________________
શિવાજીને આત્મસંયમ પણ તેની આકર્ષણશક્તિ અને તેના વીરત્વ એટલે જ જ્વલંત હતે. શિવાજીની આ ખાસિયત, તેના કાળની સ્વચ્છેદપ્રિયતા અને પાશવતાના મુકાબલે અજબ-વીરલ જ ભાસે છે. યુદ્ધના ઉન્માદમાં કે દ્રવ્યની બૂરી જરૂરતના સમયમાં જ્યારે તેના સભ્યો મુગલેના મુલકે ઉપર છાપ મારતાં, ત્યારે પણ ગાયે, સ્ત્રીઓ અને કૃષિકારોને ન સતાવવાની એની સખત તાકીદ હતી ખાસ કરીને સ્ત્રી જાતિ તરફ તે સંપૂર્ણ સૌજન્ય જ દાખવવામાં આવતું. કઈ વખત યુદ્ધમાં શદળની સ્ત્રીઓ પકડાઈ જતી ત્યારે પણ શિવાજી તેમને સંપુર્ણ માનમરતબા સાથે તેમના પતિને સેંપી દેતા.
ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે.
શ્રી “શિવરાયા–શિવાજી છત્રપતિનું જીવન ચરિત્ર લખી ભાઈશ્રી વામનરાવ સીતારામ મુકાદમે ગુજરાતી સાહિત્યની મોટી ખોટ પુરી પાડી છે અને આવા અનુપમ પુસ્તકથી પ્રેરાઈ ગુજરાતી સાહિત્યમાં મહારાષ્ટ્રીય સામ્રાજ્ય સબંધે અનેક સામગ્રીનું ભંડોળ સજશે, એ નિઃશંક છે.
ક્ષત્રિય કુલાવસ શ્રી શિવાજી છત્રપતિ મહારાજનો જન્મ એવા કટોકટીના સમયે થયો હતો કે જેને મુકાબલો થઈ શકે એમ નથી અને તેથી જ ભૂખણ કવિએ બરાબર ભાખેલું કે “શિવાજી ન હત, તે સુન્નત હેત સબકી.” આજ સમય ફ્રાન્સના ઈતિહાસમાં ૧૭૮૯ના વિપ્લવ થયા બાદ નેપેલિયનની સત્તાના પ્રાદુર્ભાવ વખતે હતે. ચારે દિશાએથી કાન્સ વિજેતા દુશ્મનોથી ઘેરાતું, મરવાની તૈયારીમાં પડું પડું થઈ રહ્યું હતું. ઇંગ્લેડ, જર્મની, રશિયા, ઈટાલી, ઑસ્ટ્રીયા, સ્પેન વિ. રાજ્યસત્તાનાં પ્રબળ સો ફાન્સ પર ચઢી આવતાં હતાં, તે વખતે “લા માર્સેલ્સ' (La marseillaise) ના ઐતિહાસિક રણગીતની વીરતાથી પરિપૂર્ણ વિરહાકે એકત્રિત કરી કાન્સને જે કઈ નર બચાવ કર્યો હેય તે, તે વીર નેપોલિયને જ તેણે ફ્રાન્સને ઉગાર્યું, એટલે તે નહિ, પણ ફ્રાન્સ ઉપર ચઢી આવતાં સિન્યને પરાભવ કરી, ઈટાલી, રશિયા, ફ્રાન્સ, સ્પેન વિગેરેને મહાત કરી. સ્ટીઆની ગર્વશીલ રાજવંશી કંવરીને વરી, પિતાને રાજવંશ સ્થાપી, ફ્રાન્સને મહત્તા અપી, મધ્યકાલીન સમયના શાહમાનની જેમ પોતે પશ્ચિમાત્ય યુરોપને સમ્રાટ (Emperor of the West) ગણવા લાગ્યા અને અદ્યાપિ પણ નેપોલિયને રચેલા કાયદા Code Napoleon ઉપર જ ફ્રાન્સ તો શું પણ સમગ્ર પાશ્ચિમાત્ય અને મધ્યવર્તી યુરોપનું રાજકીય અને સામાજીક બંધારણ અવલંબેલું છે. નેપોલિયન એક મહાન વિજેતા હોવા ઉપરાંત એક મહાન રાજ્યકર્તા હતા તે આ ઉપરથી પુરવાર થાય છે.
આમજ શિવાજીએ ધર્માધિ બનેલ ઔરંગઝેબની શહેનશાહત સામે ટક્કર ઝીલી, તથા પાડોશની મુસલમાન સત્તાને હંફાવીને હિંદુપત પાદશાહીને પાયો નાખ્યો અને તે સ્વધર્માવલંબી સ્વરાજ્યના બીજનું વૃક્ષ શાહુ મહારાજના સમયમાં પેશ્વાની પ્રબળ સત્તા અને પ્રખર શક્તિના પરિણામે અખિલ હિંદુસ્તાનમાં ફેલાયું. કેવળ દક્ષિણની મુસલમાની સત્તાને ઢાંકી દેવા ઉપરાંત દિલ્હીની ૫ડું પડું થઈ રહેલ પાદશાહીનાં મૂળ ઉખેડી નાંખ્યાં અને અદ્યાપિ પણ, મહારાષ્ટ્ર અને કર્ણાટક ઉપરાંત ગુજરાત, માળવા, બુંદેલખંડ, વિ. પ્રદેશમાં મહારાષ્ટ્રીય સામ્રાજ્ય અસ્તિત્વ ધરાવે છે, તે તેમજ બીજા સહુ વિભાગોમાંથી મુસલમાની સત્તાને નાશ થયો તે બધું, ફક્ત ટૂંક સમય ફેલાયેલ આ હિંદુપત પાદશાહીને જ પ્રતાપ છે. બ્રિટીશ રાજ્યસત્તા તે અણીને સમયે વખતનો લાભ લેઈ બધાને રમાડી પિતાની બાજીમાં કાવી ગઈ તે ઉપરાંત તેણે કાંઈ વિશેષ કર્યું નથી. અત્યારે પણ શિવાજીના રાજતંત્રની રચના મુજબ જ બ્રિટીશ રાજ્ય વહીવટ જમાબંધી વિ. વિષયમાં અનુસરે છે, તે પુરવાર કરે છે કે શિવાજી પણ એક મહાન વિજેતા હોવા છતાં એક શાણા રાજ્યકર્તા હોઈ તેમની સર્જકશક્તિ વીર નેપોલિયનની માફક મહત્તાપૂર્ણ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com