________________
છે. શિવાજી ચરિત્ર
[પ્રકરણ ૨ જું હજારી સરદાર, શિવનેરી અને ચાકણ કિલ્લાઓ લેિદાર, રાજા માજીરાવ ભેંસલેના પાટવી પુત્ર સિહાજીની સાથે પિતાની દીકરી જીજાબાઈને પરણાવવા લખુજી જાધવરાવ તૈયાર થયા. બાદશાહે આ લગ્નના સંબંધમાં જાધવરાવનું મન તે મનાવ્યું જ હતું. જાધવરાવે પિતાની પત્ની મહાળસાબાઈ ને સમજાવી. સહાળસાબાઈએ જીદ્દ મૂકી દીધી અને શક ૧૫૨૭ માગશર સુદી ૫ વિસ્વાવસુ નામ સંવત્સરે ઈ. સ. ૧૬૦૪ એપ્રિલ માસમાં સિંહાજીનું લગ્ન તેના ૧૦ મા વરસમાં ૯ વરસની જીજાબાઈ જોડે બહુ ધામધૂમ અને ભારે ઠાઠમાઠથી થયું. લગ્ન મંડપની શોભામાં વૃદ્ધિ કરવા માટે અને પિતાના માનીતા બન્ને સરદારોને સંતોષ આપવા માટે અહમદનગરના બાદશાહે પણ આ માંગલિક સમારંભમાં હાજરી આપી હતી.
૬. સિંહાજીનું શૌર્ય અને ભાતવડીને સંગ્રામ. માજી રાજ ભોંસલેએ નિઝામશાહી બાદશાહતની પંદર વરસ સુધી મનસીબદાર તરીકે બહુ વફાદારીથી સેવા કરી. નિઝામશાહીના બાદશાહે માલજી રાજાને ભારે મનસબદારી આપી એનું માન દરબારમાં વધાર્યું એ વાત એમના વેવાઈ લખુજી જાધવરાવને ગમતી ન હતી. જાધવરાવ હંમેશ માલજીરાવની ઈર્ષા કરતા. એમને ઉતારી પાડવાના પ્રયત્નો પણ થતા છતાં પણ માલજી બહુ મળતાવડા સ્વભાવના, સાદા, ચતુર અને કુશાગ્ર બુદ્ધિના હોવાથી એ વધારે ને વધારે લોકપ્રિય થતા ગયા. માલજી રાજાએ પિતાના પુત્ર સિહાજીને યોગ્ય તાલીમ આપવાનું કામ તે ક્યારનુંયે શરૂ કરી દીધું હતું. તે પિતાની સાથે પોતાના પુત્ર સિંહાને દરબારમાં લડાઈઓમાં, રાજકારણમાં અને વ્યવહારની બાબતમાં સાથે રાખતા. સિંહાજી ચાલાક હોવાથી જે જે બનતું તે બરાબર સમજી લે. આવી રીતે પિતા તરફથી સિતાજીને જિંદગી સફળ કરવા માટે સુંદર તાલીમ મળી હતી. માલજી રાજા ભેંસલે ઈ. સ. ૧૬૧૯ શક ૧૫૪૧ માં પિતાની ૭૦ વરસની ઉંમરે લડાઈમાં લડતા રણમાં પડ્યાં. માલજી રાજા રણમાં પડ્યા ત્યારે સિતાજીની ઉંમર ૨૫ વરસની હતી. આસરે ૧૨ વરસ સુધી સિંહાએ પિતા પાસે તાલીમ લઈ પિતાનું રાજકીય જીવન ઘડયું હતું. બાપના જીવતાં જ આ પરાક્રમી પુત્રે પોતાના પરાક્રમથી નિઝામશાહી બાદશાહતને છક કરી દીધી હતી.
ઈ. સ. ૧૯૨૦ માં મુગલ લશ્કર અને મલિડંબર વચ્ચે ભારે યુદ્ધ થયું. આ યુદ્ધમાં સિંહાજીએ ભારે શૌર્ય અને પરાક્રમના કૃત્યો કર્યો. મલિકબરને પરાજય થયો, પણ નિઝામશાહી બાદશાહતમાં સિંહજીના શૌર્યનાં ખૂબ વખાણ થયાં અને એની કીર્તિ વધી. સિંહાજીના શૌર્યથી ખુશ થઈ નિઝામશાહીના મલિકેબરે માલેજીના મરણ પછી આસરે દેઢ વરસ બાદ બાપની મનસબ બેટાને આપી.
માજીના મરણ પછી મલિકબરે મુગલના બહાણપુરને ઘેરો ઘાલ્યો. આ ઘેરામાં સિંહજીએ અજબ શૌર્ય અને ચપળતા બતાવ્યાં. નિઝામશાહીમાં સિંહાજીનું માન વધતું ગયું અને તેથી જાધવરાવની ઈર્ષા પણ વધતી ગઈ.
શક ૧૫૪૫ ઈ. સ. ૧૬૨૩ માં સિહાજીને જીજાબાઈથી શંભાજી નામને પુત્ર થયે. જમાઈ સિંહાજીની વધતી જતી કીર્તિ જાધવરાવ ખમી શક્યા નહિ. સસરા જમાઈનાં દિલ ઊંચાં થયાના સમાચાર બિજાપુરના બાદશાહને મળ્યા. તેને લાભ લેવા માટે બિજાપુરવાળાએ પ્રયત્ન કર્યો. બિજાપુરવાળાએ જાધવરાવને તિર કરી પિતાના પક્ષમાં લીધે. જાધવરાવ હવે બિજાપુર દરબારમાં જોડાયા. દિવસે જતા ગયા તેમ તેમ સિંહાજી રાજા ભેસલે મુરતુઝા નિઝામશાહના દરબારની પ્રીત વધારે ને વધારે મેળવતે ગયે. થોડા દિવસ પછી અહમદનગરનો બાદશાહ મરણ પામ્યો. એને બે સગીર છોકરા હતા. માટે આઠ વરસને અને નાનો છ વરસન. આ છોકરાઓનું હિત સાચવીને કારભાર કરે એ કારભારી નીમવાને સવાલ ઊભે થયો. છોકરાઓની મા બેગમ સાહેબને આ બાબતમાં ગૂંચ પડી. કાના ઉપર પૂરેપુરો વિશ્વાસ રાખવો અને કેને કારભારી નીમ એ નક્કી કરવાના નાજુક સવાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com