________________
૪૮
ધર્મતત્વ
માનીનતા ઠીક લાગે છે એટલાજ ખાતર ?
ગુસ–પ્રમાણ વિના તે હું કોઈ વાતજ માનતો નથી. શિષ્ય –જે પરકાળને માટે આપની પાસે પૂરતાં પ્રમાણ હોય અને આપ પતે પરકાળને માનતા હો, તે પછી મને વિશ્વાસ ઉપજાવવા આપ શામાટે ઉપદેશ આપતા નથી ? આપની પાસે જે પ્રમાણો હોય તે મને કેમ સમજાવતા નથી ?
ગુસ–તે પ્રમાણે બહુધા વિવાદાત્મક છે એમ મારે કબૂલ કરવું જોઈએ; છતાં એ સર્વ વિવાદોને નિર્ણય થયો નથી તેમજ થઈ શકે તેમ નથી એમ હું માન નથી. આજકાલ એ વિવાદોનું બરાબર સમાધાન થતું નથી. તેનું એજ કારણ છે કે વૈજ્ઞાનિકે એ કુસંસ્કારથી અનેકનાં ચિત્તાને મલિન બનાવી દીધાં છે, વિવાદવાળા વિષયો ચર્ચવાની મારી મુદ્દલ ઇચ્છા નથી. એટલું જ નહિ પણ તેમ કરવાની મને જરૂર પણ નથી. “ જરૂર નથી” એમ કહુ છું તે એટલાજ માટે કે પવિત્ર બનવાને, શુદ્ધચિત્ત બનવાનો અને ધર્માત્મા બનવાને જે ઉપદેશ હું આવું છું તેમાંજ સઘળું રહસ્ય સમાઈ જાય છે, અને તેથી ખાસ જૂદા પ્રકારના વિવાદાત્મક વિષયો ચર્ચવાની મને જરૂર નથી પડતી. આપણે આ ધર્મવ્યાખ્યામાં જેમ જેમ આગળ પ્રવેશ કરતા જઈશું તેમ તેમ ક્રમે ક્રમે સર્વ વાતો સ્પષ્ટ થતી જશે. સમસ્ત ચિત્તવૃત્તિઓની સ્વગીન સ્કૃતિ અને પરિણતિવિષે મેં જે ઉપદેશ તને હજી હમ
જ આપ્યો છે તેનું છેવટનું ફળ ચિત્તશુદ્ધિ-કિંવા પવિત્રતા સિવાય બીજું કાંઈજ નથી, એ વાત પણ તને હવે પછી સમજાશે. પરકાળને માટે તું શ્રદ્ધા રાખે કે ન રાખે તે માટે મારો બહુ આગ્રહ નથી, તથાપિ જે તું તારા ચિતને શુદ્ધ કરી શકશે, તારા આત્માને પવિત્ર બનાવી શકશે, તે તું આ કાળે અને પરકાળે પણ સુખી થઈ શકશે, એમ હું હિમ્મતપૂર્વક કહી શકું છું. ચિત્તની શુદ્ધિ થવાથી આ કાળેજ સ્વર્ગનું સુખ ભોગવી શકાય તેમ છે. જે આ કાળજ સ્વર્ગ સમાન સુખ મળે, તે પછી પરકાળે સ્વર્ગ મળશે કે નહિ એ શંકાજ નિરર્થક છે. જે મારી આટલી વાત તું બરાબર સમજી શકશે તે પરકાળ માનવા માટે હું તને શામાટે આગ્રહ નથી કરતો તેનું રહસ્ય પણ તારાથી સહેજે સમજાઈ જશે. મારી આ ધર્મવ્યાખ્યા પર કાળ માનનારાઓને માટે તેમજ પરકાળ ન માનનારાઓને માટે–બનેને માટે એક સરખી ઉપયોગી છે. જેઓ પરકાળ નથી માનતા તેમને આ કાળે યથાર્થ સુખી થવું હેય તોપણ ધર્મને આશ્રય લે જોઈએ, અને જેઓ પરકાળ માનતા હોય તેમણે પણ ધર્મનો આશ્રય લેવો જોઈએ. જે આમ છે તે પછી આ કાળ કે પરકાળ માટે કઈને આગ્રહપૂર્વક ઉપદેશ કરવાની શું જરૂર છે? પરકાળ માનનારાઓ વિશ્વાસ પ્રતિદિન દઢતર થતો જાય એવી પ્રભુપ્રાર્થના કરી આપણે હવે મૂળ વિષય તરફ જવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com