________________
૫૮૩
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણુ ૧૦ મું
શિવાજી મહારાજનું આમ ત્રણ સ્વીકારી વ્યકાળ રાજા પૂર દબદબા સાથે પોતાના મોટા ભાઈ ને મળવા માટે તંજાવરથી નીકળી શિવાજી મહારાજની છાવણીમાં આવ્યેા.
શિવાજી રાજાએ વ્યકાળ રાજાનેા બહુ સત્કાર કર્યાં. એમને પેાતાના ખાસ મહેમાન તરીકે પૂરા માનથી પેાતાની છાવણીમાં રાખ્યા. એમની સાથે જે જે આવ્યા હતા તેમની પૂરેપુરી સગવડ સચવાય, માન જળવાય, તે માટે ખાસ ખબરદારી રાખવામાં આવી હતી. પોતાના નાના ભાઈ બહુ વર્ષે મળવા આવ્યા તેથી મહારાજને આનંદ થયા અને એને માબા સચવાય અને એના સાથીઓને પૂરેપુરા સતાષ થાય એવી ખાસ ગોઠવણુ મહારાજે કરાવી હતી. એની લાગણી કાઈપણ કારણુસર ન દુભાય એવી રીતે મહારાજ એની સાથે વાતો કરતા. વખત અને પ્રસંગ જોઈ આખરે શિવાજી મહારાજે એક દિવસે પેાતાના અર્ધાં ભાગની વાત વ્ય`કાજી રાજા આગળ કાઢી નીચેની મતલબનું એને કહ્યું.~‘ વ્યં કાજી આપણે બંને ભાઈ છીએ. એક લાઠીના છીએ. ખરૂં જોતાં આપણી વચ્ચે ભાગીદારીની બાબતમાં કાઈપણ પ્રકારના ઝગડા ઉભાજ થવા ન જોઈએ અને જો કમનસીબે એ ઉભા થાય તે તે આપણેજ ઘરમેળે પતાવી લઈએ. આપણા કુટુંબના ઝગડા આપણે સમજીને માંહેામાંહે પતાવીએ તેમાં જ આપણી તેની ઈજ્જત છે. ખીજા મોટા મોટા કુટુંએના ભાગીદારના ઝગડા ઉભા થાય છે ત્યારે તે પતાવવા માટે હું ન્યાયાધીશ બનું છું. કેટલાએ કડવાશ ઉપર ગયેલા ભાગીદારીના ઝગડાએ પણ મેં મારે હાથે પતાવ્યા છે. ખીજાના ધરના ઝગડા પતાવવાનું મારે હાથે થાય અને મારાજ ધરને ઝધડા પતાવવા માટે મારે ખીજાને અંદર નાંખવા પડે એ શું તમને ઠીક લાગે છે? પિતાજીએ મુકેલી સપત્તિના લાભ આજ ૧૩ વરસથી તમે એકલાજ લેતા આવ્યા છે. આપણી સ ́પત્તિનેા આજ કેટલાંએ વરસથી તમે એકલાજ ઉપભોગ કરે છે તેને મે કોઇ દિવસ વાંધે નથી ઉડાવ્યેા અને તમે કાં પારકા છે. તમે પણ મારા નાનાભાઈ છે. એટલે તમે તેને ઉપભાગ કર્યાં એથી મને આનંદજ થયું। છે, પણ વ્યકાળ, આપણે બંને આ સપત્તિના હકદાર વારસે છીએ તેમાં હું ભાગ નથી માગતા. એમાં હું ભાગ માગું તે એ વાજી પણ ન ગણાય. પિતાજીએ સંપાદન કરેલી સંપત્તિને ઉપભાગ તમે એકલાએ કર્યાં એ તેા જાણે ઠીક, એને વહીવટ તમે તમારી મરજી મુજબ કર્યાં એ ઠીક ન કર્યું. મને સહેજ તે। પૂછ્યું હતું? જૂના, વાદાર, અનુભવી, પિતાશ્રીના વખતમાં માન પામેલા અને આપણા કુટુંબની ઈજ્જતની ખાતર પોતાના પ્રાણ સાંધા કરે એવા માણસોમાંથી કેટલાકનાં તમે અપમાન કર્યાં, કેટલાકને માનભંગ કરી નારાજ કર્યાં અને કેટલાકને તે! અપમાન કરી કાઢી મૂક્યા. આ બધું તમે કર્યું તેમાં સંપત્તિના ભાગીદાર તરીકે તમે મારી સમતિ ન લીધી. મને ખબર આપવાની કે જણાવવાની ઉદારતા પણ તમે ન દાખવી. આ તમે ઠીક ન કર્યું. વહીવટ કરવામાં અને આવા આવા ઉપયેગી માણુસેને કાઢી મૂકવાની ખાખતમાં તથા કેટલીક મોટી ગૂંચને ઉકેલ કરવાની ખાત્રતમાં મારા અભિપ્રાયની તમે દરકાર પણ ન રાખી. જે અર્થે હું સંપત્તિના અર્ધો ભાગીદાર છું તે અર્થે મારું પણ અર્ધું હિત વહીવટમાં હતું જ. તમે પૂછયા સિવાય, મારા અભિપ્રાય લીધા સિવાય વરસા સુધી મનસ્વી કારભાર ચલાવીને, વહીવટ કરીને મારું અપમાન કર્યું છે. તમે આ ખાબતમાં મારી લાગણી દુભવી છે. હું તમારા મેટા ભાઇ, તમારે માથે બેઠી છું અને જ્યારે જ્યારે કાઇપણુ કોકડું ગૂંચવાયું હાય ત્યારે ત્યારે મને જણાવવાની તમારી ફરજ હતી. તમે તમારી ફરજ ભૂલ્યા છે. તમે પરાક્રમી થાઓ, નવી સપત્તિ સપાદન કરો, ઈશ્વર તમને યશ આપો, તમારી કીર્તિ વધે અને તમે વિજયી થાએ એવી મારી ઈચ્છા છે, જે બની ગયું તે ખરું. થયું તે હવે ના થયું થનાર નથી. ભૂલ્યા ત્યાંથી ક્રી ગણુા. એ રીતે થયાથી તમને પણ સંતેષ થાય એમ છે. પિતાશ્રીએ મૂકેલી સપત્તિ સંબંધોના કાગળ પત્રા તમે મને બતાવો. આપણે બન્ને બેસીને દિલસાઈ કરીને નિકાલ કરી નાંખીએ. તમને અડચણ માલમ પડતી હાય તા તે બાબત તમે મને દિલ ખુલ્લું કરીને જણાવા હું તમને મદદ કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com