________________
પ્રકરણ ૩ જુ.
અંગત જીવન, ૧ પ્રકરણ સંબંધઃ
વેણીચંદભાઈના પ્રાથમિક જીવન વિષે, તેમ જ સત્મવૃત્તિએમાં પરોવાયેલા જીવન વિષે કેટલુંક વિવેચન ગયા બે પ્રકર
માં કરવામાં આવ્યું છે. તે ઉપરથી વાચક મહાશાને તે વ્યક્તિ વિશે કેટલાક ખ્યાલ આવી ગયે હશે. છતાં હજુ એક બાબત રહી જાય છે. જેનો વિચાર આ પ્રકરણમાં કરવામાં આવશે.
કેઈપણ વ્યક્તિનું જાહેર જીવન ગમે તેવું ઉન્નત અને ભવ્ય હોય, છતાં દરેકનું અંગત જીવન પણ તેવુંજ ઉન્નત અને ભવ્ય હોય જ, એમ નથી બનતું. કેટલીક વ્યક્તિઓનું અંગત જીવનજ સુંદર અને આદરણીય હોય છે, કેટલાકનું જાહેર જીવન, તે કેટલાકનું અને પ્રકારનું જીવન ભવ્ય અને ઉન્નત હોય છે. આ ત્રણ કેટીમાં વર્ણચંદભાઈને કઈ કટિમાં મૂકવા? તે કામ તે અમે વાચક મહાશયને જ સેંપીશું. પરંતુ તે વિવેક કરવાને તેમના અંગત જીવનની મળે તેટલી વિગતવાર હકીક્ત પુરી પાડવી એ અમારી ફરજ છે, તે હવે બજાવીશું.
તેથી આ પ્રકરણમાં તેમની દિનચર્યા, કાર્યપ્રણાલી, સ્વભાવ, ખાસિયત, રહેણુકરણ, ધાર્મિક જીવન, નિયમિતતા, વિગેરે વિગેરે બાબતને લગતું વર્ણન જેમ બને તેમ સંક્ષેપમાં કરવાને ઈરાદે રાખે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com