________________
૧૫ર
ધર્મતત્તવ
સ્પષ્ટ જણાતી નથી. દૃષ્ટાંતતરીકે એક તરફ એક કુલીન બ્રાહ્મણ ગરીબાઈને લીધે પિતાની કન્યા મેટી વયની થઈ જવા છતાં પરણાવી શકતો ન હોય અને બીજી તરફ એકાદ ગરીબનું કુટુંબ ભુખમરાથી અધમુવા જેવી અવસ્થા ભોગવતું હોય, એવા પ્રસંગે મોટું હિત પેલા ગરીબના પક્ષમાં હોવા છતાં તેને પૂરે એક આને પણ તું આપી શકશે નહિ અને પેલા બ્રાહ્મણને પાંચ રૂપિયા આપવા છતાં પણ તને તે રકમ નજીવી જણાશે. આ પ્રમાણે અનેક પ્રસંગોએ બને છે. વિશેષ હિત કોના પક્ષમાં છે, તેને યથાવત તેલ અથવા વિવેક બહુજ ઓછાં મનુષ્યો કરી શકે છે.
શિષ્ય –એ વાતને જવા દ્યો. ઘેડ મનુષ્યો કરતાં વધારે મનુષ્યનું હિતસાધન એ ધર્મ છે, તેમજ એક મનુષ્યના અલ્પહિતને બદલે બીજા મનુષ્યોનું તેથી વધારે હિત થતું હોય તો તે વિશેષ હિત કરવું એ ધર્મ છે, એ વાત સમજાઈ; પરંતુ જે સ્થળે એક મનુષ્યનું વધારે હિત સધાતું હોય અને બીજી તરફ દશ મનુષ્યનું અપ હિત સધાતું હોય ત્યાં શું કરવું ?
ગુરુ –એવે સ્થળે માર્ક મૂકવા, અર્થાત્ આંકડાની ગણત્રીથી કામ કરવું જોઈએ. ઉદાહરણતરીકે કલ્પના કર કે એક તરફ એક મનુષ્યનું જેટલું હિત સધાતું હોય તેના ચોથા ભાગ જેટલું હિત જે સો મનુષ્યોનું–પ્રત્યેકનું સધાતું હેય તે એકંદરે પચીશ મનુષ્યોનું હિતસાધન એક મનુષ્યના હિતસાધન કરતાં ઘણું જ વધી જાય. આવા પ્રસંગે એક જણનું વિશેષ હિતસાધન રહેવા દઈ સો જણનું અ૮૫ હિતસાધન કરવું, એ ધર્મ છે. બીજી રીતે જોતાં એક મનુષ્યનું જેટલું હિત સધાતું હોય તેના હજારમા ભાગ જેટલું હિતસાધન જે સો મનુથોનું સધાતું હોય તે તે સ્થળે સે જણના હિતને રહેવા દઈ એક મનુષ્યનું સંપૂર્ણ હિત સધાવા દેવું એ કર્તવ્ય છે. કારણ કે તે મનુષ્યોનાં હિતની પેલા એક મનુષ્યના સુખની સાથે તુલના કરીએ તો માત્ર એક દશાંશજ થાય.
શિષ્ય:–હિતાહિતનું એવી રીતે માપ થઈ શકે એ સંભવિત નથી. પ્રત્યેક પ્રસંગે જે એમ હિસાબ કરવા બેસીએ તો હિસાબમાં ને હિસાબમાજ સમય નીકળી જાય.
ગુરુ –અનુશીલનતત્વના અભ્યાસીઓને માટે એ કાર્ય બહુ સરળ છે. જેઓની સર્વ પ્રકારની વૃત્તિઓ અને તેમાં પણ વિશેષ કરીને જેઓની જ્ઞાનાર્જની વૃત્તિઓ સારી રીતે કેળવાઈને કુર્તિપાત્ર (સૂમ) થઈ હોય તેઓ હિતાહિતને નિર્ણય બહુ સારી રીતે કરી શકે છે. જેઓ અનુશીલનપદ્ધતિથી વિમુખ છે તેઓને જ એ કામ કઠિન જેવું જણાય છે. વસ્તુતઃ એવાં મનુષ્યોને માટે સર્વ પ્રકારનો ધર્મ દુઃસાધ્ય છે, એ વાત હું તને પૂર્વે જણાવી ગયો છું. યૂરોપીય હિતવાદીઓ એ વિષે બહુજ સ્પષ્ટ રીતે પોતાના સિદ્ધાંતો પ્રતિપાદન કરે છે, તેથી મારે તે વિષય પર વિશેષ વિસ્તારથી બોલવાની જરૂર નથી. અનુશીલનવાદ તથા હિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com