________________
૧૩
થીજ તેલ છે તેમને સારી તેનું વજન વગર રૂપે
કને મળી જતી હતી. ઉપરાંત, માત્ર જ્ઞાનબુદ્ધિથી જ્ઞાનાભ્યાસ કરવામાં આવતું હતું તેથી તેની કિંમત ભારે રહેતી, અને છે માટેજ આપણે તેને અહીં જ્ઞાનાભ્યાસ તરીકે ઓળખાવેલ છે. કેળવણું અને જ્ઞાનાભ્યાસને આ તફાવત વાચકમહાશયે બરાબર જોઈ શકશે. અને એ પણ નક્કી કરી શકશે, કે આજના વિદ્વાન કરતાં વેણચંદભાઈને ઓછો જણાતે અભ્યાસ ભવિધ્યમાં મહેસાણા પાઠશાળા અને જૈન કેળવણું ખાતા વિગેરે રૂપે કેવી રીતે પરિણામ પાપે? તે ઉપરથી તેનું વજન અને મને હત્તા આંકી શકાય છે. તેમને જ્ઞાનાભ્યાસ માત્ર શુદ્ધ જ્ઞાન વૃત્તિથીજ હતું, તેને બીજો પુરાવો એ છે કે-આ રીતે તેમણે આખી જીન્દગી અભ્યાસ કર્યો છે. અમને બરાબર ખ્યાલ છે કે મરણ સુધીમાં જ્યાં સુધી તેમની ઇંદ્રિય વાંચવા-વિચારવાને લાયક કામ કરી શકતી હતી, ત્યાં સુધી તેઓ પોતાના હંમેશના સ્વાધ્યાયના નાના નાના આધ્યાત્મિક તથા પન્ના વગેરે પ્રકરણે અને સ્તવન, સઝાયો વાંચતા-વિચારતા હતા. તેમજ તેને નિત્યપાઠ અને મનન કરતા તેમને જોયા છે. અર્થાત પૌષધ કે સામાયિકમાં હમેશાં કંઈને કંઈ ભણતાજ હોય. એકંદર તેમની આ પ્રવૃત્તિ પણ જીવન સાથે ગુંથાઈ ગયેલી હતી. આ ઉપરથી તેમની જ્ઞાનપિપાસા કેટલી ઉત્કટ અને તીવ્ર હતી? તે બરાબર સમજી શકાશે. આવું જ્ઞાન અ૫ હોય તો પણ તે સીધી રીતે આત્મા ઉપર અસર કરે છે, અને જલ્દી આત્મકલ્યાણ કરે છે, એ નિસંશય છે. ૯ લન અને દામ્પત્ય જીવન
- વેણચંદભાઈનું લગ્ન લગભગ પંદર સોળ વર્ષની ઉમ્મરે થયું હતું. તેમના પત્નીનું નામ પરસનબાઈ (પ્રસન્નબાઈ) હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com