________________
અધ્યાય ૭ મે–સામંજસ્ય અને સુખ
૪૧
શિષ્ય –ત્યારે એ વિષય મારાથી બરાબર સમજાય નથી. સમસ્ત વૃત્તિઓની એકી સાથે સ્કૃતિ અને પરિતૃપ્તિ થવા દેવી તેમાં યથાર્થ સુખ હશે કે પ્રત્યેક ભિન્ન ભિન્ન વૃત્તિની સ્તુતિ તથા પરિતૃપ્તિ થવા દેવી તેમાં યથાર્થ સુખ હશે ?
ગુરુ – સમસ્ત વૃત્તિઓની એકીસાથે યથાયોગ્ય સ્મૃતિ થવા દેવી તેજ યથાર્થ સુખ. ભિન્ન ભિન્ન વૃત્તિની સ્મૃતિ તથા પરિતૃપ્તિ એ તે સુખને આભાસ અથવા અંશમાત્ર છે.
શિષ્ય–ત્યારે કોટી કેવી રીતે કરવી? સુખનો અંશમાત્ર પ્રાપ્ત થતા હોય તે વૃત્તિને ખીલવા દેવી કે એકીસાથે સમસ્ત વૃત્તિઓને ખીલવા દેવી ?
ગુસ-સમસ્ત વૃત્તિઓને એકીસાથે ખીલવા દેવી અને તેથી જે સુખ પ્રાપ્ત થાય તેને જ યથાર્થ સુખ લેખવું.
શિષ્યઃ—એ વાત બરાબર સમજાતી નથી. ધારો કે હું ચિત્રવિદ્યામાં કુશળ છું. કેટલીક માનસિકવૃત્તિઓ સારી રીતે કેળવાય ત્યારે જ એવી વિદ્યાઓમાં કુશળ થવાય છે, એમ કહેવાની જરૂર નથી. અહીં સ્વાભાવિકરીતે જ એવો પ્રશ્ન ઉઠે છે કે મારે મારી ચિત્રવિદ્યાસંબંધી વૃત્તિઓની ખીલવણીમાં તલ્લીનતાપૂર્વક લાગ્યા રહેવું કે નહિ ? આપ તેના ઉત્તરમાં એક જ વાત કહેશે કે “સમસ્ત વૃત્તિઓની યથાયોગ્ય સ્મૃત્તિ એકીસાથે થઈ શકે અને કોઈપણ એક વૃત્તિને બીજી વૃત્તિ હાનિ ન કરે એ પ્રમાણે તમારે તમારી વૃત્તિને ખીલવવી.” અર્થાત હું એક ચિત્ર આંકવાને માટે હાથથાં પછી પકડું તે પહેલાં મારે આટલી વાત ઉપર વિચાર કરી લે જોઈએ કે “આ ચિત્ર તે હું અંકુ છું, પરંતુ એથી મારી શારીરિક શકિતઓને કાંઈ વિદન નડશે કે નહિ? મારી આંખ અને કાનની શકિતને કાંઈ સહન કરવું પડશે કે નહિ ? ઈશ્વર પ્રત્યેની મારી ભકિત તથા મનુષ્યો પ્રત્યેની મારી પ્રીતિમાં કઈ અડચણ આવશે કે નહિ ? દીનદ્રરિકો પ્રત્યેની મારી દયામાં, સત્ય પ્રત્યેના અનુરાગમાં પુત્રો પ્રત્યેના નેહમાં, શત્રુ પ્રત્યેના ક્રોધમાં, કિંવા કાવ્યસંબંધી મારી કલ્પનામાં અને સાહિત્ય સંબંધી મારી સમાલોચનામાં કાંઈ વિન આવશે કે નહિ ? એક સામાન્ય વૃત્તિને કેળવતાં પહેલાં આટલી બધી બાબત ઉપર વિચાર કરી લેવો એ શું બનવાગ્ય છે ?
ગુર–અલબત્ત એ કામ કઠિન છે, પરંતુ એટલું ચોકકસ સમજી રાખજે કે ધર્માચરણ એ કાંઈ નાનાં છોકરાની રમત નથી. ધર્માચરણ અત્યંત કઠિન વ્યાપાર છે. જગતમાં યથાર્થ ધાર્મિક પુરુષોને બહુધા અભાવ રહ્યા કરે છે તેનું પણ એજ કારણ છે. ઘમ એજ સુખનો એકમાત્ર ઉપાય છે, પરંતુ બેઠાં બેઠાં કેઈ કાળે સુખ મળી જતું નથી. સુખને પ્રાપ્ત કરવાને માટે ખાસ પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રયત્ન કઠિન તે છે, પરંતુ અસાધ્ય તો નથી જ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com