________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૧ મું વિચાર કરજો અને શેક તથા ગ્લાનિને ત્યાગ કરજે. પહેલાંની માફક આનંદમાં રહેજો. હું જીવતે છું ત્યાં સુધી તમને ફેઈ જાતની ફિકર નથી. હું વડીલ છું એટલે ચિંતા અને ફિકરને ભાર તે મારે માથે હેય. તમે જો પૂર્વવત વર્તન નહિ કરે તે મારે તમને મારી પાસે રાખવા પડશે. રઘુનાથપંત હસુમતેને પારકા ગણી આગલું પાછલું યાદ રાખી એમની સાથે અતડાઈનું વર્તન રાખી નાહક તમે દુખી થતા નહિ અને એમને દુખી કરતા નહિં. એમના મનમાં આપણું બન્નેને માટે માન છે. આપણું કદંબ પ્રત્યે એ વફાદાર છે. તમારા મનમાં તમે કઈ જાતને સંકોચ રાખતા નહિ. હું તમારે માટે ભાઈ છું. મારી આગળ તમારે તમારી અડચણો મૂકવી જોઈએ. હું માનું છું કે તમે શોક છોડી દઈ પહેલાંની માફક વર્તન કરશો. ડું લખ્યું ઘણું કરી માનજો.”
૬. ઔરંગઝેબને ઉકળાટ. કર્ણાટકમાં શિવાજી શું શું કરી રહ્યો છે અને કણ કણ મદદ કરી રહ્યું છે, કોણ કોણ તટસ્થ રહ્યા છે વગેરે બધી નાની મોટી હકીકતની ખબરો ઔરંગઝેબ એના હેર મારફતે મેળવતે હતે. દક્ષિણના મુગલસૂબાની હિલચાલ, વર્તન તથા વલણ સંબંધી પણ બહુ છૂપી અને ઝીણામાં ઝીણી માહિતી, પિતાના વિશ્વાસપાત્ર છૂપા બાતમીદારોને મોકલીને ઔરંગઝેબ મેળવી લેતે હતે. શિવાજી મહારાજે ગોવળડાના કુતુબશાહ સાથે સુલેહ કરી અને બન્ને એકબીજાને મદદગાર થઈ ગયા એ ખબરે ઔરંગઝેબમાં દોધના ભડકા ઉભા કર્યા વિરોધી કેમોને માંહોમાંહે લડાવી અથવા વિરોધીઓમાં કુટુંબકલહ દાખલ કરી, દુશ્મનેમાં કજીઆકંકાસ ઉભા કરી અને વેરીઓમાં તડ પડાવી દુશ્મનને નબા કરી પોતાની સત્તા મજબૂત કરવાની કળામાં ઔરંગઝેબ પિતાને પાવરધે માનતા હતા. શિવાજીએ મુસલમાન સુલતાન સાથે મેળ કરી બીજી મુસલમાની સત્તાને ઉખેડવામાં એ મેળનો ઉપયોગ કર્યો અને મુસલમાન સત્તાઓને એકબીજાની સાથે લડતી કરી એ જોઈ ઔરંગઝેબને ભારે ઈર્ષા થઈ. એને લાગ્યું કે મારી એ કળામાં પણ મને શિવાજી જીતવા દેતા નથી. કાબશાહીની મુસલમાની સત્તાને મનાવી તેની સાથે તહનામું કરી, એના જેર ઉપરથી બીજી મુસલમાન સત્તાઓનાં મૂળ ઉખેડવા શિવાજી મહારાજ તૈયાર થયા. શિવાજી મહારાજનું આ કૃત્ય ઔરંગઝેબથી સહન થાય એવું હતું જ નહિ. શિવાજી જેવા કામરની સાથે પાક ઈસ્લામ ધર્મને સુલતાન સલાહ કરે એ સાંભળીને ઔરંગઝેબ શાન્ત ચિત્ત બેસી રહે એવો ન હતો. એણે કુતુબશાહીને આ કૃત્ય માટે સજા કરવાને નિશ્ચય કર્યો અને કુતુબશાહ અને શિવાજી એ બન્નેને પાંસરા દર કરવા દક્ષિણના મુગલ અમલદારેને લખ્યું. મહારાજા જયારે કર્ણાટક ઉ૫ર ચડાઈ માટે નીકળવાના હતા તે પહેલાં એમણે દક્ષિણના મુગલેને પૂરતો બંદોબસ્ત કરી દીધો હતો. શહેનશાહને ખંડણી આપીને અને બહાદુરખાનનું ખીસ્સે ભરીને શિવાજી મહારાજે દક્ષિણના મુગલનાં મેં દાખ્યાં હતાં. પિતાની ગેરહાજરીમાં મુગલે તેફાન ન કરે તે માટે ભૂતને બાકળા નાંખવાની શિવાજી મહારાજની યુક્તિનું ઉંડાણ ઔરંગઝેબ એકદમ માપી શક્યો ન હતો, પણ પાછળથી એના ધ્યાનમાં આવ્યું કે મુત્સદી શિવાજી આ બાબતમાં થપ્પડ મારી ગયો છે. બીજું એ વખતે શિવાજી મહારાજની આ સરો અને સૂચનાઓ પિતાની ભલામણુ સાથે બહાદુરખાનને બાદશાહ તરફ દિલ્હી રવાના કરી હતી ત્યારે બાદશાહ પઠાણના ઝગડામાં ગુંથાયેલું હતું, એટલે એ સૂચનાઓ સ્વીકારવાની એને જરૂર ૫ણ જણાઈ હતી પણ એ ઉપર પાછળથી ઉંડે વિચાર કરતાં એને પિતાની ભૂલ માલુમ પડી અને બહાદુરખાનના વલણમાં પણ એને શંકા ઉભી થઈ. આ વખતે સરદાર દિલેરખાન પણ દક્ષિણમાંજ હતું એટલે બાદશાહે દિલેરખાનને અને દક્ષિણના મુગલ સૂબેદારને સૂચનાઓ કરી કે એમણે શિવાજીને કર્ણાટક જવા માટે રસ્તો આપવા તથા તેને કુમક કરવાના ગુના માટે કુતુબશાહી સુલતાનને
જો કરવા જણાવ્યું અને એના ઉપર તાકીદે ચડાઈ કરવા લખ્યું. શહેનશાહના ફરમાન મુજબ દક્ષિણના મુગલ અમલદારે તૈયાર થયા અને એમણે કુતુબશાહી તરફ મોરચો ફેરવ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com