________________
હ૦
૨ સામાન્ય દિનચર્યા–
સવારમાં નમકકાર સ્મરણ પૂર્વક વહેલા ઉઠી, પ્રાત: પ્રતિક્રમણ કરી લેતા હતા. પછી દિશા જંગલ જઈ આવી પ્રાત:દશન કરી, એકાસણુદિક વ્રત ન હોય તે દૂધ પી લેતા હતા. પછી, મુનિમહારાજને ગ હોય તે અવશ્ય વ્યાખ્યાન સાંભળવા જતા હતા. ત્યાંથી આવી પ્રભુપૂજામાં સારો સમય ગાળતા હતા. પછી જમી લગભગ બાર-એકે પરવારી સંસ્થામાં આવી તેનાં કામકાજ સંભાળતા હતા. આવેલી ટપાલ વિગેરે વાંચી લઈ, તેને જવા લખવાની સૂચના આપી સામાયિક કરવા બેસી જતા હતા, અને તેમાં પિતાના હંમેશનાં પ્રકરણે, સ્તવને વિગેરેને નિત્ય પાઠ કરતા હતા; છતાં સામાયિક માટેના ટાઈમ અને સંખ્યાની નિયતતા ન્હોતી. સાંજ પડવા આવે એટલે વ્રત ન હોય તે વાળુ કરી, દર્શન કરી, પ્રતિકમણ કરી પાછા ખાસ ટપાલને જવાબ, અથવા સંસ્થાને લગતાં બીજાં કામના કાગળો. લખાવતા હતા. લગભગ દશ વાગ્યાને સુમારે સૂઈ જતા હતા.
તેઓ હમેશ બને વખત પ્રતિક્રમણ કરતા હતા; મુસાફરીમાં પણ આ નિયમ ચુકતાજ નહીંગમે ત્યારે મેડી રાત્રે ગાડી પહોંચે. તે તે વખતે પણ પ્રતિક્રમણ કરવાનું ચૂકતા નહીં. કદાચ ગાડીને આવવાની વાર હોય તે પ્રતિક્રમણ કરવા બેસી જાય, ને કઈ વખત ઉલાસમાં ચડી જાય, તો ગાડી આવીને ચાલી પણ જાય, તેનું યે કાંઈ નહીં. જે તે રીતે ઉતરીને ન કરી શકાય તેમ હોય કે-રાત્રે કે સવારે ઉતરવાને વખત મળે તેમ ન હોય, તે પછી સામાયિક ઉચર્યા વિના ગાડીમાં જ ષડાવશ્યક કરી લેતા હતા, પરંતુ પ્રતિક્રમણ કરવાનું ચૂકતા નહીં. અને જે ગુરુ મહારાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com