________________
પ્રકરણ ૫ મું ]
છે. શિવાજી ચરિત્ર અને આખરે એણે ભારે પશ્ચાત્તાપને પરિણામે પ્રાયશ્ચિત કરવાનું મન સાથે નક્કી કર્યું. એણે પોતાના માણસને લાવ્યા અને પિતાને જમણો હાથ કે જેણે આ અપકૃત્ય કર્યું અને એની કારકીર્દિમાં ઉણપ આણી તે હાથને કાપી નાંખવા માણસને હુકમ કર્યો. સ્નેહીઓ, બોબરિયા અને સેવકે વચ્ચે પડ્યા અને દાદાજીને વિધવિધ રીતે સમજાવ્યા. સ્નેહીઓના દાબ અને સેવકેની વિનંતિને વશ થઈ દાદાજીએ મહા મહેનતે એ હાથ કાપવાનું માંડી વાળ્યું પણ પોતાના અપકૃત્યની યાદ રાખવા માટે જે અંગરખો એ પહેરતા તેની જમણી બાંય કાપીને એ પહેરતા અને જમણો હાથ (અપકૃત્યને કરનાર ) ઉઘાડે જ રાખતા. સિંહાજને દાદાજીના પ્રમાણિકપણુના આ દાખલાની ખબર પડી ત્યારે તેને ભારે સંતિષ અને આનંદ થયો. સિંહાએ પોતાના આ વફાદાર પ્રમાણિક સેવકની સચ્ચાઈની કદર કરી. તે જમાનાના સત્તાધારીઓ અને મોટા માણસે સેવક ઉપર તેમના મૃત્યથી બહુ ફીદા થઈ જતા ત્યારે “હું બહુ ખુશી થયો છું. સમજ્યા ?” એમ કહી મૂછમાં હસીને જ સેવકના કૃત્યની કદર નહેતા કરતા; પણ એવા માણસની કદર કરતી વખતે ઈનામ, જમીન એવી ચીજ આપતા. સિંહાએ દાદાજી કેન્ડદેવને તેની વફાદારી અને પ્રમાણિકપણે માટે ૭૦૦ હેન એટલે ૨૮૦૦ રૂપિયા અને એક જરિયાન ઝબ્બે ભેટ મોકલ્યાં તથા લખી મોકલ્યું કે દાદાજીના ઘરનું ખરચ પણ જાગીરની ઉપજમાંથી ખર્ચ પાડવું (રાયરી બખર ), પેલો બનેલો બનાવ તદન નજીવો હોઈ તેને માટે એટલે બધે પશ્ચાત્તાપ નહિ કરવા સિતાજીએ પોતાના કારભારીને સમજાવ્યો. આ કદરદાન માલીકે પ્રેમથી પોતાના સ્વામિનિષ્ઠ સેવક ઉપર મીઠું દબાણ કર્યું અને આ વફાદાર કારભારીએ પોતાના માલીકની મરજીને માન આપી આખે. અંગરખે પહેરવાનું શરૂ કર્યું (કિ કેડ. પારસનીસ. પા. ૧૨૮).
૨. જીજાબાઈ મહારાષ્ટ્રના ઈતિહાસમાં અને શિવાજી મહારાજના જીવનમાં જીજાબાઈએ બહુ અગત્યનો ભાગ ભજવ્યો છે અને ચરિત્ર નાયકના ચરિત્રમાં જ્યાં જ્યાં એને ભાગ આવશે ત્યાં ત્યાં તે બનાવનું વર્ણન ટૂંકમાં કરવામાં આવશે, પણ ચરિત્રનાયકનું પિતાનું જીવન શરૂ કરતાં પહેલાં જેવી રીતે ચસ્ત્રિ નાયકે સ્થાપેલા હિંદવી સ્વરાજ્ય માટે જમીન તૈયાર કરનાર એના પિતા સિંહાજી સંબંધી થોડું જણાવી એને પરિચય વાચકેને કરાવ્યા તેવી જ રીતે ચરિત્ર નાયકના જીવનનું ઘડતર ઘડવાનું કામ જેણે કર્યું તે હિંમતબાજ રાજમાતા જીજાબાઈનો પરિચય બહુ ટૂંકમાં વાચકને કરાવવાની જરૂર જણાયાથી એનું ઓળખાણ નીચે આપીએ છીએ.
યાદવકુળના દક્ષિણના દેવગિરિના રાજા રામદેવના વંશમાં પેદા થયેલા સિંધખેડવાળા લખુજી જાધવરાવની દીકરી, સૂર્યવંશી ચિતોડના રાણાના સિસોદિયા કુળના સિંહા ભેસલેની ધર્મપત્ની, હિંદુ ધર્મના તારણહાર ધર્મરક્ષક શ્રી શિવાજી મહારાજની માતા જીજાબાઈએ શ્રી શિવાજી મહારાજે સ્થાપેલા હિંદવી સ્વરાજ્યમાં ભારે ભાગ ભજવ્યો છે અને શિવાજી મહારાજને તેમના કામમાં મળેલા યશનું માન ઘણે ભાગે શિવાજીને ઉત્સાહ આપી સ્વધર્મ માટે સર્વસ્વ ત્યાગ કરવાની અને શિર સાટે હિંદુત્વનું રક્ષણ કરવા હિંદવી સ્વરાજ્ય સ્થાપવાની પ્રેરણા કરનાર જીજાબાઈને ઘટે છે.
પિતાની પૂના વગેરે જાગીરેની બરાબર વ્યવસ્થા અને બંદોબસ્ત કરી સિંહાજી જ્યારે પિતાના લશ્કરમાંથી ચૂંટી કાઢેલું ચુનંદુ લશ્કર લઈ બિજાપુર રાજ્યમાં મનસબદારી કરવા જવા નીકળ્યો ત્યારે જીજાબાઈની ઉંમર આસરે ૪૦ વરસની હતી. જીજાબાઈને સંબંધમાં નીચેની મતલબનું લખાણ રાધા માધવ વિલાસની પ્રસ્તાવનામાં પ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી. રાજવાડેએ લખ્યું છે. તે જાણ્યાથી વાચકોને જીજાબાઈને પરિચય થશે એ માન્યતાથી એ લખાણને સાર નીચે આપીએ છીએ
“ જીજાબાઈનું ચરિત્રનાયકના પિતા સિંહાજીની સાથે લગ્ન થયાથી તે સિંહાઇ શક ૧૫૫૮ માં બિજાપુર ગયો ત્યાં સુધીના કાળમાં જીજાબાઈ એ સિ
માં જીજાબાઈએ સિંધ, લતાબાદ, અહમનગર, પા, હીસગઢ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com