________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૪ થું કર્ણાટકના કેટલાક ખંડિયા રાજાઓ અને સરદારને આદિલશાહી મૂંસરી ફેંકી દેવાની ઈચ્છા થઈ અને દક્ષિણના મુગલ સુબેદાર ઔરંગઝેબની સાથે મસલત કરી કેટલાક એવા રાજાઓ અને સરદારોએ કર્ણાટકમાં બંડ કર્યો.
કર્ણાટકના બંડ, અવ્યવસ્થા અને અસંતોષના સમાચાર બિજાપુર આવ્યા એટલે બિજાપુર બાદશાહે તે ભાગમાં બંડખોરોને હરાવી વ્યવસ્થા સ્થાપવાના કામ માટે સરદાર રણદુલ્લાખાનને સર સેનાપતિ નીમી એની સરદારી નીચે એક લશ્કર કર્ણાટક મોકલવાનું નક્કી કર્યું. સિંહાજીનાં પરાક્રમ અને શૌર્યનાં વખાણ બાદશાહ અને દરબારના સરદારોના મગજમાં તદન તાજાં જ હતાં એટલે બધાંને વિચાર આ ચડાઈમાં રણદુલ્લાખાનના હાથ નીચે સિતાજીને યુદ્ધમાં મોકલવાનો થયો. બાદશાહનો હુકમ થતાં જ સરદાર રણદુલ્લાખાનની સાથે સંગ્રામમાં જવા સિહાજી સજ્જ થઈને નીકળે. રણદુલ્લાખાન સર સેનાપતિ હતે પણ ચડાઈની ખરી જવાબદારી તે સિંહાને શિર હતી. રાયગિરિના રાજા વીરભદ્ર ખંડણી અટકાવી હતી તેથી તેના ઉપર ચડાઈ કરી ખંડણી વસુલ કરવાનું બન્ને સરદારે એ નક્કી કર્યું.
શક ૧૫૬૦ ઈ. સ. ૧૬૩૮ માં રાયગિરિ ઉપર ચડાઈ કરી વીરભદ્રને નમાવી ખંડણી વસુલ કરી સરદાર રણદુલ્લાખાન તથા સિહાજી વિજય મેળવી બિજાપુર પાછા આવ્યા. સરદાર રણુદુલ્લાખાન અને સિંહાએ મેળવેલા વિજય માટે બિજાપુર બાદશાહને અતિ આનંદ થયે.
શક ૧૫૬૧ ઈ. સ. ૧૬૩૯ માં સિંહાએ બસવાપટ્ટણ સર કર્યું. આ ફત્તેહથી મહમદ આદિલશાહ બહુ રાજી થયા અને સિંહાજી દિગ્વિજય કરીને બિજાપુર પાછા ફર્યા ત્યારે તેને માન આપ્યું, ગૌરવ વધાર્યું અને કનકગિરિની સનદ કરી આપી (રા. મા. વિ. ૮૧.). શક ૧૫૬૨ ઈ. સ. ૧૬૪૦ માં કનકગિરિમાં ગરાશિયા લેકેએ બંડ કર્યું. આ વખતે બિજાપુર દરબારનો સરદાર અફજલખાન કનકગિરિમાં થઈને જતો હતો તેની અને આ ગરાશિયા લેકે વચ્ચે ભારે લડાઈ થઈ. બન્ને પક્ષે પોત પોતાનું બળ અજમાવ્યું આખરે ગરાશિયા લેકાએ અફજલખાનને હરાવ્યું. આ વખતે સિંહાજી કનકગિરિની નજીકના કઈ મુલકમાં હતું. સિહાજીએ અફજલખાનની હારના સમાચાર સાંભળ્યા. બન્ને એક જ બાદશાહતના સરદાર હતા તેથી સિહાજીને આ હાર અસહ્ય લાગી અને અફજલખાનની હારનું વેર લેવા માટે સિહાજીએ ગરાશિયા લેકે ઉપર ચડાઈ કરી તેમને હરાવ્યા અને કનકગિરિ કબજે કર્યું. સિંહાએ મેળવેલી આ જીત માટે ખરું જોતાં અફજલખાનને આનંદ થ જોઈતા હતા પણ સિહાજીના વિજ્ય અફજલખાન સળગી ઊઠડ્યો અને સિંહાજીને માટે ઈર્ષા ઊભી થઈ અને આ કડવાશ આખર સુધી ટકી.
રણદુલ્લાખાને સિંહાજીને સાથે રાખીને તેની મદદથી શક. ૧૫૬૦-૬૧ ઈ. સ. ૧૬૩૮-૩૯ માં શ્રીરંગપટ્ટણ ઉપર ચડાઈ કરી અને તેમાં કાવેરી નદીની ઉત્તર દિશાને સઘળે પ્રદેશ કબજે કર્યો (કૃષ્ણસ્વામી આયંગર પ્રાચીન હિંદુ. પા. ૨૯૩.).
રણદુલ્લાખાનની સાથેની કર્ણાટકની ચડાઈમાં સિંહાએ નિચેના રાજાઓને પિતાના પરાક્રમ અને યુદ્ધ કૌશલ્યથી નમાવ્યા.
૧. બિંદુપુર (બેદનૂર) ના રાજા શ્રી. વીરભદ્ર ૨. વૃષપત્તન (વેલર) ના રાજા શ્રી. કંગનાયક ૩. કાવેરીપત્તનના રાજા શ્રી. જગદેવ ૪. શ્રીરંગપટ્ટણના રાજા શ્રી. કંઠીરવ ૫. તંજાવરના રાજા શ્રી. વિજયરાઘવ ૬. તંજી (ચંછ ) ના રાજા શ્રી. વેંકટનાયક ૭, મદુરાના રાજા શ્રી. ત્રિમલ નાયક ૮. પિલગંડાના રાજા શ્રી. વેંકટઆપા ૯. વિદ્યાનગર (વિજ્યાનગર ) ના રાજા શ્રી. રંગરાજા અને હંસકુટ ( હેપેટ ) ના રાજા શ્રી. તમ્મગૌડા (શિવભારત. સ. ૯ શ્લે. ૩૦ થી ૪૨. ૭૯ ).
સિંહાજીના પરાક્રમથી દિગ્વિજય યશ પિતાને મળ્યું તેથી રણદુલ્લાખાનને સિંહાજી સાથે સ્નેહ બહ જાડો થયો અને આવા સરદાર સાથેના સ્નેહમાં એ મગરૂરી માનવા લાગ્યો, રણદુલ્લાખાનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com