________________
ર
છે. શિવાજી ચરિત્ર
પ્રકરણ ૩ જે જ કે એ જહાંગીર બાદશાહના અમલ વખતે દક્ષિણમાં અમલ ઉપર હતા અને દક્ષિણના નિઝામશાહી અને આદિલશાહી બાદશાહતના ઘણાં સરદાર સાથે એને ઘાડે સંબંધ હતો એટલું જ નહિ પણ જ્યારે એની ચલતી હતી ત્યારે એણે ઘણા ઉપર ઉપકાર કરીને પિતાના ઉપકાર નીચે દબાવ્યા હતા અને એવી રીતે દક્ષિણના ઘણું સરદાર ખાનજહાન લોદીના ઋણી હતા. દક્ષિણના સરદારો અને બાદશાહની મદદથી દિલ્લીને ધ્રુજાવી આખરે એને ઉથલાવી પાડવાને એને ઈરાદો હતો. પણ દક્ષિણમાં આવીને જોયું તે બધાને પોતપોતાની પડી હતી, દક્ષિણની સ્થિતિ તપાસતાં એને માલુમ પડયું કે તે વખતે દક્ષિણમાં ત્રણ સત્તાની હાક વાગી રહી હતી. (૧) નિઝામશાહીની (૨) આદિલશાહીની (2) સિંહાની. આ ત્રણમાં નિઝામશાહીનું વાજું તે મુરતુઝાની મૂર્ખાઈને લીધે ઢંગધડા વગરનું બની ગયું હતું. આદિલશાહી તે બીજાપુરની સરકાર અને મુગલેની સાથે મળતિયાપણું રાખે ત્યાં સુધી જ હતી. બાકી રહ્યો સિંહાજી. બેની અવદશા જોઈ એટલે સિંહાજીની સાથે પાનું પાયા વગર એને છૂટકે જ નથી એમ માની ખાનજહાન લેદી સિંહાજીને આવી મળે.
શક ૧૫૫૧-૧ર માં સિંહાએ નિઝામશાહીને ઘણે મુલક કબજે કર્યો. ખાનજહાન લોદીની કુમકથી સિંહાજીએ નિઝામશાહીને જીગર અને સંગમનેરથી અહમદનગર અને દલિતાબાદ સુધીને મુલક મેળવ્ય એ જોઈ આદિલશાહી બાદશાહત કંપી ઊઠી. ત્યાર પછી ભીમગઢ નામને એક જૂનો ભાંગી તૂટી હાલતને કિલ્લો સિંહાજીના કબજામાં આવ્યો હતો તેને સિંહાજીએ સમરાવી દુરસ્ત કર્યો અને એ કિલ્લાનું નામ “શાહગઢ” પાડી તેના ઉપર પોતાનું થાણું જમાવ્યું.
દક્ષિણમાં ખાનજહાન લોદી સિંહાઇ ભેંસલેને મળી ગયો છે અને લોદીની કુમકથી સિંહાજીએ નિઝામશાહીને ઘણો મુલક કબજે કરી લીધું છે અને જબરું જોર જમાવ્યું છે એ વાત દિલ્લીના દરબારમાં પહોંચી એટલે બાદશાહ શાહજહાનનો આખે ખુલી ગઈ અને બાદશાહ જાતે દક્ષિણ ઉપર ચડાઈ લાવ્યો. શક ૧૫૫૧ સને ૧૬૨૯ માં શાહજહાન બાદશાહે દિલ્લીથી આવી બહાનપુરમાં મુકામ નાખ્યો અને આદિલશાહની સાથે તહનામું કર્યું. દક્ષિણમાં ખાનજહાન લેદીએ જેનો આશ્રય લીધો હતો તે સિંહાજીના પૂના પ્રાન્ત ઉપર બિજાપુરવાળાએ મુરાર જગદેવને ચડાઈ કરવા રવાના કર્યો. સિંહાજીની સ્થિતિ ફરી પાછી કઢંગી બની ગઈ અને જમીનદોસ્ત થવાને વખત આવી પહોંચે અને વખત વિચારી વર્તન કરવાનું મુત્સદ્દીપણું સિંહાજીમાં નહિ હોત તે એ જમીનદેસ્ત થઈ પણ જાત. સિંહાજીએ વખત વિચાર્યું. આદિલશાહી નિઝામશાહી અને મુગલાઈ એ ત્રણેની સામે ટકી શકાય એટલી શક્તિ પિતામાં નથી એવું જ્યારે પ્રમાણિકપણે સિંહાજીને લાગ્યું ત્યારે સામે જોઈ વિચારી વર્તનમાં ફેરફાર કરી પ્રતિકૂળ વખતને જ કરવાનો વિચાર કર્યો. પ્રતિકૂળ વખતે માથું નીચું કરી અનુકૂળ વખત આવે તેને પૂરેપુરું ઊંચું કરવાની કળા સિંહાજીએ બહુ સુંદર રીતે સાધી હતી.
જંગલમાં માણસને ઓચિંતે વાઘ મળે ત્યારે એકદમ માણસને દેખી વાઘ ચમકે છે અને માણસ પણ વાઘને જોઈને ગભરાય છે. બન્ને એક બીજાથી બીએ છે. તેવી જ સ્થિતિ સિંહાજી અને શાહજહાનની થઈ હતી મિઠાએ એ ત્રણેની ભેગી શક્તિનો વિચાર કર્યો હતો. સિંહાજી અજબ શક્તિ આ વાળો ધો છે એની જાણ હોવાથી શાહજહાને પણ એનું બળ આંકયું હતું. ગમે તેમ કરી સિંહાને ખાનજહાન લોદીથી 2 પાડવાનો શાહજહાનને ઈરાદે હતા. અનુભવથી શાહજહાને જાણ્યું હતું કે સિંહજીની સામે શિંગડા માંડવાથી સંખ્યા બળને લીધે વખતે જીતી જઈશું પણ એમાં લાભ ખાટવાના નથી, તેથી સિંહાજીને સમજાવી દૂર કરાય તે ઠીક એમ શાહજહાનને લાગતું હતું. સિંહાએ પણ પિતાની સ્થિતિને વિચાર કરી કનેહ વાપરી. એણે વિચાર કર્યો કે આ વખતે મુગલો સાથે મળી જવામાં જ માલ છે. મુગલેને પડખે રહ્યાથી આદિલશાહી સતાવી શકશે નહિં અને સર્વે સારાં વાનાં થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com