________________
૩૪
અનારસ પાઠશાળા, આગોદય સમિતિ વિગેરે. કેટલાંક ખાતાઓ શરૂ કરીને બીજી સંસ્થાઓને કે એગ્ય કાર્યવાહકેને સંપી દીધાં છે, જેવાં કે સિદ્ધાચળ ફૂલ ધૂપ, ચક્ષુટીકાગિરનારરસોડું વિગેરે વિગેરે.
કેટલાંક ખાતાંઓને એક બીજા ખાતામાં સમાવેશ થઈ શકે તેમ હતું તેને સમાવેશ ઘણું ખરાં મુખ્ય મુખ્ય ખાતાંએમ પોતે જાતે જ કરાવી દીધેલ છે.
- આ રીતે જુદાં જુદાં ખાતાંઓમાં તેમના હસ્તક લગભગ રૂપિયા ૨૫ થી ૩૦ લાખ જેટલા મેળવાયા હશે અને ખર્ચાયા હશે.
માત્ર નાણાં મેળવી લેવાં એટલું જ વેણચંદભાઈનું કામ હતું એમ નહીં, પરંતુ તે સુરક્ષિત રહી શકે, તેનું સારું વ્યાજ મળે, તેને હિસાબ બરાબર રહે, એ વિગેરે તરફ પણ તેમનું ધ્યાન ઘણું પાકે પાયે રહેલું હતું. એ જનાઓ બરાબર કરી લેવામાં જરા પણ ગફલત ન થાય, તેની પુરેપુરી સાવચેતી રાખતા હતા.
આ બધાં ખાતાંઓને વિસ્તારથી નામનિર્દેશ અમે એટલાજ માટે કર્યો છે, કે-જેથી વેણચંદભાઈની પસંદગી કેવી જાતનાં કામોની હતી? અને તેમની શકિતને પ્રવાહ કઇ તરફ વળ્યો હતો? તેને વાચકમહાશયને બરાબર ખ્યાલ આવે.
વળી કેટલાક મુખ્ય મુખ્ય કામની વિગતવાર ટુંકધ અત્રે આપવાથી હાલ તે ખાતાઓની સ્થિતિ, તેમજ વેણીચંદભાઈએ કેટલી હદ સુધી કામ કર્યું છે? તેને પણ સાથે સાથે ખ્યાલ આવે.
કર્યું કામ, કયારે ઉપાડયું, તેની મળી શકી તે સાલે પણ સાથે સાથે ટાંકવામાં આવી છે. તે ઉપરાંત, તે તે ખાતાંને લગતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com