________________
God on the summits of Sahyadri to fight to a finish and establish “Hindu's Swaraj", a Hindu-pad-padashahi in Hindustan ? " God is on our side and He shall win ".
This word " Hindu's Swaraj”, coming from the pen of Shivaji himfelf, reveals, as nothing else could have done, the very soul of the great movement that stirred the life and activities of Maharastra for a hundred years and more. Even in its inception the Maratha rising was neither a parochial nor a personal movement altogether.
Sgt. Vinayak Damodar Savarkar
(Hindu-Pad-Padshahi).
હું મુસલમાન છું, પણ શિવાજીના પ્રધાન લક્ષણ સમું તેનું જે આવેશમય સ્વદેશાભિમાન તેની સ્તુતિ કર્યા વિના રહી જ શકતા નથી. અકબર એટલે સહિષ્ણુતાની મૂર્તિ, ફેઝી એટલે જ્ઞાનની જ્યોત અને શિવાજી એટલે સદેહ સ્વદેશાભિમાન. એક હિન્દી તેના દેશને પચાવી પાડનારા વિદેશીઓ અને વિધમીઓ સામે તેના બધા સામર્થથી મૂકે, એ વિરલ દેશભક્તિને હું મારી વંદના અપું છું અને હિન્દુસ્થાનના ઇતિહાસમાં શિવાજીને એજ સાચ્ચો અને કાયમી હિસ્સો છે.
છે. ખુદાબક્ષ ( કલકત્તા ).
હિંદુસ્તાનના એક ખૂણેથી બીજે ખૂણે ઇતિહાસના જે થોડાક નામે અતિ પરિચિત છે તેમાંનું એક નામ તે શિવાજી. બાળકે નિશાળે જાય ત્યારથી એનું નામ જાણવા માંડે છે અને એમના જીવનમાંના એક કાળ એવો હોય છે કે એમને શિવાજી થવાના રોજ સ્વમ આવે છે. મહારાષ્ટ્રમાં તો એ નામ લગભગ ઘરગથ્થુ થઈ પડયું છે. મહારાષ્ટ્રને ઇતિહાસ જ ખરેખર શિવાજીથી રચાય એમ કહીએ તે ચાલે.
શિવાજી મહારાજના જીવનમાં જે કંઈ મુખ્ય ચીજ શીખવાની હોય તે તે એમને સ્વાતંત્ર્યપ્રેમ. આ દેશમાં સદીઓની ગુલામીથી ટેવાઈને માણસની મનોદશા એવી કાયર થઈ ગઈ છે કે જે કોઈ પરદેશી આવે એને માથું નમાવી માન આપવાનું હિંદીને સ્વાભાવિક થઈ પડયું છે. જે વખતે શિવાજી જમ્યા તે વખતે એ ટેવ એવી સર્વવ્યાપક થઈ ગઈ હતી કે શિવાજી જેવા માણસને જન્મ એ યુગની એક આશ્ચર્યકારક ટના ગણાય. એમના જીવન અને કાર્યોથી એમણે નિઃસવ થતી પ્રજામાં નવું બળ આપ્યું. આજે પણ એ ઘર પુરુષનું સ્મરણ હિંદુ હદયમાં રહેલી કાયરતાને નાશ કરવા સમર્થ બને.
શિવાજી એટલે શૌર્ય, શિવાજી એટલે સ્વતંત્રતા; શિવાજી એટલે કાર્યદક્ષતા અને કાર્યરતતા; શિવાજી એટલે રાત્રિદિવસ જાગ્રત રહેતી હિંદની શક્તિશાલીતા. એમના નામ સ્મરણ માત્રથી જ પ્રત્યેક હિંદીના હદયમાં સ્વાભિમાન જાગ્રત થાઓ. આવા એક મહાપુરુષને અંજલિ આપતાં મને આનંદ થાય છે.
બી. લીલાવતી મુનશી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com