠ વીરચંદ દીપચંદ અને ગોકળભાઈ મૂળચંદ પાસેથી રૂ.૨૫૦૦૦) મેળવાવી, મકાનની સગવડ કરી આપી હતી. શ્રી ગિરનાર તળાટીએ યાત્રાળુઓને રાહત આપવા પ્રબંધ કર્યો હતે. મહેસાણામાં જેન ધાર્મિક શિક્ષકો તૈયાર કરવા માટે મહાન પાઠશાળા ચાલુ કરી હતી કે જેને આજે ૩૦ વર્ષ થવા આવ્યા છે. આ ઉપરાંત તેમણે ઘણાં પરમાથી કાર્યો કીધાં હતાં. જેન શાસનની સેવા કરવાની તેમની ભાવના તીવ્ર હતી. હીંદુસ્તાનમાં આવા પુરૂષની જેડી મળવી મુશ્કેલ છે. તેમના મરણથી જેને કેમે એક અમૂલ્ય હીરો ગુમાવ્યું છે. પ્રભુ મરનારના આત્માને શાંતિ અર્પે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com