________________
અધ્યાય ર૩ મેસ્વજનીતિ.
૧૫૯
થવાને પ્રસંગ આવે, એટલા માટે જગદીશ્વરના હેતુની સિદ્ધિ અર્થે સ્ત્રી-પુત્રાદિની રક્ષા કરવી એ મનુષ્યનું અનુષ્ઠય કર્મ છે. આ અનુષ્ઠય કર્મ બજાવતાં સ્વામીને પ્રાણત્યાગ કરે પડે તો તે પણ ધર્મસંગત છે.
(૨) સ્વામીનું પાલન તથા રક્ષણ સ્ત્રીથી થઈ શકે નહિં; પરંતુ પતિની સેવાચાકરી તે સ્ત્રીથી બની શકે તેમ છે. માટે સ્ત્રીઓના પક્ષે પતિસેવા એ ધર્મકર્તવ્ય છે. હિંદુધર્મમાં સ્ત્રીને સહધર્મિણી તરીકે ઓળખાવવામાં આવી છે. હિંદુધર્મ બીજા સર્વ ધર્મો કરતાં શ્રેષ્ઠ તથા સંપૂર્ણ હેવાનું એ પણ એક કારણ છે; પરંતુ દાંપત્યપ્રીતિને જે પાશવતિમાં ફેરવી નાખવામાં ન આવે, તે જ સ્ત્રીને આપવામાં આવેલું સહધર્મિણીનું પદ સાર્થક થાય. સ્ત્રી સ્વામીના ધર્મની સહાયક છે, તેથી તેણે સ્વામીની સેવા કરવી, સ્વામીને સુખદુઃખમાં ભાગ લે તથા તેનાં કર્તવ્યમાં સહાયતા આપવી એજ સ્ત્રીનું મુખ્ય કર્તવ્ય છે.
(૩) જગતની રક્ષા કરવી તથા ધર્માચરણ કરવું એજ દંપતીપ્રીતિને ઉદ્દેશ છે. આ વાત નિરંતર સ્મરણમાં રાખી દાંપત્યપ્રીતિનું અનુશીલન કરવામાં આવે તે તે વૃત્તિ પણ નિષ્કામ ધર્મમાં પરિણત થઈ શકે છે, અને તેમ કરવું એ ઉચિત પણ છે. જે ઉક્ત ઉદ્દેશ ભૂલી જવામાં આવે તે તેને પાશવવૃત્તિનું નામ આપવામાં બહુ હરક્ત નથી.
શિષ્ય-હું તો એ દાંપત્યપ્રીતિનેજ પાશવવૃત્તિ માનું છું. જો કે સંતાનપ્રીતિને એટલે અંશે પાશવત્તિ લેખવા તૈયાર નથી, કારણ કે પશુઓમાં પણ દાંપત્યપ્રેમ હોય છે, અને તે પ્રેમ પણ બહુ તીવ્ર હોય છે.
ગુર:–પશુઓમાં દાંપત્ય પ્રેમ નથી હોતો. જે સ્થળે રતિ સાથે કામદેવ હાજર થાય છે તે સ્થળેજ એવા પાશવ પ્રેમનો વિકાસ થાય છે. પશુઓમાં જે અનુરાગ જેવામાં આવે છે તે ભોગની કામનાથી ઉત્પન્ન થયેલો હોય છે. આ અનુરાગ જેમ મનુષ્યમાં હોય છે તેમ પશુઓમાં પણ હોય છે. આવા અનુરાગને મેં પૂર્વે કામવૃત્તિરૂપે ઓળખાવ્યો છે, તે તારા સ્મરણમાં હશે. એ અનુરાગને હું દંપતિપ્રેમતરીકે ઓળખાવવા માગતો નથી. આ અનુરાગ સ્વત: સ્કૂર્ત હોવાથી તેનું પણ દમન કરવું એ અનુશીલનમાં અંતર્ગત થઈ જાય છે. કામવૃત્તિ સહજ છે, જ્યારે દંપતિપ્રીતિ સંસર્ગજ (સંસર્ગથી ઉત્પન્ન થયેલી) હોય છે. કામથી ઉદ્દભવેલ અનુરાગ ક્ષણિક હોય છે, જ્યારે દંપતિપ્રીતિ ચિરસ્થાયી હોય છે. એટલું છતાં અનેક સમયે દંપતીપ્રીતિનું સ્થાન કામવૃત્તિ પડાવી લે છે, એ વાતને હું અસ્વીકાર કરતા નથી. તેની સાથે એટલું પણ કહી દેવું જોઈએ કે કેટલીકવાર કામવૃત્તિ દંપતિપ્રીતિ સાથે જોડાયેલી પણ હોય છે. જે અવસ્થામાં જેટલે અંશે ઇન્દ્રિયવાસનાની પ્રબળતા જોવામાં આવે તે અવસ્થામાં તેટલે અંશે દંપતિપ્રીતિને પાશવકૃત્તિ કહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com