________________
૭૮ આપે છે, વિગેરે વિગેરે. આ બધી શરૂઆત એક બાઈના મહાતપમાંથી જન્મે છે, અને જે સ્થિતિને વારસે આજે આપણે ભેગવીએ છીએ. તપને આ જાહેર પ્રભાવ હાલ થોડા જ સૈકા પહેલાંને છે, છતાં જૈન સંઘમાં તે તપશ્ચર્યાની પ્રવૃત્તિ પૂર્વોપરથી ચાલતી જ આવે છે. તે પણ તેમાં સ્ત્રીવર્ગને મોટો ભાગ તપશ્ચર્યા કરનાર હોય છે, અને ઘણું દીર્થ એટલે મહિને મહિને અને તેથી પણ ઉપરાંત વખતની તપશ્ચર્યા કરનાર તેજ વર્ગ હોય છે.
પ્રમાણમાં ઓછા છતાં પુરુષવર્ગમાં પણ તેવા તપસ્વી પુરુષે દરેક જમાનામાં મળી આવે છે. હમણાં જ બેએક વર્ષ પહેલાં પાટણમાં તપસ્વી મુનિ શ્રી પ્રેમવિજયજી મહારાજે કાળ કર્યો. તેમણે પોતાના જીવનમાં પુષ્કળ તપ કરેલ છે, જેનું એક મોટું લિસ્ટ થાય છે. અને છેવટે ૬૭ ઉપવાસના પારણાને દિવસે તેઓ કાળધર્મ પામી ગયા.
આવી જ રીતે વેણચંદભાઈ પણ એક ઉગ્ર તપસ્વી કહી શકાય. તેમણે જિંદગીમાં કરેલી તપશ્ચર્યાનું એક મોટું લિસ્ટ થાય! કેણ એવું લિસ્ટ રાખે ? કયાં તે ઉપરથી ઈનામ લેવાનું હતું? જ્યાં શુદ્ધ આત્મકલ્યાણની ઈચ્છાથી જ તપશ્ચર્યા થતી હેય, તેને દેખાવ કઈ રીતે થઈ શકે ખરો ? વેણચંદભાઈનું જીવન કેવળ તપસ્વી જીવન જ કહી શકાય. વ્રત વિના કોઈ દિવસ પ્રાય: છુટ્ટા તે હોય જ નહીં. ઓછામાં ઓછું બેસણું કે એકાસણું તે હોય જ. તિથિએ ઉપવાસ અથવા છઠ્ઠ અને અઠ્ઠમ તે વખતે વખત ચાલુ જ હેય. દરેક તિથિઓ, જેવી કે-પાંચમ, આઠમ, ચિદશ વિગેરેની શાસ્ત્રોક્ત આરાધનાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com