________________
પ્રકરણ ૫ મું 1
છે. શિવાજી ચરિત્ર
પદ્ધ
સ્મા સ્થિતિ જોઈ સર્વેને શૂર ચડાવ્યું અને હિંદુ અને હિંદુત્વ ઉપરના ત્રાસ અને અત્યાચાર દૂર કરવા માટેની આ લડાઈ છે એમ કહી ક્ષત્રિયાને ધર્મ એમને સમજાવ્યેા અને એમણે દુશ્મનદળને મારી હઠાવવા માટે સધળા સિપાહીઓને સતેજ કર્યાં. પાછા ફરેલા મરાદ્દાઓને રામાજીએ અટકાવ્યા અને એમને જુસ્સાદાર ભાષણથી પાણી ચડાવી રણુમાં જીતી યશપ્રાપ્તિ કરવા અથવા રણમાં મરીને મેક્ષ મેળવવા જણાવ્યું. મરાઠાઓ પાછા દમમાં આવ્યા. એમના ભાલા પાછા વીજળી માફક ચમકવા લાગ્યા. એમની તીખી તલવારે। શત્રુના સંહાર કરવા વાગી. ‘ હરહર મહાદેવ 'ના મવા ઉપરાઉપરી સંભળાવા લાગ્યા. દિલેરખાનના લશ્કરે આ ૭૦૦ માવળાએને ઘેરી લીધા. ત્રણુ ક્લાક સુધી મરાઠાઓએ મુગલા સામે યુદ્ધ કર્યું. માવળાએએ જીવની દરકાર રાખ્યા વગર મુગલાને માર મારવા માંડ્યો. દરેક મરાઠાના શરીર ઉપર વીસ વીસ અને ત્રીસ ત્રીસ બા થયા હતા. આવી ક્રાયલ સ્થિતિમાં પણુ મરાઠા વીરાએ જીવતાં હથિયાર હેઠાં ન મૂકયાં. રામાજી પાંગેરાના ઘણા માણુસા મરાયા. માવળાઓએ દિલેરખાનની ચુનંદા પઠાણાની ટાળી હતી તેમાંના ૧૨૦૦ પઠાણાની કતલ કરી. મરાઠાઓમાં અંજળ શૌયે સંચાર કર્યાં હતા. આખરે દિલેરખાને મરાઠામેનું આ શૌર્ય અને બહાદુરી જોઈ પહોંચા કરમા. મરાઠાઓએ પેાતાની સંખ્યા બહુ નાની હતી છતાં મોટી સખ્યાવાળા મુગલાને તાશા તેાખા પોકરાવી. દિલેરખાન તા આભેાજ બની ગયા. આખરે દિલેરખાને લડાઈ બંધ કરી.
૩. સુલ્હેર, જલ્હાર અને રામનગર મરાઠાઓએ કબજે કર્યો.
સાલેરના વિજયથી મરાઠાઓમાં ભારે જુસ્સા આવી ગયા હતા. જામેલી મુસલમાની સત્તા તાડવાની શક્તિ પાતે પણ ધરાવે છે એની એમને પૂરેપુરી ખાતરી થઈ અને એમને આત્મવિશ્વાસ પણ ખૂબ વધ્યા. સાલેરની જીત પછી મરાઠા લશ્કરે તરતજ મુલ્હેરના કિલ્લો કબજે કર્યાં. બહાદુરખાન અને દિલેરખાન પૂનામાં પડાવ નાંખીને પડ્યા હતા તેમને અને પૂનાના ગાળામાં મુગલા તાકાન કરીને પ્રજાને પીડી રહ્યા હતા તેમને મરાઠા લશ્કરે પૂનામાંથી હાંકી કાઢવા. સ. મારાપત પિંગળેએ મરાઠા લશ્કર સાથે સુરતથી આશરે ૧૦૦ માલ દૂર આવેલા બ્હાર ઉપર ચડાઈ કરી. આ વખતે જલ્હારમાં કાળી રાજા વિક્રમશાહ રાજ્ય કરતા હતા. તેને હરાવીને મારેાપતે ૧૬૭૨ ના જુન માસમાં બ્હાર લીધું. જ્તારમાં પુષ્કળ ધન મરાઠાઓને હાચ લાગ્યું. જારના ખાનામાં રૂ. ૧૭ લાખ હતા, તે મરાઠાઓએ લીધા. આ જીત પછી મારાપત પિંગળે મરાઠા લશ્કર સાથે આગળ વધ્યા અને સુરતથી આસરે ૬૦ માઈલ દૂર આવેલું બીજું કાળી સંસ્થાન રામનગર જેતે આજે ધરમપુર કહે છે તેના ઉપર છાપે માર્યાં. રામનગર જીતવાના મરાઠાએએ નિશ્ચય કર્યાં હતા.
રામનગરના રાજા પેાતાના કુટુંબકબીલા સાથે નાસીને સુરતથી ૩૩ માઈલ દૂર આવેલા ચીખલી ગામમાં ભરાયા. મરાઠાઓ પાછા ચડી આવ્યાની બૂમા પડી એટલે ગણુદેવીના લેફ્રાએ ગામ ખાલી કર્યું. દિલેરખાન મરાઠાઓના સામના કરવા માટે મુગલ લશ્કર તૈયાર કરી રહ્યો છે એ ખબર મારાપ'તને મળી એટલે એ રામનગરથી જ પાકર્યો પણ પા જુલાઈમાં ૧૫૦૦૦ માવલા લશ્કર સાથે આવીને રામનગર ઉપર હલ્લા કર્યાં અને રામનગર જીત્યું. બ્હાર અને રામનગરનાં રાજ્યે મરાઠાઓએ જીતીને ખાલસા કર્યાં હતાં. આથી કલ્યાણુથી સુરત સુધીના બધે મુલક મરાઠાઓને કબજે રહ્યો અને સુરતને હરહંમેશ મરાઠાઓને ભય રાખવા પડતા.
બ્હાર સંસ્થાનના વિક્રમશાહ નાસીને નાસીક જીલ્લાના મુગલ મુલકમાં જઈ ભરાયા હતા. અહિં આવીને બહારવટીઓ બન્યા અને પેાતાની ટાળીઓ ઉભી કરીને લુંટારુનું કામ કરવા લાગ્યું. ઈ. સ ૧૬૭૮ માં મારાપ’ત પિંગળેએ નાસીક ઉપર ચડાઈ કરી ત્યારે વિક્રમશાહ ત્યાંના મુગલ ફોજદારના મળતીઓ બન્યા અને મરાઠા સામે લડ્યો. આખરે મુગલા હાર્યા અને વિક્રમશાહ મસયેા. ધરરાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com