________________
અધ્યાય ૭ મે–સામંજરય અને સુખ
૫૩
જીવનકાળમાં પિતાની સદ્દવૃત્તિઓને કેળવી-સ્વચ્છ કરીને પિતાની સાથે લઈ જાય છે તે મનુષ્ય પરકાળે અસામાન્ય સ્મૃતિ પ્રાપ્ત કરે છે, અને તે વૃત્તિઓ ત્યાં તેને અનંતસુખના કારણુરૂપ બની રહે છે, આવું અનુમાન કરવું એ કઈ રીતે અયુકત નથી. એજ પ્રમાણે જેની સંસ્કૃત્તિઓ અનુશીલનના અભાવે અપકવ અવસ્થામાં પડી રહે છે, અને એવી અપકવ વૃત્તિઓને સાથે લઈને પરલેક જવું પડે, તેને પરલોકમાં કેઈપણ પ્રકારનું સુખ મળવા સંભવ રહેતો નથી. જે મનુષ્ય આ લોકમાં પિતાની અસવૃત્તિઓને ઉશ્કેરી દઈ તેવી વૃત્તિઓને પોતાની સાથે લઈ જાય છે તે મનુષ્ય પરકાળે અનંત દુઃખ ભોગવે છે. જન્માંતર માનવામાં ન આવે, પણ ઉપર કહ્યા તેવાં સ્વર્ગ-નરક તો માનવજ જોઈએ; કારણ કે તે અનાયાસે બુદ્ધિગમ્ય થઈ શકે તેમ છે.
શિષ્ય –હવે આપ પરાળની ચર્ચાને તજી દઈ આ કાળ સંબંધી જે સુખની વ્યાખ્યા કરતા હતા તે વિષય પુનઃ હાથમાં લે.
ગુર --તું હવે એટલું તો સમજી શકયો હોઈશ કે પરકાળના વિષયને એક બાજુએ મુકી રાખીએ તોપણ ક્યા સુખને સ્થાયી સુખ કહી શકાય અને કયા સુખને ક્ષણિક સુખ કહી શકાય ?
શિષ્ય ––હજીસુધી એ વાત મારાથી બરાબર સમજાઈ નથી. ધારો કે હું એકાદ ગઝલ કે નાટકનો એકાદ અભિનય જોઈ આવ્યો, અને તેથી મને સહેજસાજ આનંદ થયો. હવે એ આનંદને સ્થાયી સુખ કહી શકાય કે ક્ષણિક સુખ કહી શકાય ? - ગુર––મારા સમજવા પ્રમાણે એ તે ક્ષણિક સુખ જ છે. ચિત્તરંજની વૃત્તિઓનું જે યોગ્ય અનુશીલન થાય અને તેના પરિણામે જે ફળ પ્રાપ્ત થાય તેને જ સ્થાયી સુખ તરીકે લેખી શકાય એ સ્થાયી સુખના એક અંશ અથવા સાધન તરીકે તેં જે ગઝલ અથવા અભિનયનું સુખ કહ્યું તેને લેખી શકાય. હવે કેટલીએક વૃત્તિઓ એવી છે કે તેના અનુશીલનથી જે સુખ પ્રાપ્ત થાય તેને અસ્થાયી સુખ કહેવામાં આવે છે. આ અસ્થાયી સુખના હું બે ભેદ પાડું છું -
(૧) એક સુખ એવા પ્રકારનું છે કે જેનું પરિણામ દુઃખરૂપ હોય, અને (૨) એક સુખ એવા પ્રકારનું કે જે ક્ષણિક હોવા છતાં પરિણામે દુઃખરહિત હોય. ઇન્દ્રિયાદિ નિકૃષ્ટ વૃત્તિઓના સંબંધે ચર્ચા કરતી વખતે મેં જે કઈ કહ્યું છે તે ઉપરથી તું એટલું તે સમજી શક્યો હઈશ કે નિકૃષ્ટ વૃત્તિઓનું પણ જે યોગ્ય અને પરિમિત અનુશીલન થાય તે દુઃખરહિત સુખ પ્રાપ્ત થાય અને એજ વૃત્તિઓને જે સ્વછંદતાપૂર્વક બહેકાવી દેવામાં આવે તો તેથી દુ:ખરૂપી ફળવાળું સુખ પ્રાપ્ત ચાય. આ પ્રમાણે એકંદરે સુખના ત્રણ પ્રકાર કહી શકાય.
(૧) સ્થાયી સુખ. (૨) ક્ષણિક પરતુ પરિણામે દુઃખરહિત સુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com