________________
છે. શિવાજી ચરિત્ર
- પ્રકરણ ૮મું તપાસ મહારાજા પિતાના ખાતરીના માણસ મારફતે કરાવતા. દુશ્મન મુલકમાં ચીણગારી નાંખ્યાથી ભડકે થાય એમ છે એની ખરી તપાસ કરવા માટે તે મહારાજ પિતાના નજરબાજખાતાના ખાસ ચૂંટી કાઢેલા કાબેલ માણસને મોકલતા અને આ બધી માહિતી મેળવ્યા પછી પિતાને કાર્યક્રમ ગોઠવતા.
હિંદુસ્થાનની નામીચી અને પંકાયેલી સત્તાઓની ખરી પરિસ્થિતિ પિતાના વિશ્વાસપાત્ર અમલદારો તરફથી જાણ્યા પછી તે માહિતીની મહારાજે અનેક રીતે ખાતરી કરી લીધી. જ્યારે કઈ પણ મુલક ઉપર ચડાઈ કરવાને મહારાજનો વિચાર થાય ત્યારે તે બહાર પાડતાં પહેલાં તે મુલક સંબંધીની, ચડાઈ અને લડાઈ સંબંધીની તથા તેને કબજે રાખવા સંબંધીની ઝીણામાં ઝીણી માહિતી મેળવી તે ઉપર વિચાર કરી પિતાના બળને, સાધનો, સામગ્રીન, કુમકન, સંકટ વખતે જોઇતી સહાયને ઊડે વિચાર કરી ચડાઈને નિશ્ચય કરતા. ઘણી ફેરા એમના વિશ્વાસપાત્ર એને કાબેલ અમલદારો તરફથી મળેલી બાતમીએ પણ એ નાણું જોતા. ઠંડુ મગજ, ઊંડા વિચાર અને દીર્ધદષ્ટિને બરાબર ઉપયોગ કરી એ પિતાના કામની દિશા નક્કી કરતા. | મુગલ શહેનશાહની હિલચાલ અને એના કાર્યક્રમ તથા શહેનશાહની છાવણીની નાની અને મેટી જાહેર અને છૂપી બધી બીનાની સાચેસાચી ખબર જાણવા માટે મહારાજે બહુ ચાલાક અને તેજ બાતમીદારો રાખ્યા હતા. તેમણે મહારાજને ખબર આપી કે ઔરંગઝેબ બાદશાહ પંજાબ પ્રાંત તરફ ત્યાંની પ્રજાના અનેક ઝગડાઓને લીધે રોકાયા હતા તે ૧૬૭૬ના માર્ચની આખરે દિલ્હી આવી પહોંચે હતો. શહેનશાહ પિતે પંજાબથી પાછો ફર્યો હતો પણ વાયવ્ય સરહદ ઉપરનાં ખંડે, ઝગડાઓ અને ફાટી નીકળેલા અસંતોષને લીધે એ મુલકમાં અરાજકતા ચાલુ હતી. એ અવ્યવસ્થા અને અંધેરને લીધે મુગલ સલ્તનતનું મોટું લશ્કર સરહદની વ્યવસ્થામાં રોકાયેલું રહેશે એ ખબર પણ મહારાજને મળી હતી. દિલ્હીના શહેનશાહનું ધ્યાન ઉત્તરના ઝગડાઓ અને અસંતોષને ઠેકાણે પાડવામાં રોકાયું હતું. લશ્કરને મેટો ભાગ પણ ત્યાં રોકાયા હતા એટલે દક્ષિણમાં મરાઠાઓની સત્તા તેડવા માટે મુગલે આ વખતે કંઈ કરી શકે એમ નથી એની મહારાજને પૂરેપુરી ખાતરી થઈ હતી. લીધેલા મુલકની મજબૂતી કરી રાજ્યવિસ્તાર વધારવા માટે અને સત્તાનાં મૂળ ઊંડાં ઘાલવા માટેના કામમાં મરાઠાઓને આવા સંજોગોમાં મુગલે વિદ્યકત નિવડે એવી સ્થિતિમાં નથી એની મહારાજે બરાબર ખાતરી કરી લીધી. મગલાઈ પછી મહારાજે આદિલશાહીનો વિચાર કરવા માંડયો. ઈ. સ. ૧૬૭૫ના નવેમ્બર માસમાં આદિલશાહીના અફગાન પક્ષના આગેવાન સરદારે બાળ બાદશાહ સિકંદરને પિતાના કબજામાં લીધે અને ૧૬૭૬ની શરૂઆતમાં મુગલના મળતીઆ, બાળ બાદશાહના રક્ષક ખવાસખાનનું ખૂન થયું. આદિલશાહી દરબારના સરદારોમાં અનેક પક્ષ હતા, તેમાં અફધાન પક્ષ, દક્ષિણી મુસલમાન પક્ષ, આખિસીનિયન પક્ષ એ મુખ્ય હતા. ખવાસખાનના ખૂન પછી દક્ષિણ મુસલમાન પક્ષ અને આબિસીનિયન પક્ષ એક થઈ ગયો અને બહિલેલખાનના પક્ષને એક બાહોશ અને વિશ્વાસ સરદાર ખીજરખાન હતે તેનું વિરોધી પક્ષે ખૂન કર્યું. આવી રીતે સામસામા ખૂન થવાથી આદિલશાહી કુટુંબ કલહના ઊa અને બહુ કડવા ઝગડામાં ઉતર્યું. આદિલશાહી તે પિતાનું સળગેલું ઘર હલવવામાં જ રોકાઈ હતી એટલે મરાઠાઓને સામને કરવાની આ વખતે આદિલશાહીની સ્થિતિ જ ન હતી. વળી દક્ષિણના મગલ સૂબેદાર અને બહિલખાન વચ્ચે ભારે કડવાશ ઉભી થઈ હતી. આ કડવાશ અને મુગલ આદિલશાહી વચ્ચેનાં બીયાબારાંથી મહારાજ જાણકાર હતા.
મેળવેલી ખબરે ધ્યાનમાં લઈ મહારાજે આખા હિંદુસ્થાનની પરિસ્થિતિને વિચાર કર્યો. ચારે તરફ નજર દોડાવતાં એમની ખાતરી થઈ કે દુશ્મનના મુલક ઉપર ચડાઈ કરવા માટે મરાઠાઓને આ બહુ અનુકુળ વખત હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com