________________
પ્રકરણ ૧૧ મુ′ ]
૭. શિવાજી ચરિત્ર
પદ્મ
પેાતાના નિશ્ચય અને એમના ચેતવણીના સંદેશા, એ ખતે ઉપર વિચાર કરી હવે આ સંબંધમાં શું કરવું તે નક્કી કરવા માટે વ્યંકાજીએ પેાતાના સલાહકારેશને ખેલાવ્યા અને આ કઢંગી સ્થિતિમાંથી શી રીતે આબરૂભેર બહાર નીકળવું તે માટે રસ્તે શોધી કાઢવા એમને જણાવ્યુ. આ સલાહકારાને સ્વાર્થ તે વ્યંકાજીને શિવાજી મહારાજ સામે ઉશ્કેરાયેલા રાખવામાંજ હતા એટલે એ કાઇપશુ સંજોગામાં ખતે ભાઇઓમાં મિઠાશ થવા દે એવા કાચા ન હતા. ન્યકાળ પણ આવા દુષ્ટ હેતુવાળા સ્વાથી અને નીચ સલાહકારેાની જાળમાં કેવળ આંધળા બની ગયા હતા. એમણે કાછને જણાવ્યું કે ‘ શિવાજી મહારાજ તમારા મોટાભાઈ છે એ વાત ખરી પણ આ સંપત્તિ ઉપર ખરું જોતાં એમને જરાએ હુક્ક નથી પહોંચતા કારણ જે સલ્તનતે સ્વ. સિંહાજીરાજાને અણી વખતે પૂર્ણ વફાદાર રહી આદિલશાહીની ખરી સેવા બજાવવા માટે જાગીર અને સંપત્તિ આપેલી છે તે સલ્તનતને ઉખેડી નાંખવાનું કામ તે શિવાજીરાજા કરી રહ્યા છે. આપની પાસે જે જાગીર અને સ ́પત્તિ છે તે તે આદિલશાહી તરફની વફાદારીના બદલામાં છે. શિવાજીરાજા તે આદિલશાહીને દુશ્મન છે. એના હુક આ સપત્તિ ઉપર શી રીતે વાજબી ગણાય ? બીજી શિવાજીરાજાના કૃત્યાથી સ્વસ્થ સિદ્ધાજી રાજાને ખુદને કષ્ટ વેઠવાં પડ્યાં હતાં, એમના જીવ ઉપર આવી પડી હતી. સિંહાજીરાએ જે બધું મેળવ્યું તે ખાદશાહત પ્રત્યેની એમની ઈમાનદારીને લીધેજ હતું. એમના સ્વČવાસ પછી આપે એવીજ વફાદારી સતનત પ્રત્યે ન દાખવી ાત તે। આ સર્વાં સંપત્તિ દરબારમાં ખાલસા થઈ જાત. આ સંપત્તિ આપે આપની વફાદારીથી ટકાવી રાખી છે એટલે તે આપેજ મેળવી છે એમ માની લેવાય અને એવી રીતે ટકાવેલી સંપત્તિમાં સલ્તનતની દુશ્મનાવટ કરનાર શિવાજીરાજાને ભાગ માગવાનું વાજબી નથી. શિવાજીરાજા આપને નાણી જુએ છે. નરમ માલમ પડે તે જેટલું બને તેટલું પડાવવાના આ ઘાટ છે. એ પક્ષ તેા આપનું અપમાન કરીને, આપને દબાવીને પેાતાનું ધાર્યું કરવા માગે છે. આદિલશાહી સુલતાન પ્રતિકૂળ સંજોગને લીધે શિવાજીરાજાને સામને કરતાં અચકાય છે અને આવી સ્થિતિને લીધે આપને કુમક આપવા કબુલ નથી, પણ આજ સુધીના એમના ઉંદર બિલાડીના સ્નેહને નજર સામે લાવતાં એમ કહી શકાય કે એ બહારથી આપને સ`પત્તિમાં ભાગ આપવા જણાવે છે પણ જો શિવાજીરાજાને સામને તમે આ ભાગ વહેંચણીની બાબતમાં કરા તા એ આદિલશાહી દરબારને લિથો ગમશે. બહારથી ભલે સંજોગને વશ થઈને ઝગડો ન કરવા આપને જણાવે પણ આપની હકની સંપત્તિમાં એમને ભાગ ન આપવાને કારણે જો આપને ન છૂટકે ઝગડામાં ઉતરવું પડે તેા આદિલશાહી સરદારાને અંદરખાનેથી અંતરના સંતાષ થશે, આ બાબતમાં આપ જેટલી નરમાશ રાખશે તેટલા આપને એ દુખાવશે. આવી રીતે મામલા રસે ચડ્યો હાય ત્યારે તે ગમ ખાવી, નરમાશ બતાવવી એ બધું ખેારું ગણાય. આ વખતે આપ સ્હેજ પણ ઢીલું મૂકો છે! એમ સામે પક્ષ સમજી જશે તેા આપને ભારે નુકસાન થશે. પેલા રઘુનાથ પંડિતનાંજ આ બધાં તાફ઼ાન છે. એણે તે વેરની વસુલાત કરવા માટે બધી બાજી ગાઠવી છે. રઘુનાથપત કુહાડીના હાથા બન્યા છે અને તેથી જ સામે પક્ષે આપણી સાથે કડકાઈથી વર્તે છે. અમને તા આપના હિતમાં જે ઠીક લાગ્યું તે સીધે સીધું આપની આગળ જણાવી દીધું. અમે તે આપના સેવકા, અમેા ચિઠ્ઠીના ચાકરે, અમને તે આપ જે હુકમ આપશો તે માથે ચડાવીશું, આપને પ્રભાવ અને પ્રીતિ કર્ણાટકમાં જામેલાં છે. આપ માથું ઊંચકશો એટલે બધા આજુબાજુના આપને આવીને મળશે. આપ અને ભાઈ એ ભેગા ભળી જાએ અને ખીજાને ભુંડા બનાવે, એવા વિચારથી આપની સાથે પહેલેથી કાઈ સામેલ નથી થતું. આપ માથુ' ઊંચું કરીને જમાવશો એટલે બીજાને ખાતરી થશે અને તરતજ આપની કુમકે ઈસારાની સાથેજ આવશે. પહેલેથી આપની પડખે રહેવામાં એમના મનમાં જે ભય છે તે ટળી જાય એટલે ઈશ્વરકૃપાથી આપ જોશો કે આપનું જોર ખરુ' જામશે. પારકી મદદની વાત આપણે જવા દઈ એ તાપણુ આપ સામાપક્ષની સામે ખરેખર ટક્કર ઝીલી શકે એમ છે. અમે અમારા વહાલા પ્રાણ પાથરવા તૈયાર છીએ. અમે અમારૂં સસ્વ આપતે ચરણે ધરીતે એઠા છીએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com