________________
૫૦૬
છે. શિવાજી ચરિત્ર
( પ્રકરણ પામ
વરસી કરે એવા ઉતાવળી ન હતા, એ એમનાં અનેક વખતનાં કૃત્યા ઉપરથી જØાય છે. દરે વખતે એ પેાતાની નજર સામે પાતાના જીવનનું ધ્યેય રાખીને જ કાર્યક્રમ લડતા અને ગમે તેવા લાગણી ઉશ્કેરનારા મૃત્યુ! દુશ્મના કરે તે પણ મુસલમાની સત્તાને ઢીલી કરી હિંદુ સત્તા સ્થાપવાની એમની નેમ ભૂલ્યા વગર વેરની વસૂલાત કરતા. પૂના એ એમનું બચપણુનું રમત ગમતનું સ્થાન હતું. આ સ્થાનમાં ગુરૂ દાદાજીએ એમને રાજનીતિને ઉપદેશ કર્યો, આ સ્થાનમાંથી એમના દિવી સ્વરાજ્ય સ્થાપવાના વિચારાને પુષ્ટિ મળી અને આ સ્થાનેથી જ એ હેતુ પૂર્ણ કરવા માટે અનેક કાર્યક્રમ ઘડાયા. પૂના શિવાજી મહારાજને અત્યંત પ્રિય હતું એ વાત ખરી પણ પૂના ઉપર મુગલાએ અત્યાચાર કર્યાના સમાચાર મળ્યા ત્યારે મહારાજ ગુસ્સે થયા, વેર લેવા તૈયાર થયા, પણુ નુસ્સાને અને લાગણીને વશ થઈ તે ગાંડા ન બન્યા. સાલેરના કિલ્લાના ઘેરાની ખખરા આવી એટલે મહારાજે રાજકીય દૃષ્ટિથી સંજોગોના વિચાર કર્યાં અને પૂના ઉપર ચડાઈ કરવી એ વધારે મહત્ત્વનું છે કે સાલે રના ધેરા ઉઠાવવા જવું એ વધારે મહત્ત્વનું છે એને ઊંડા વિચાર કરવા લાગ્યા. પૂનાની વહારે દાંડી જવા માટે મહારાજને મન થતું, એ તૈયાર થઈ જતા પણ એમના જીવનને મુખ્ય હેતુ મુસલમાની સત્તાને ઢીલી કરવી અથવા જડમૂળથી ઉખેડી નાંખવી એ હતા. આ હેતુને પૂને જવાથી પુષ્ટિ મળે એમ છે કે સાલેર જવાથી મળે એમ છે એને વિચાર થી મગજે કર્યાં ત્યારે મહારાજને લાગ્યું કે સાલેર જઈ મુગલે તે ખડી લડાઈ આપી હરાવવામાં જ મરાઠાઓને લાભ છે માટે લાગણીવશ ન થતાં એમણે પૂને જવાના વિચાર માંડી વાળી મેાટા લશ્કર સાથે સાલેર જવા નીકળ્યા.
આ વખતે પ્રતાપરાવ ગુજ્જર મુગલાના મુલકા જીતવાના અને એમનાં શહેરા લૂટવાના ક્રામમાં ગુંથાયેલા હતા. તેમને સાલેર જઈ મુગલાના ધેરા ઉઠાવવાના મહારાજે હુકમ માક્લ્યા, તેમજ સ મારાપત પિંગળેને પોતાના પાયદળ સાથે સાલેર જઈ પ્રતાપરાવને મદદ કરવાના હુકમ માલ્યા. મહારાજ પોતે પણ પોતાના લશ્કર સાથે સાલેર ગયા. મહારાજે હુકમ કર્યા મુજબ પ્રતાપરાવ ગુજ્જર્ અને સરદાર મારાપત પિંગળે ૧૬૭૨ના ફેબ્રુઆરી માસમાં સાલેર નજીક આવી પહેાંચ્યા. પ્રતાપરાવ ગુજ્જર અને મારાપત પિંગળેએ મુગલ લશ્કરને આ વખતે ખડી લડાઈ આપી મરાઠાઓનું ખરું પાણી બતાવી આપવાના નિશ્ચય કર્યાં.
પ્રતાપરાવ ગુજ્જરે મુગલ લશ્કરને શરૂઆતમાં જ ગનીમી પદ્ધતિથી અસ્તવ્યસ્ત અને અવ્યવસ્થિત કરી નાંખી પછી ખડી લડાઈ આપવાનો વ્યૂહ રચ્યા હતા. પ્રતાપરાવે પેાતાના ધડેસવારોને ઠેકઠેકાણે ગોઠવી દીધા અને પછી થોડી ટુકડીએ લઈ મુગલ સરદાર એખલાસખાન ઉપર હલ્લો ડર્યાં. મુગલ લશ્કર પણ તૈયાર હતું. બન્ને વચ્ચે લડાઇ શરૂ થઈ એટલે પ્રથમથી નક્કી કર્યા મુજબ અને પોતાના લશ્કરને સૂચના આપી હતી તે પ્રમાણે પ્રતાપરાવે નાસવાને દેખાવ કર્યાં. મુગલને લાગ્યું કે મુસલમાતાના કાતીલ માર મરાઠાએ સહન ન કરી શકથા એટલે પ્રતાપરાવે પીછેહટ કરી છે. મુગલ સરદારની ખાતરી થઈ કે મરાઠાઓ નાસવા લાગ્યા એટલે એમણે મરાઠાઓની પૂડ પકડી. પ્રતાપરાને મુગલાને પીઠ ઉપર લીધા અને આગળ નાસવા માંડયુ. અમુક સ્થળે આવતાં પ્રતાપરાને સામનેા કર્યા. ગાઢવી રાખેલી ટુકડીઓએ ચારે તરફથી મુગલ લશ્કર ઉપર મારે। શરૂ કર્યાં. મુગલ ધોડેસવારા પ્રતાપરાવની સાથે લડાઈમાં મ`ડળ્યા હતા તે વખતે સ. મારાપત પિગળે પેાતાના પાયદળ સાથે મુગલ છાવણી ઉપર તૂટી પડયો. મહારાજે મરાઠા યાદ્દાઓને ખૂબ શુર ચડાવ્યું હતું. સાલેરના સંગ્રામમાં મરાઠાઓએ ભારે કુનેહ બતાવી હતી એટલું જ નહિ પણ પૂરેપુરી હિંમત દાખવી હતી. ખડી લડાઇમાં કેળવાયેલા અને કસાયેલા મુગલ લશ્કર સામે મરાઠાએ! કેવું પાણી બતાવી શકે છે એ સાલેરના સંગ્રામમાં બધાએ જાણ્યું. મુગલ અને મરાઠાઓના લશ્કરાના બળનું માપ સાલેરના સંગ્રામથી મપાયું. સાલેરની લડાઈ આસરે ૧૨ કલાક સુધી ચાલી હતી. મુગ તરફથી મુગલ, પઠાણુ, રજપૂત, રાહીલા વગેરે સિપાહીએની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com