________________
પ્રકરણ ૧૦ મું 1.
છે. શિવાજી ચરિત્ર જેતે ઉમે. હજારે માણસે આ દષ્ય જોઈ રહ્યા હતા. બહુ ભારે મેદની જામી હતી છતાં મેય જમીન ઉપર પડે તે પણ અવાજ સંભળાય એટલી શાંતિ હતી. જોકે હાથીને જોવા આતુર બન્યા હતા. આખરે એક બાજુએથી સુલતાનના હાથીખાનામાંના હાથીને મેદાનમાં લાવવામાં આવ્યા. મસ્તાન બને મદગળ હાલતે મહાલતે સીધે પેસાબ કંક તરફ ધસી આવ્યો. યેસાજી પણ પિતાની તલવાર સંભાળીને તૈયાર ઉભે જ હતો. એને મદ ઉતારવા માટે મદગળ એના ઉપર ધસી આવતે એણે જોયે છતાં યેસાજી જરાએ ડગે નહિ, ડર્યો નહિ. હાથી પિતાની સૂંઢ વડે થેસાજીને પકડીને પટકે તે પહેલાં તે બહુ જ ચપળતાથી યેસાજીએ પિતાની તલવારથી એ હાથીની સૂંઢ ઉપર બહુ જોરથી સખત ઘા કર્યો. એક ઘાથી જ હાથીની સૂંઢ દાંત આગળથી કપાઈ ગઈ અને હાથી હેઠે પડ્યો. આ રીતે હાથી હાર્યો અને મહારાજના માવળાનો વિજય થયો. આ દશ્ય જોઈ જોવા આવેલા હજારે પ્રેક્ષકે તે ચકિત જ થઈ થયા. માણસ ગમે તેટલો બળવાન હોય તો પણ માતેલા મદગળની સામે એ છતી જાય એ અશક્ય છે એવું માનનારાઓ તે ઝંખવાણા પડી ગયા. આ દ્રશ્ય જોઈ સુલતાનના દિલની ખાતરી થઈ કે શિવાજી મહારાજે ઉચ્ચારેલા શબ્દ એ અતિશયોક્તિ ન હતી પણ માવળાઓના બળ અને પરાક્રમની સાચી વાત જ હતી. આ કુસ્તીનું પરિણામ જોઈ સુલતાન બહુ જ પ્રસન્ન થયા અને એણે પેસાજીને પિતાની પાસે બોલાવ્યો. તાનાશાહ પાદશાહે યેસાજીના મુક્તકઠે વખાણ કર્યા. એનું બળ, પરાક્રમ, ચાલાકી અને ઝડ૫ અનુકરણીય જણાવી, પોતાના દ્ધાઓને આ વીરને ધડ લેવાની સૂચના કરી. જે શિવાજી રાજાની પાસે આવું બળ ધરાવનારા માવળાઓનું લશ્કર છે તે શિવાજી રાજા ભારે અને જામેલી સત્તાના મૂળ હલાવે છે તેમાં શી નવાઈ એવું એને મનમાં લાગ્યું. એકલાં વખાણથી સુલતાન ન અટકળ્યો. એણે સાજીને હાથના સેનાનાં કડાં, ગળાની ઠંડી અને પગને તેડે વગેરે બક્ષિસ આપી. યેસાઇએ આ બક્ષિસ બહુ આનંદથી સ્વીકારી અને પિતાના માલીકને તથા સુલતાનને મુજ કર્યો. આ ઈનામ આયાથી તાનાશાહને સંતોષ ન થયો. એને લાગ્યું કે આ અલંકારે આયાથી એની યોગ્ય કદર ન થઈ માટે પેસાબ કેકને વાર્ષિક ૫ હજાર રૂપિયાની આવકનું એક ગામ બક્ષિસ આપવા માંડવું. યેસાઇ કંક બહુ આત્મમાની અને સ્વામિનિછ સરદાર હતા. તાનાશાહના આ ગામ બક્ષિસ આપવાના શબ્દો સાંભળીને આ સરદારે સુલતાનને સલામ કરી અને જણાવ્યું કે “હજુર, આપે મારામાં વસી રહેલા ગુણની જે કદર કરી તે માટે આભારી છું. હું મહારાજના અન્નથી પિષાયેલે છું. મારામાં વિકાસ પામેલા ગુણ એ મહારાજની મારા ઉપર મીઠી નજરનું પરિણામ છે. મારું બળ મારા સ્વામીને ચરણે અર્પણ થયેલું છે. એમણે આપ્યું છે અને એમની ઈચ્છા હશે ત્યાં જ એ વપરાતું આવ્યું છે અને વપરાવાનું છે. ગુણની કદર કરવાના ઈરાદાથી હજુરે મને જે બક્ષિસે આપી તે મેં આનંદથી સ્વીકારી છે. આ ઈનામથી મને પૂર્ણ સંતોષ છે. આપ આપવા માગે છે એ પાંચ હજાર રૂપિયાની વાર્ષિક આવકવાળા ગામનું ઈનામ હું ન લઈ શકું. મારાથી એ ન લેવાય. જે માલીકને ચરણે મેં મારી જાત અર્પણ કરી છે, જે મહારાજના મેળામાં મેં મારું માથું મૂકયું છે, તે મહારાજે મને શું ઓછું આવ્યું છે? મારે માથે મહારાજ છે. ભરણપોષણ આપનાર ઈનામ હું શું કામ સ્વીકારે? એવાંછનામે સ્વીકારવાથી મારી સ્વામિનિઝામાં ઉણપ આવે. હજાર કપા કરો. મને જે અલંકારો આપ્યા છે તે આ દિવસની યાદ અને હારની કદર માટે પૂરતાં છે. હું ગામ ઈનામ ન લઈ શકું. મને માફ કરજે. સેવાની એમાં ઉદ્ધતાઈ ન માનતા.' આ સ્વામિનિષ્ઠ સરદારના મેના આ શબ્દો સાંભળી તાનાશાહને અચંબ થયો અને “શિવાજી રાજા જ્યાં જ્યાં જાય છે ત્યાં એને વિજય થાય છે તેને કારણ એમના માણસને એમના પ્રત્યેનો પ્રેમ, વફાદારી અને આદરભાવ તથા શિવાજી રાજા એમના ઉપર પિતાતુલ્ય પ્રેમ રાખી કામકાજ વખતે પૂરી કડકાઈ રાખે છે એજ છે” એવી એના મનની ખાતરી થઈ. યેસાજી કંકના શબ્દો શાંતિથી સાંભળી લીધા પછી તાનાશાહ બહુ જ પ્રસન્ન થયા અને
78
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com