________________
૫૩૮
૭. શિવાજી ચરિત્ર
t
પ્રકરણ ૭ મુ. ગાદી ઉપર મખમલના સુંદર તકીએ ગાઠવવામાં આવ્યા હતા. એ ગાદી તકીયા ઉપર ભારે કિંમતના સબના આચ્છાદન પાથરવામાં આવ્યા હતા. સિંહાસનની પાછળ રત્નજડિત પાણીદાર મેાતીની ઝાલર્વાળું છત્ર ગેાઠવવામાં આવ્યું હતું. સિંહાસન અને દરબારના દરબારીએની બેઠકો બહુ સુંદર રીતે શણુગારવામાં આવી હતી. શ્રી વિષ્ણુની સુવર્ણ પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી તેનું મહારાજે પૂજન કર્યું અને સિંહાસન ઉપર આરાણુ કરવાનું શુભ ચેર્ધાડયું આવી પહેલુંચ્યું એટલે મહારાજે બ્રાહ્મણા અને માતા જીજાબાઈના આશીર્વાદ લીધા અને સિંહાસન નજીક ગયા. મહારાજે સિંહાસન આગળ ઘુંટણીએ પડીને નમસ્કાર કર્યાં અને બહુ અઅસર સિ`હાસન ઉપર બિરાજ્યા. મહારાજ સિંહાસન ઉપર બિરાજતાંની સાથેજ મંગળ વાદ્યો વાગ્યાં. મહારાજ સિહાસન ઉપર બિરાજ્યા એટલે તરત જ સિંહાસનની આજુબાજુના ૮ સ્થલ પાસે આઠે પ્રધાના ગાઠવાઈ ગયા. જમણી ખાજીએ ધર્માધ્યક્ષ પંડિત રાવ, ડાખી બાજુએ મુખ્ય પ્રધાન, તેની પાછળ સેનાપતિ અને અમાત્ય હતા. તેની પાછળ સામત અને સચિવ હતા. તે પછી મંત્રી અને ન્યાયાધીશ ગાઠવાયા હતા. યુવરાજ શભાજી, વેદશાસ્ત્રસંપન્ન ગાગાભટ્ટજી અને મારાપત પિંગળે સિંહાસનની પાસે ઉચ્ચ આસન ઉપર બિરાજ્યા હતા. ખીજા દરબારીઓ પોત પોતાના દરજ્જા મુજબ ગેાઠવાઈ ગયા હતા. પછી ગાગાભટ્ટે મહારાજના માથા ઉપર રત્નજડત છત્ર ધર્યું. એ જોતાંની સાથેજ દરબારીએએ મહારાજ ઉપર સેાના ચાંદીનાં ફૂલેને અને ખરાં ફૂલેને વરસાદ વરસાવ્યેા. મહારાજના રાજ્યાભિષેકની ખબર આખા મહારાષ્ટ્રને આપવા માટે અને છત્રપતિના માનમાં મહારાજના મુલકમાં ઠેકઠેકાણે દરેક કિલ્લા ઉપર એક વખતે એકી સાથે ૧૦૮ તાપોની સલામી અપાઈ. આ પ્રમાણે ઠેકઠેકાણે ગાઢવેલી તેાપોએ એકી સાથે એકી વખતે શિવાજી મહારાજના રાજ્યાભિષેકની ખબર મહારાષ્ટ્રની પ્રજાને આપી. અભિષેક મંડપમાં હાજર રહેલા સર્વેએ * શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જય'ના પોકારા કર્યાં. આ જયનાદથી વાતાવરણ ગાજી ઉર્યુ. દરબારમાં ગાનતાન ચાલી રહ્યાં હતાં. બ્રાહ્મણેા માચારથી છત્રપતિને આશીર્વાદ દઈ રહ્યા હતા. સૌભાગ્યવતી સ્ત્રીઓએ આવીને મહારાજની આરતી ઉતારી. આ સમારંભ પૂરા થયા એટલે મહારાજે શ્વેતવસ્ત્રો બદલી નાંખ્યાં. લાલ રંગના પોષાક પહેર્યાં. પછી દરબારમાં પધારી બ્રાહ્મણેાને દક્ષિણા આપી. ગાગાભટ્ટજીને એક લાખ રૂપિયા દક્ષિણા આપી તથા કીમતી વસ્ત્રો અને અલ'કાર આપ્યા. ખીજા બ્રાહ્મણાને પણ દક્ષિણા અને વસ્ત્રો આપવામાં આવ્યાં. મહારાજે આ પ્રસંગે ખૂબ દાનધમ કર્યાં. સાધુ, સંત, સંન્યાસી, વૈરાગી, જોગી, ફકીર વગેરેને સંતાખ્યા. ત્યાર પછી મહારાજે પોતાના સગા, સરદારા, અષ્ટ પ્રધાન, અમલદાર, અધિકારીઓ વગેરે સર્વેને તેમની કામગીરી અને તેમના મેાભા મુજબ માન પાન આપ્યાં.
મારાપત પિંગળે અને સર સેનાપતિ 'ખીરરાવને ભરેલી જરીના પાંચ પોષાક, પયજામે, શિરપેચ, મેાતિની કલગી, સુવણૅ કડાં, કીમતી કડી, મ'દિલ, રત્નજડિત મૂઠની કટાર, ઢાલ, તલવાર વગેરે આપ્યાં. હાથી ધાડા પણુ આપ્યા. ચામર અધિકાર આપ્યા. અમાત્યને કીમતી પોષાક, રૂપાની કલમદાની અને ખીજી એવી વસ્તુએ આપવામાં આવી. આ ચીત્તે ઉપરાંત દરેક પ્રધાનને મહારાજે એક લાખ હેાન અક્ષિસ આપ્યા. બાળાજી આવજીને ચિટણીસનાં વસ્ત્રો આપ્યાં અને એની ભારે સેવાની કદર કરી. એને ભારે અક્ષિસા આપી રાજી કર્યાં. ચિમાજી આવજીને પણુ કીમતી અક્ષિસ આપી નવાજ્યા. અષ્ટ પ્રધાનેાના હાથ નીચેના જવાબદાર અમલદારાની નિમણુકા આ પ્રસગે મહારાજે જાહેર કરી.
સવારે આઠ વાગ્યાને સુમારે અંગ્રેજ કાઠીવાળાના એલચી હેનરી મેગઝીન્ડન, રાંખીનસન અને ટૅામસ એ ત્રણે રાજીપત વકીલ સાથે મહારાજને નજરાણું કરવા આવ્યા. એની સાથે દુભાષિયા નારાયણુ શેલવી પણુ હતા. મહારાજની નજર દૂરથી આવતા હેનરી ઉપર પડી. એમણે એને નજીક આવવા આંખથી ઈસારા કર્યાં. હેનરી સિંહાસન નજીક જઈ ઉભો રહ્યો. દુભાષિયે આવેલા પરાણાની ઈચ્છા મહારાજને જણાવી. અંગ્રેજ એલચીએ નીચે પ્રમાણે નજરાણું મહારાજને ચરણે ધર્યુંઃ—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com