________________
થયે છે. કેટલાક મહાન ઇતિહાસકારોએ મહારાજના જીવન સંબંધીનું બીજું સાહિત્ય વાંચ્યા પછી પિતાને અભિપ્રાય બદલ્યો પણ છે. શિવાજી મહારાજના જીવન ચરિત્રનો અભ્યાસ ઈતિહાસઉસિક સ્વ. રાજવાડેએ બહુ ખંતથી કર્યો હતો અને એમના લખેલાં પુસ્તક આધારભૂત ગણાય છે. રા. સા. સર દેસાઈ તથા પ્રો. સર જદુનાથ સરકાર અને પ્રે. ડો. સુરેંદ્રનાથ સેનનાં પુસ્તક પણ આધારભૂત ગણાય છે. આ મહાન ઇતિહાસકારોના ગ્રંથને મેં આ પુસ્તક લખવામાં ઉપયોગ કર્યો છે.
આ પુસ્તક લખવા માટે આસરે ૧૦૦ પુસ્તકોને મારે અભ્યાસ કરવો પડે છે. આ પુસ્તક ધાર્યા કરતાં વધારે મોટું થઈ ગયું એટલે આ ચરિત્રનો ૪ ભાગ પુસ્તકરૂપે જુદા પ્રગટ કરવાનું નક્કી કરવું પડયું છે. આ ભાગમાં છે. શિવાજી મહારાજનું વર્તન, ચારિત્ર્ય, એમની તુલના, એમની રાજ્યવ્યવસ્થા, જુદાજુદા ખાતાની એમણે રચેલી રચના, છ. શિવાજી અને રામદાસ, શિવાજી અને સંતે, છત્રપતિ અને છત્રસાલ, મરાઠાઓનું નૌકાબળ, છત્રપતિ અને પરદેશી વહેપારીઓ વગેરે બાબતો મુકવામાં આવી છે. આ ભાગ જુદા પુસ્તકરૂપે પ્રગટ થશે.
વાંચકોને વિનંતિ શકય તેટલી મહેનત લઈને બની શકે તેટલા સાધને મેળવીને છ. શિવાજી મહારાજનું જીવન ચરિત્ર મેં ગુજરાતી ભાષા જાણનારાઓની સેવામાં રજુ કર્યું છે. વાંચકો એને સ્વીકારશે એવી આશા છે. હું વાંચકે આગળ વગર સંકેચે કબુલ કરી દઉં છું કે હું સાહિત્યકાર નથી કે કસાયેલે લેખક નથી. એક સાધારણ પંક્તિના લેખક તરીકે અભ્યાસ કરીને છે. શિવાજી મહારાજની વાર્તા મેં પ્રજા આગળ રજુ કરી છે. આ પુસ્તકમાં ભાષાની જે જે ભૂલ થઈ હોય તે માટે તથા પુસ્તકમાં જે જે ત્રુટીઓ વાંચકને માલમ પડે તે બધા માટે વાંચકે ઉદાર અંતઃકરણે મને માફી બક્ષે એટલી જ મારી વાંચકોને ચરણે વિનંતિ છે.
આભાર આ પુસ્તકના સંબંધમાં રા. સા. સર દેસાઈએ મને કીમતી સુચનાઓ કરી છે તથા છત્રપતિના ચરિત્રને લગતાં ચિત્રોના કેટલાક બ્લોસ પણ એમણે મને પૂરા પાડ્યા છે. એમની અનેક પ્રકારની મદદ અને સહકાર માટે એમને આભાર માનું છું. આ ચરિત્રમાં મુકવામાં આવેલા ચિત્રો પિકી ૧૦ ચિત્રના બ્લેકસ ઔધના મહારાજ સાહેબે અમને વાપરવા માટે આવ્યા તે માટે તેમનો
ન છે. વીરવિજય પ્રી. પ્રેસના માલીક અને મેનેજરે આ કામ પ્રત્યે કાળજી રાખી બનતી તાકીદે કામ પૂરું કર્યું તે માટે એમને આભારી છું.
આ પુસ્તક છપાતું હતું તે વખતે પ્રકસ તપાસવાનું કામ મારા સદગત સ્નેહી શ્રી. દલસુખભાઈના પુત્ર ચિ. નગીનભાઈએ માથે લીધું અને તે એમણે ખુબ મહેનત લઈ સંતોષકારક રીતે પૂરું કર્યું તે ઉપકાર તે ભૂલાય જ નહિ.
જ્યારે જ્યારે પુસ્તક લખવાનું કામ અનેક અડચણોને લીધે ખેÁબે પડતું ત્યારે ત્યારે મને ઉત્તેજીત કરી એ કામમાં મારું ચિત્ત પરાવનાર મારા પરમ મિત્ર શ્રી. ડાકટર માણેકલાલ તથા શ્રી ગોરધનદાસ કદિયા તથા શ્રી. માણેકલાલ ગાંધીને એટલે ઉપકાર માનું તેટલો ઓછો જ છે.
અંતમાં એટલું તે કહીશ જ કે શ્રી. સ્નેહી નંદલાલ મણીલાલ શાહે મને હિંમત આપી ને જોઈતી મદદ ન આપી હોત તો હું આ પુસ્તક પ્રજાના હાથમાં જ્યારે મુકી શકત તે કહેવું કઠણ છે. સ્નેહી શ્રી નંદલાલને હું આજન્મ ત્રણ છું.
જે જે ભાઈઓએ હસ્તે પરહતે આ પુસ્તકના કામમાં મદદ કરી છે તે બધાને આ સ્થળે હું આભાર માનું છું.
પુસ્તકમાં રહી ગયેલી ત્રુટીઓ માટે મને માફ કરવા ફરી એક વખત વાંચકોને વિનંતિ કરી હરજ લઈશ. વિજયાદશમી સં. ૧૯૯૦
લી. સેવક - ગોધર (પંચમહાલ)
વામન સી, મુકામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com