________________
©. છે. શિવાજી ચરિત્ર
[પ્રકરણ ૩ . સેનાપતિની સરદારી નીચે આદિલશાહી મુલ ઉપર ચડાઈ કરીને આવ્યું હતું. શક ૧૫૪૯ સને ૧૯૨૭માં કદરિ કજરી આગળ સિંહાજી રાજા ભેસલેની સરદારી નીચે આદિલશાહી લશ્કરે સામને કર્યો. લડાઈ બહુ જબરી થઈ. સિંહાએ નિઝામશાહી લશ્કરને સખત હાર ખવડાવી અને એમના સર સેનાપતિ હમીદખાનને નિઝામશાહી હદમાં મારી હઠાવ્યો. આ લડાઈમાં મળેલી જીતથી બિજાપુર દરબારમાં સિહાજીનું માન ખૂબ વધ્યું. કદરિ કરીની છતમાં નિઝામશાહીને વરંડો પ્રાન્ત શક ૧૫૫૦ માં (સ. મા. વિ. ૨૦) સિંહાજીએ કબજે કર્યો અને બિજાપુરના બાદશાહના રક્ષિત પ્રાંત તરીકે લશ્કર સહિત સિંહાજી તેને અમલ કરવા લાગ્યો.
કંદરિ કોરીની લડાઈમાં સખત હાર ખાધા પછી હમીદખાને નિઝામશાહના કાન ફત્તેખાનના સંબંધમાં ભંભેરવા માંડ્યા. બધાએ મળીને નિઝામશાહની ખાત્રી કરી આપી કે આદિલશાહીને ઈરાદા પૂર્વક છંછેડીને ફરેખાને રાજ્ય ઉપર આફત આણી, અને હવે મુગલેને હાથે બાદશાહી ડુબાવવાની તૈયારી કરી રહ્યો છે. વધારામાં નિઝામશાહના મનમાં એ વાત પણ ભરાઈ ગઈ કે ફખાનને તેના બનેવી બિજાપુર દરબારના મુસ્તફાખાને ફેડ્યો છે અને તે નિઝામશાહને નિમકહરામ છે (રા. મા. વિ. પ૭). આ બધું જાણ્યા પછી ફખાનને નિભાવે એ નિઝામશાહ માટે અસહ્ય થઈ પડયું હતું. નિઝામશાહે ફરખાનને કેદ કર્યો અને વછરીનાં વસ્ત્રો તબરિકખાનને આપવામાં આવ્યાં. લખુજી જાધવરાવને નિઝામશાહીની વછરીને બહુ જબરે સ્વાદ પડ્યો હતો. એટલે બહુ ઝીણી નજરથી નિઝામશાહીને રાજવહીવટ જોઈ રહ્યો હતો, નિઝામશાહીનો નબળો કારભાર જોઈ જાધવરાવને લાગ્યું કે આ વખતે હું મારું ઘેડું આગળ ધકેલું તો ચાલી જશે અને ફરી પાછા વછરીનાં વસ્ત્રો મળી જશે. લખુજી જાધવરાવે અણુ વખતે નિઝામશાહીને અધવચ લટકાવેલી એ દાવ નિઝામશાહ ભૂલે એવો નહતા. વળી મુગલની સેડમાં ભરાઈ નિઝામ સરકારને સતાવવામાં એણે કંઈ બાકી રાખી નથી એ વિચારથી નિઝામશાહનું મગજ એને માટે ગરમા ગરમ હતું જ અને ભવિષ્યમાં જાધવરાવ નુકસાનકારક નીવડશે એવું પણ નિઝામશાહે ધાર્યું હતું. જાધવરાવે નિઝામશાહ સાથે ચલાવેલી વર્તણૂક નિઝામશાહના મગજમાંથી હજુ ભૂસાઈ ન હતી. જાધવરાવ નિઝામશાહીમાં પેસી જવાની તક જોઈ રહ્યો હતો અને નિઝામશાહ જાધવરાવને ઘાટ ઘડવા માટે તેને ફાંદામાં પકડવાની તક જોઈ રહ્યો હતે..
નિઝામશાહ બહુ ટુંકી બુદ્ધિનો માણસ હતો. એનામાં વખત પારખવાની બીલકુલ શક્તિ ન હતી. આવેલી તકનો લાભ શી રીતે લે એ તે એને આવડતું જ ન હતું. એ સ્વછંદી અને તેરવાળા માણસ હતો. એના મગજમાં ધૂન આવે એટલે એ એનાં કૃત્યેનાં પરિણામને કઈ દિવસ વિચાર કરતો જ નહિ.
પિતે નિઝામશાહીની સેવા કરવા આવવા ખુશી છે, એમ લખુજી જાધવરાવે નિઝામશાહને કહેવડાવ્યું. આ સંદેશે સાંભળી નિઝામશાહની વેવસુલ કરવાની વૃત્તિ સતેજ થઈ અને જાધવરાવનું કાસળ કાઢવાનું કાવત્રું કરવા માંડયું. જાધવરાવ જે બળવાન સરદાર જે વખતે રાજના પાયા ઢીલા થઈ ગયા હતા ત્યારે બાદશાહતની સેવા કરવાનું કહેણ મોકલે છે તે વખતે તેને સ્વીકારી તેનાથી રાજ્યને
જે લાભ થાય તે લઈ હાલેલી બાદશાહત મજબુત કરવામાં જ નિઝામશાહનું ડહાપણ હતું, પરંતુ આ રસ્તો એને ન સૂઝયો. લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મેં જોવા જવા જેવું નિઝામશાહે કર્યું. જાધવરાવનું વેર લેવાની વૃત્તિ નિઝામશાહમાં એટલી બધી તીવ્ર થઈ ગઈ હતી કે પોતાના ઘાતકી કત્યથી સલ્તનતને કેટલું ભેગવવું પડશે તેને વિચાર સરખે પણ નિઝામશાહે ન કર્યો. વેરવૃત્તિથી નિઝામશાહ ધુંધવાઈ રહ્યો હતો.
સેવાની શરતે નક્કી કરવા માટે રૂબરૂમાં મળવા જાધવરાવને નિઝામશાહે કહેવડાવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com