________________
૧૭૮
ધર્મતત્વ
-
તે ઉકત સાધનો દ્વારા ભકિતને જ જાગૃત કરવાનો હોવો જોઈએ, એમ વિચાર કરતાં લાગ્યા વિના રહેતું નથી. પ્રાચીન ગ્રીક પ્રજાના ધર્મમાં તથા મધ્યકાળના યૂરોપીય રોમન ક્રિશ્ચીઅન ધર્મમાં ઉપાસનાની સાથે ચિત્તરંજિની વૃત્તિઓની સ્તુતિ અર્થે ખાસ પ્રયત્નો કરવામાં આવતા હતા. આપિલીસ અથવા રાફેલેનાં ચિત્રો, અને જર્મનીના વિખ્યાત સંગીતશાસ્ત્રીઓનું સંગીત એ સર્વની ઉપાસના સમયે સહાયતા લેવામાં આવતી; એટલું જ નહિ પણ ચિત્ર-શિલ્પ તથા સંગીત આદિ લલિત કળાઓ ધર્મના ચરણ પાસે મસ્તક નમાવીને ઉભી રહેતી. ભારતવર્ષમાં પણ ચિત્રકળા, શિલ્પકળા તથા સંગીત વિદ્યાને ઉપાસના અર્થે સહાયક સામગ્રી માનવામાં આવે છે.
શિષ્ય–ઉપાસનાની સાથે ચિત્તરંજિની વૃત્તિને તૃપ્ત કરવા માટે જ મૂર્તિપૂજા વિગેરેને શાસ્ત્રમાં ઉપદેશ કરવામાં આવ્યો હોય; એમ મને લાગે છે.
ગુર:–એ વાત કેટલેક અંશે સત્ય છે, પણ તે સિવાય મૂર્તિપૂજાની ઉપયોગિતા અન્ય કોઈ કારણે સિદ્ધ થતી નથી. એમ કહી શકાય નહિ. મૂર્તિપૂજાની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે વિષે વિચાર કરવાનો અને અવકાશ નથી. ચિત્રવિદ્યા, શિલ્પવિદ્યા તથા સંગીત વિદ્યા વિગેરે ચિત્તરંજિની વૃત્તિને તૃપ્તિ તથા સ્કૃતિ આપી શકે છે, એ વાત સત્ય છે, પરંતુ કાવ્યના જે ચિત્તરંજિની વૃત્તિને ખીલવવાને અન્ય એકકે શ્રેષ્ઠ ઉપાય નથી. ગ્રીક અને રેમન ધર્મોએ પણ કાવ્યની સહાય લીધી હતી; કિન્તુ હિંદુધમેં કાવ્યને જે પ્રભાવ સ્વીકાર્યો છે, તે તે ઈતિહાસમાં અપૂર્વજ છે. રામાયણ અને મહાભારત જેવા કાવ્ય ગ્રંથ એજ હિંદુએના પ્રધાન ધર્મગ્રંથ મનાય છે. વિષ્ણુપુરાણ તથા ભાગવતાદિ ગ્રંથમાં એવા એવાં વાકયો મળી આવે છે કે અન્ય કોઈ દેશના ધર્મ સાહિત્ય સાથે તેની તુલના થઈ શકે નહિ. આ ઉપરથી એમ જણાય છે કે ચિત્તરંજિની વૃત્તિની ખીલવણી સંબંધે હિંદુધર્મ કાંઈ જ લક્ષ આપ્યું નથી, એમ તે આપણાથી કહી શકાય નહિ. છતાં એટલું છે કે પૂર્વે જે શુભ પ્રવૃત્તિ વિધિરૂપે નહિ પણ લેકચારરૂપે ચાલતી હતી, તે પ્રવૃત્તિને આ કાળે આપણે વિધિબદ્ધ કરવી જોઈએ, અને શારીરિક તથા જ્ઞાનાર્જની વૃત્તિના અનુશીલન ઉપર એટલે ભાર મૂકવામાં આવ્યો છે તેટલો જ ભાર ચિત્તરંજિની વૃત્તિના અનુશીલન ઉપર પણ મૂકાવા જોઈએ.
શિષ્ય–અર્થાત આપ એમ કહેવા માગો છો કે શાસ્ત્રમાં જેવી રીતે ગુરુ જનની ભકિત કરવાનું, દયા રાખવાનું દાન કરવાનું તથા શાસ્ત્રાયન કરવાનું કહેવામાં આવ્યું છે, તે જ પ્રકારે ચિત્રવિદ્યા-શિલ્પવિદ્યા-નૃત્યગીતતથા કાવ્ય આદિ હલિતકળાઓની પણ ખીલવણી કરવા શાસ્ત્રધારા લેકેને પ્રેરણા કરવી જોઈએ ?
ગુર–હા, નહિતર મનુષ્યોને ધર્મ અપૂર્ણ જ રહી જાય. શિષ્ય:–તે કેવી રીતે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com