________________
૪૯૬
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણુ ૩ જ લશ્કરની નબળી સ્થિતિ જોઈ મરાઠાઓએ હલ્લા ઉપર હલ્લા ચલાવ્યા, પણ મુગલ સરદાર બહુ કુશળતાથી સમર ખેલી રહ્યો હતા. એણે એખલાસખાનની ખાલી પડેલી જગ્યા બહુ ખૂબીથી પૂરી દીધી. મુગલ સેનાપતિએ અવ્યવસ્થિત મુગલદળને હિંમત આપી, પાછું વ્યવસ્થિત કર્યું અને ધાયલ સરદારની જગ્યાએ મુગલા તરફથી મરાઠાઓની સામે લડતા રાયમુકુંદ અને ભવાનપુરાહિતને મૂકયા. મુગલ લશ્કર પાછું જોરમાં આવ્યું. હિંદુત્વના રક્ષણ માટે સત્તા સ્થાપનાર શિવાજી મહારાજની સામે મુસલમાને તરફથી લડવા રાયમુકુંદ અને ભવાનપુરાહિત આવેલા જોઈ મરાઠાઓને જુસ્સો ચડવો. રાયમુકુંદ અને ભવાન પુરાહિત કસાયેલા ચેાહ્ના હતા. એ કંઈ મરાઠાઓથી જાય એવા ન હતા. એમણે મરાઠા લશ્કરની કતલ શરૂ કરી. રાયમુકુંદ અને પુરેાહિતના લશ્કરે મરાઠા લશ્કરમાં ત્રાસ વર્તાવવા માંડયો, એટલે મરાઠાઓના સર સેનાપતિ પ્રતાપરાવ ગુજ્જર પોતે હાથમાં તલવાર લઈ ને રણમાં ઘુમવા લાગ્યા. વ્યકાળ દત્તો અને મક્કાજી આનંદરાવ એ મરાઠા લશ્કરના માનીતા યેાહ્યા હતા. એમણે મુગલ લશ્કરપર ઝનુની હુમલા કરી દુશ્મનદળમાં ત્રાસ વર્તાવી મૂકયો. રણે ચડેલા મરાઠા યાાએ મુગલાની ભારે કતલ કરવાથી લશ્કરના સિપાહીઓએ પાછા હઠવા માંડયું. મુગલે તરફથી સગ્રામખાન ધારી, લશ્કરને હિંમત આપતા વ્યવસ્થિત કરતા રણમાં ઘુમવા લાગ્યા.
શિવાજી મહારાજ પોતે સમરાંગણમાં બખતર પહેરી, અને હાથે પટા ચડાવીને શત્રુના સંહાર કરી રહ્યા હતા. પોતાના માનીતા અને વહાલા રાજાને સમરાંગણુમાં આવી રીતે ઘુમતા જોઈ મરાઠા દળના સરદારામાં અન્ન શૌય પેદા થયું અને સિપાહીએ પણ ભારે જુસ્સાથી લડવા લાગ્યા. મરાઠાએએ ભારે કરી. મુગલ લશ્કરમાં જોતજોતામાં ભંગાણ પાડવું. સગ્રામખાનને મરાઠાઓએ ધાયલ કર્યાં. મુગલાના ત્રણા ચેહા રણમાં પડ્યા.
મુગલ ચેાદ્દાઓના મરાઠા આવી રીતે ફૈસલા કરી નાંખે છે એ જોઈ મુગલ લશ્કર ગભરાટમાં પડયું. દુશ્મનને ગભરાટમાં દેખી મરાઠાઓએ લાભ લેવા માંડયો. મુગલ સરદારા પણ હિંમતથી મરાઠાઓના સામના કરી રહ્યા હતા. સ. દાઉદખાને જોયું કે સ`ગ્રામખાનના ઘાયલ થવાથી મુગલ લશ્કર નાહિંમત થતું જાય છે એટલે એણે તરતજ મીર અબદુલ મેમુને સંગ્રામખાનની જગ્યાએ ગાઢવી દીધા. અબદુલ મેમુદ લડવૈયા હતા. એણે તરતજ બાજી પલટાવી નાંખી. ખુદ દાઉદ્દખાન પોતે પણ રણમાં ધુમવા લાગ્યા. દાઉદખાન અને શિવાજી મહારાજની વચ્ચે ભારે યુદ્ધ થયું. ૬ કલાક સુધી ધનધાર સંગ્રામ થયા. દાઉદખાનને લડતા દેખી મુગલાએ નવા દમથી લડવા માંડયુ, શિવાજી મહારાજને જાતે સમરાંગણ ઉપર પટા ફેરવતા જોઈ મરાઠાઓએ તે। આખરનાં કેસરિયાં કરી મુગલા ઉપર હલ્લે ચલાવ્યેા. ખૂનરેજી ભારે થઈ. લાહીની નીકા વહેવા લાગી. મરાઠાઓને મારા મુગલાને અસહ્વ થઈ પડચો. દાઉદખાન સમરાંગણ છેડીને નાઠો. તેની પાછળ મુગલ લશ્કરે નાસવા માંડયું. દુશ્મન દળને નાસતું જોઈ ને મરાઠાઓએ તેમના ઉપર ધસારા કરી તેમની ભારે કતલ કરી. મુગલે હર્યાં. મરાઠાઓએ એમના કેટલાક સરદારને કેદ પકડવા અને ૪ હજાર ધાડાઓ કબજે કર્યાં. મુગલાની છાવણીને કેટલેાક લડાયક સામાન મરાઠાઓને હાથ લાગ્યા.
કેદ પકડાયેલા મુગલ સરદારને કાઈપણ જાતની હરકત કર્યાં વગર અથવા કાઈપણ પ્રકારનું અપમાન કર્યાં વગર એમને માન મરતા જાળવીને શિવાજી મહારાજે છેાડી મૂકવા. દુશ્મનના સરદાર રણભૂમિ ઉપર હાથ આવ્યા પછી તેમને માન આપીને શિવાજી મહારાજે છોડી મૂકવાના દાખલા એમના ચરિત્રમાં અનેક જડી આવશે. આવા ખાનદાનીના દાખલા સુધરેલા જમાનામાં સુધરેલી પ્રજાના ઋતિહાસમાં પણ જવલ્લેજ જડી આવશે. મહારાજે બતાવેલી ખાનદાની માટે એમના ટીકાકા। પણ એમની પ્રશસા જ કરશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com