________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૩ જો ઓઅે ભાગે ભારે લાભ થવાના સંભન્ન હતા. એમણે દક્ષિણમાંનું મુગલ લશ્કર ખસેડવા માટે યુક્તિ અજમાવવા માંડી. અફવાઓ ઉડાવી દુશ્મનને હંફાવવાની કળા મરાઠાએ! ખરેાબર જાણુતા હતા. દુશ્મન કાખેલ હાય, ઈસારાથી ભેદ પામી જાય એવા હાય છતાં એવી ખૂબીથી મરાઠાઓ અફવા ફેલાવતા કે શત્રુને એ સાચી જ લાગે, નીચેના પત્ર ઉપરથી વાંચક્ર જોઈ શકશે કે અક્વા ફેલાવવી હેાય તે પણ મરાઠાઓ તે કેવી ખૂખીથી ફેલાવતા. મુંબઈથી સુરત કાઠીવાળાએ પત્ર લખ્યા તેમાં જણાવેલી ખીના એવા પ્રકારની હતી કે તેથી અફવા ઉડે જ. એ પત્ર નીચે મુજબ હતેા.
મેં શિવાજી મહારાજની દરિયાઈ લડાઈની તૈયારી કેવી છે તેની ખરી હકીકત જાણવા માટે જાસૂસ મેાકલ્યો હતા. તેણે જાતે ૧૬૦ નાનાં લડાયક વહાણા શિવાજીના કબજામાંના ગણી જોયાં. તેની દરિયાઈ સેનાને સેનાપતિ વેટાજી સારગી છે. એ દરિયાસારંગના નામથી ઓળખાય છે. આ માણુસને અમને ૭–૮ વરસના અનુભવ છે. આ માણસ સાચેા અને સારા છે. તેને અમેએ સ્નેહી તરીકે પત્ર લખ્યા હતા. આ માણસના ત્રણ વહાણે મીઠું ભરવા માટે અત્રે આવ્યાં છે. આ વહાણે ભરવા માટે અમેા બનતી મદદ કરીશું એવું અમેએ એમને આશ્વાસન આપ્યું હતું. સાથેનું આરમાર ક્યાં જવાનું છે એ અમેએ પૂછ્યું ત્યારે એમણે જવાબ આપ્યા કે ‘ કાઈ વિશ્વાસપાત્ર માણસને મોકલશો તે રૂબરૂમાં મોઢેથી કહી દઇશ.' આવું એણે કહ્યું તે ઉપરથી અમેએ મેદીના છેકરાને જામ લેવા માટે માકલ્યો. મરાઠા આગેવાને એ મેદીના છેકરા પાસે બાતમી ગુપ્ત રાખવા માટે પ્રતિજ્ઞા લેવડાવી અને પછી કહ્યું કે ‘ બ્રાહ્મણે એવું ભવિષ્ય ભાખ્યું છે કે ૨૯ મી તારીખે સુરતને કિલ્લા શિવાજીના કબજામાં આવી જશે એટલે તે કબજે કરી શિવાજી ભરૂચ તરફ ૧૦૦૦૦ હજાર ઘેાડેસવાર અને ૨૦ હજારનું પાયદળ લઈને જવાના છે. હું જાતે ૩૦૦૦ સિપાહીઓ લઈ ને એમને સમુદ્ર માર્ગે મળવાના છું, ખ્રિસ્તીએ જો સામે ન થાય તે તેમને શિવાજી સતાવશે નહિ' (૨૧ મી નવેમ્બર ૧૬૭૦).
૯. બહાદુરપુરાની લૂંટ.
શિવાજી મહારાજ ગુજરાતના ભરૂચ બંદર ઉપર ચડાઈ કરવાની તૈયારી કરી રહ્યા છે એ અકવાને સાચી માની મુગલાએ પેતાના લશ્કરને ઘેાડા ભાગ મહારાષ્ટ્રમાંથી ખસેડવા માંડયો એટલે મહારાજે તરતજ આ તકનો લાભ લીધા અને ૧૦ હજાર ઘેડેસવાર આપી સરસેનાપતિ પ્રતાપરાવ ગુજરતે ખાનદેશ ઉપર ચડાઈ કરવા માકલ્યા. તે જમાનાના પ્રમાણમાં તે વખતે ખાનદેશના મુલક બહુ આબાદ ગણાતા. ત્યાંની જમીન રસાળ હોવાથી ધનસ'પત્તિ લોકા પાસે વિશેષ હતી. ત્યાંના મુગલ મુલકમાં લોકોએ ખૂબ ધન ભેગું કર્યું હતું. લોકો શ્રીમંત હતા. શિવાજી મહારાજ મુગલોને આવા સપત્તિવાળા મુલક લૂંટવા લલચાયા. ખાનદેશ ઉપર ચડાઈ કરવાની તૈયારી મહારાજે કરી તે પહેલાં એમણે ત્યાંની બધી હકીકત પેાતાના જાસૂસને માકલીને જાણી લીધી હતી. ઝીણી અને છૂપી તપાસને પરિણામે મહારાજની ખાતરી થઈ હતી અને મુગલો જ્યારે મરાઠાના મુલકામાં ત્રાસ અને જુલમ વર્તાવે છે ત્યારે તેમની સત્તા તોડવા માટે તેમના જ મુલકમાંથી એમની પ્રજાને અને ખજાને લૂટીને પૈસા ભેગા કરવાના મહારાજે નિશ્ચય કર્યો હતા. મહારાજે અનેક પ્રસંગે મુસલમાનેાની સત્તા તેડવાના કામમાં જ્યારે જ્યારે પૈસાની જરુર પડી ત્યારે ત્યારે દુશ્મન મુલક લૂંટીને જ પૈસા મેળવ્યેા હતેા. ખાનદેશ ઉપર ચડાઈ લઈ જવાના મહારાજનેા હુકમ થયા એટલે મુગલો એસાવધ હતા. સામને કરવાની એમની તૈયારી ન હતી. પ્રતાપરાવ ગુજ્જર ખાનદેશમાં પેાતાને હેતુ સફળ કરતા કરતા ઠેઠ બહાણુપુર સુધી આવી પહોંચ્યા. બહાણપુરની નજીકમાં બહાદુરપુરા ગામ ખહુ ધનવાન ગણાતું. તેના ઉપર છાપા મારી મરાઠાઓએ તે લૂંટીને સાફ્ કર્યું. બહાદુરપુરા લૂટયા પછી પ્રતાપરાવ અઠ્ઠાણુપુર ઉપર છાપા મારવાના હતા, પરંતુ અઠ્ઠાણુપુરમાં જસવંતિસંહ પડાવ નાંખાતે પડયો હતેા. તેણે પ્રતાપરાવને બહાણુપુર ઉપર હલ્લે નહિ કરવાને સંદેશા કહેવડાવ્યા એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com