________________
૩૬
છ. શિવાજી ચરિત્ર
પ્રકરણ ૨ જ.
ઊભા થયેલા હૃદયરોગની દવા નથી. હિંદુ દેવીએની આ દશા પુરાતન સમયથી ચાલી આવી છે. જીજાબાઈ શિવનેરી કિલ્લામાં સુરક્ષિત હતી. રક્ષણ અને વ્યવસ્થામાં ત્યાં કાઈ પણ જાતની ઉણપ નહતી પણ પોતાના પતિની પાછળ પોતાના જ પિતા દુશ્મન થઈને પડ્યો છે. એનું શું થશે એ ીકરમાં એ પડી હતી. પતિની અડચણા અને આક્તાના સંબંધમાં અનેક કલ્પનાએ કરી સતી જીજાબાઈ દુખી થઈ રહી હતી. સિંહાજી ભિન્નપુર સહીસલામત પહોંચ્યાના શુભ સમાચાર જીજાબાઈ તે મળી ગયા હતા, છતાં તેના હૈયામાં ચિંતાની ચિતા સળગી રહેલી જ હતી. આ હૈયાહેાળીથી જીજાબાઈ ને જીર્ણજ્વર લાગુ પડ્યો. શરીર સુકાવા લાગ્યું. પાસે પતિ નહિ. પુત્ર શ`ભાજી પણ સિંહાજીની સાથે જ હતા. પિયેર તા જીજાખાનું કયારનું ઉજવાઈ ગયું હતું. આવી દુખી દશામાં જીજાબાઈ દિવસે। ગુજારતી હતી. શિવનેરી કિલ્લા ઉપર શિવાઈ દેવીનું સ્થાનક છે. પતિકલ્યાણ માટે અને સુખરૂપ પ્રસૂતિ માટે જીજાબાઈ એ આ શિવાઈ દેવીની ઘણી બાધાઓ રાખી. એમ કરતાં કરતાં પ્રસૂતિને સમય સમીપ આવી પહેાંચ્યા. જીજાબાઈ ને પ્રતિવેદના શરૂ થઈ. શિવાઈ દેવીનું જીજાબાઈ એ સ્મરણ કર્યું. શક ૧૫૪૯ પ્રભવ નામ સંવત્સર વૈશાખ શુ. ૧ ગુરુવાર ઉત્તર રાત્રે અશ્વિની નક્ષત્રમાં તા. ૬ એપ્રિલ ૧૬૨૭ તે રાજ શિવનેરી કિલ્લામાં દેવગિરિના રાન્ત રામદેવથી ઊતરી આવેલા યાદવ વંશના સિંધખેડવાળા લખુજી જાધવરાવની કન્યા, સૂર્યવંશી સિસોદિયા રજપૂત પ્રસિદ્ધ બાપ્પા રાવળથી ઊતરી આવેલા મેવાડના રાણાના કુળના શ્રીસિંહાજી રાજા ભાંસલેની ધર્મ પત્ની જીજાબાઈ ને પેટે પુત્રરત્નના જન્મ થયું. સર્વેને આનંદ થયા. આશ્રિતને બક્ષિશે આપવામાં આવી. લાગતા વળગતા લોકેાના આનંદનો પાર ન માય. સિંહાને આ શુભ સમાચાર જણાવવા માટે ખાસ માણસ મેાકલવામાં આવ્યા. જીનબાઈની પ્રવ્રુતિના શુભ સમાચાર સાંભળી સિંહાજી રાજાને ભારે આનંદ થયા. વધામણી લાવનારાઓને ભારે ઈનામા આપવામાં આવ્યાં. મહારાષ્ટ્રમાં નામકરણ વિધિ ( નામ પાડવાની વિધિ) જન્મને બારમે દિવસે કરવામાં આવે છે. મહારાષ્ટ્રની રુઢિ મુજબ આ બાળકનું નામ પાડવાના દિવસ આવી પહોંચ્યા. બ્રારમે દિવસે આ પનાતા પુત્રનું નામ પાડવાનું નક્કી થયું. આ પુત્ર શ્રીશિવાઈ માતાની કૃપા છે એમ સમજી અને શ્રીશંકરને આ પ્રસાદ છે એમ માની આ બાળકનું નામ “શિવબા ” પાડવામાં આવ્યું. આ ‘ શિવબા ' તે હિંદુ ધર્મના તારણહાર તરીકે પૃથ્વીમાં પ્રખ્યાત થયેલા, દસે દિશામાં જેની કીર્તિના ડંકા વાગ્યા તે શ્રી છત્રપતિ ‘“ શિવાજી મહારાજ.
33
મહાન નેપોલિયન નાપા ને વૉટરલુની લડાઈમાં હરાવનાર અંગ્રેજ સેનાપતિ ચૂકઑફ વેલિંગડનની જન્મ તારીખના સબંધમાં જેમ જુદા જુદા અભિપ્રાયા છે અને તેની જન્મ તારીખ અનિશ્ચિત રહી તેવીજ સ્થિતિ શિવાજી મહારાજની જન્મતિથિના સબંધમાં થયેલી છે. શિવાજી મહારાજની જન્મતિથિના સબંધમાં બહુ ગૂંચવાડા છે એ દિલગીરીની વાત છે. એમના જીવનચરિત્ર માટે અનેક ખખરા અને ગ્રંથેાના આધાર હજી હયાત છે, પણ આ જન્મતિથિની બાબતમાં જૂના આધારભૂત ગ્રંથાના પણ એક ખીજા સાથે મેળ નથી ખાતા. અખરકારામાં શિવાજી મહારાજની જન્મતિથિના સબંધમાં મતભેદ છે. શિવાજી મહારાજના સમકાલીન અને આશ્રિત ભૂષણ કવિ પોતાના ‘શિવમૂવા કાવ્યમાં મહારાજની જન્મતિથિ આપતા જ નથી. મહારાજના મરણ પછી ૨૦ વરસની અંદર લખાયેલી સભાસદખખર તથા ચિત્રગુપ્તબખર એ બન્નેમાં જન્મતિથિ આપી નથી. મહારાજની જન્મતિથિના સબંધમાં જુદા જુદા ગ્રંથામાં શું આપ્યું છે, તેની વાચકને જાણ કરવા માટે નીચેના કાઠામાં હકીકત આપી છે.
જુદા જુદા ખખરકારો અને ઇતિહાસકારા શિવાજી મહારાજની જન્મતિથિની બાબતમાં જુદા પડે છે. આ સાથે આપેલા શિવજન્મકાળના કોઠામાંના આધારામાંથી પહેલા પદર આધારે ઘ્યાનમાં લઈ તેના ઉપર ગણત્રી કરી, સોગા, બનાવા વગેરે ઉપર દિષ્ટ દોડાવી લેાકમાન્ય બાળગંગાધર તિલક મહારાજે પોતાના કેસરી પત્રમાં શિવાજી મહારાજની જન્મતિથિના સબંધમાં તા. ૨૪-૪-૧૯૦૦ ચૈત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com