________________
૧૧૭
એક ખુણાથી બીજા ખુણા સુધી દરેક ગામ અને શહેરમાં જેમ સ્વદેશી બંધુઓની ખરી દાઝ જાણનાર અને પ્રથમ પંક્તિના ઉદ્ધારક સ્ટેટસમેન. સ્વ. નામદાર દાદાભાઈ નવરોજજીનું નામ સને ૧૮૮૪ થી ઘરગતું થઈ પડયું છે. જેમ માન અપમાનની દરકાર વગર નિ:સ્વાર્થ અપ્રતિમ દેશ સેવા બજાવનાર અને એ દેશસેવાની જ ચિંતામાં ટુંકી જીંદગી ભેગવી સ્વર્ગગમન કરી જનાર ઉત્તમ પોલીટીશ્યન ઓનરેબલ મી. ગોખલેનું નામ દરેક હિંદી પૂજ્ય ભાવનાથી સંભારે છે, તેમ આ નરરત્ન ધર્મબંધુ શેઠ વેણચંદ સુરચંદનું નામ અખિલ ભરતખંડની જૈન આલમમાં દરેકે દરેક ઘેર નાના મોટા અરધા સકાથી સ્મરણ કરી રહ્યા છે. કેઈ ગામ કે શહેરમાં એવો એક પણ શ્રીમંત નહિ નીકળી શકે કે જેનું ઘર વેણચંદભાઈએ પાવન નહિ કર્યું હોય. કોઈ સ્થળે અપમાન અવગણના પણ પ્રથમ પામ્યા હશે પણ તેજ ઘરમાંથી એની ધારેલી રકમ ખંતથી અને ધીરજથી તેને સમજાવીને લીધા વિના પાછા ફર્યા નહિ હોય. પૈસા ભરાવી લાવવાની કળાકુશળતા તે વેણીચંદભાઈની જ, એ જગજાહેર વાત છે. જે માણસ સો રૂપિયા આપવાની ઈચ્છાવાળે ન હોય તેની પાસેથી હજાર રૂપિયા કઢાવી લાવવાની તાકાત તે એજ પુરૂષમાં હતી. સુરતમાં એક અવસરે શ્રી આગમેદય સમિતિના કામની ટીપ ભરાવવા મને સાથે લઈ નીકળેલા તે વખતે એક ધર્મિષ્ઠ વિધવા બેન જે રૂપીઆ પચાસથી કાંઈપણ અધિક આપવાની સાફ ના પાડતા હતા, તેની પાસે એક કલાક બેસી રૂ. ૭૫૦) ભરાવીને ઊઠયા હતા.
આવા સેંકડો દાખલા પ્રસિદ્ધ છે. મારો થોડો અનુભવ છતાં એટલું તે હું માનું છું કે-શરૂથી આખર સુધીમાં ધર્માદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com