________________
પ્રકરણ ૧૨ મું]
છે. શિવાજી ચરિત્ર હું આપને જણાવીશ કે આપે જઝિયા સૌથી પહેલાં તે હિંદુઓના શિરોમણિ રાણું રાજસિંહ પાસેથી વસુલ કરવો જોઈએ અને તે પછી મારી પાસેથી. હું તે આપની સેવામાં જ છું એટલે મારી પાસેથી તે ઉઘરાવવાનું કામ આપને માટે જરાયે મુશ્કેલ નથી. શહેનશાહ આલમગીર ! આપ સાચેજ માનજે કે કીડીમ કેડીને પગ તળે ખુંદવામાં શૌર્ય કે બહાદુરી નથી.
શહેનશાહ ! આપના અમલદારોની વિચિત્ર વફાદારી જોઈ હું તે આશ્ચર્યચકિત થયેલ છે. આપના અમલદારે આપને સાચી વસ્તુસ્થિતિથી વાકેફ જ કરતા નથી. રાજ્યમાં ચોમેર સળગી રહેલી આગને આપના અમલદારો ઘાસથી ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યા છે.”
૭. ફરી પાછા બિજાપુર તરફ જાલનાપુરની લૂંટને માલ લઈ જતાં મુગલો સાથે સંગમનેરને સંમામ પતાવી મહારાજ પિતાના લશ્કર સાથે વિશ્રામગઢમાં વિશ્રામ લેવા રોકાયા હતા ત્યાં સીદી મસાઉદને મદદ માટે પત્ર આવ્યો. એણે મદદ માટે ભારે કાલાવાલા કર્યા અને બહુ આગ્રહની વિનંતિ ગુજારી હતી. મસાઉદની વિનંતિની મહારાજના મન ઉપર અસર થઈ અને એમણે તરતજ પિતાનું લશ્કર સર નેબત હબીરરાવ માહિતેની સરદારી નીચે બિજાપુર તરફ રવાના કર્યું હતું.
બિજાપુરની મદદે શિવાજી મહારાજે મરાઠા લશ્કર રવાના કર્યાની ખબર મુગલેને મળી હતી એટલે તેને અટકાવવા માટે સરદાર રણમસ્તખાનને મુગલોએ ૮૦૦૦ સવાર આપીને મોકલ્યો. એણે રસ્તામાં જ હેબારાવ ઉપર હલ્લો કયી. હેબીરરાવ કંઈ મુગલથી જાય એવો ન હતો. એણે રણુમસ્તખાન સાથે લડાઈ કરી. બને છેદ ઉપર ચડ્યા. આખરે મરાઠાઓને મારે સખત અને અસહ્ય થઈ પડવાથી મુગલ લશ્કર અવ્યવસ્થિત થઈ ગયું અને નાસવા લાગ્યું. મુગલ લશ્કરનો પરાજય કરી હબીરરાવ દિલેરખાનની છાવણી તરફ ગયો. વારંવાર છાવણી ઉપર છાપા મારીને એ મુગલ લશ્કરને થકવવા લાગ્યા. મુગલ લશ્કરની રસદ મરાઠાઓએ અટકાવી. દાણા, ઘાસ, બળતણ વગેરે રોજની જરૂરિયાત મરાઠાઓ અટકાવવા લાગ્યા એટલે દિલેરખાનની છાવણીમાં હાહાકાર થઈ ગયો. ઘેડા, બળદ અને યુદ્ધમાં ઉપયોગી બીજા જનાવર ઘાસ ચારા વગર મરવા લાગ્યાં. આવી દુર્દશા હું બીરરાવે દિલેરખાનના લશ્કરની કરી નાંખી, ત્યારે એ છાવણી ઉઠાવીને ઔરંગાબાદ પાછો ગયો. હંબીરરાવ પણ તેની પૂછે પડ્યો હતો. મુગલ લશ્કર ઔરંગાબાદ પહોંચ્યું ત્યાં સુધી હબીરરાવે એની પૂઠ પકડી હતી. ભીમા નદી નજીક મુગલ લશ્કર સાથે દિલેરખાન આવ્યો એટલે હું બીરરાવે એના ઉપર ધસારો કર્યો. મરાઠાઓએ કતલ શરૂ કરી. કેટલાક પઠાણ દ્ધાઓ રણમાં પડ્યાં. આખરે નાસતા ભાગતા મુગલે ઔરંગાબાદ જઈ પહોંચ્યા.
દિલેરખાન પાછા હઠયો હતો. પિતાના ઘણા સિપાહીઓ એણે ખેયા હતા છતાં એ નરમ પડ્યો ન હતે. લડાઈની મોસમ આવતાં જ એણે પિતાનું લશ્કર તૈયાર કર્યું અને બિજાપુર સરકારને મુલક લૂંટવાનું કામ હાથ ધર્યું. આ ચડાઈઓમાં એણે બહુ અત્યાચાર કર્યા. મુગલના જુલમ, ત્રાસ અને અત્યાચારોમાંથી બચવા માટે ઘણી હિંદુ અને મુસલમાન સ્ત્રીઓએ આત્મહત્યા કરી. કેટલેક ઠેકાણે તે ગામના ગામ બાળીને એણે ઉજ્જડ ક્ય. આ ગામમાંથી ઘણું હિંદુઓને ગિરફતાર કરીને એમને ગુલામ બનાવ્યા.
અથણું શહેર એણે લૂટયું અને બાળી ભસ્મ કર્યું. અથણીમાંથી પણ ઘણા હિંદુઓને એણે કેદ કર્યા અને તે બધાને એણે ગુલામ બનાવ્યા. શંભાજી આ વખતે એની સાથે હતો. તેને દિલેરના આટલી હદ સુધીના અત્યાચાર ન ગમ્યા. ત્યાંથી આગળ વધીને દિલેર કર્ણાટકમાં પેઠે અને ત્યાં લૂંટ
81
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com