________________
પાઠશાળામાં અને બહાર જૈનશાળાના માસ્તરે તરીકે, થોડાક ઉપદેશકે, પરીક્ષકે અને સંસ્થાના મેનેજર તરીકે કાઈ શકયા છે.
શેઠ મણિભાઈ ગોકળભાઈએ પિતાના કાકાની દિકરી નાથી બહેનના ટ્રસ્ટી તરિકે સંસ્થા માટે સગવડવાળું ભવ્ય મકાન બંધાવી આપ્યું છે. જેમાં આ પાઠશાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અને વેણચંદભાઇએ ઉપાડેલાં બીજાં ખાતાંઓના વહીવટની ઍફીસ પણ તેમાં જ રાખવામાં આવી છે.
આ પાઠશાળામાં વિદ્યાથીઓ પાસેથી કશે ખર્ચ લેવામાં આવતું નથી, એટલે કે ખાનપાન વિગેરે તથા અભ્યાસનાં સાધન મફત પુરાં પાડવામાં આવે છે. તથા વિદ્યાથીઓને ચગ્યતા પ્રમાણે માસીક ખર્ચ માટે ડૅલરશીપ પણ આપવામાં આવે છે.
એક તરફ આ પાઠશાળામાં બહારના વિદ્યાર્થીઓની સંખ્યા અભ્યાસ કરવા આવે, મુનિ મહારાજાએ અભ્યાસ કરે, શા. કસ્તુરચંદ વીરચંદની વિદ્યાશાળામાં વિદ્યાથીઓ, મુનિ મહારાજાએ તથા સાધ્વીજીઓને અભ્યાસ ચાલે, આ રીતે મહેસાણાને વેણચંદભાઈએ વિદ્યાના વાતાવરણથી ભરી દીધું હતું. દરેકનું ધ્યાન મહેસાણા પાઠશાળા ખેંચી રહી હતી. આજે ય આ પાઠશાળા પિતાના ઉદ્દેશને અનુસારે યથાશકિત પ્રયત્ન કરી રહી છે. તેનું ફળ પણ સમાજને મળ્યું છે. તેનું ફંડ પણ સારું ગણી શકાય. વેણચંદભાઈનું આ કામ સૌથી વધારે પ્રસિદ્ધ છે, અને વિણચંદભાઈ આ કામથી સૈથી વધારે પ્રસિદ્ધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com