________________
૫૨ છે. શિવાજી ચરિત્ર
કિરણ હું ક્ય. નેકરી એટલે રોટી અને રેટી એટલે ગરીબનું સર્વસ્વ. એ જાય એટલે માણસ તરત લાચાર બની જાય છે અને એની રોટી ખેંચી લેનાર પ્રત્યે નારાજ થયા વગર રહેતા નથી. મુગલ લશ્કરના સંખ્યાબંધ સિપાહીઓ બેકાર બન્યા. બેકારોના દિલ રોટી ખેંચી લેનાર સત્તા પ્રત્યે કડવાં બને એ સ્વાભાવિક હતું. આ તકનો લાભ લેવામાં શિવાજી મહારાજ જરાએ ઢીલ કરે એવા નહતાં. દુશમન સત્તાથી નારાજ થએલાઓને આશ્રય આપવામાં મહારાજ નિપુણ હતા. મુગલેએ કાઢી મૂક્યાથી બેકાર બનેલા બધા સિપાહીઓને મહારાજે પિતાના લશ્કરમાં રાખી લીધા. મુગલોથી નારાજ થયેલા સંખ્યાબંધ સિપાહીઓને એમણે આશરે આવે, રોટલે આવે. દક્ષિણને મામલે બગડતા જતા હતે એની ખાતરી હોવા છતાં ત્યાંના લશ્કરના ઘણું સિપાહીઓને નેકરી ઉપરથી દૂર કરવામાં બાદશાહે ભારે ભૂલ કરી હતી. લશ્કરને ઓછું કરવાની ખાસ જરૂર બાદશાહને જણાઈ હતી તે તેણે લશ્કરને ઉત્તર હિંદુસ્થાનમાં પાછું લાવ્યા પછી નોકરી ઉપરથી સિપાહીઓને દૂર કરવા જતા હતા. ' આ રીતે જે લશ્કરના સિપાહીઓને નેકરી ઉપરથી ઔરંગઝેબે દૂર કર્યા હતા તે વેટલે યાને લીધે બળી રહેલા સિપાહીઓ શિવાજી જેવા કટ્ટા દુશ્મનના દળમાં જાત નહિ. શિવાજી જે ચાર પિતાની કૃતિ તરતજ લાભ ઉઠાવશે એનો બાદશાહે આવેશમાં વિચાર ન કર્યો. - બાદશાહને હવે ચક્કસ લાગ્યું કે શિવાજીને હવે એટલે વખત આપીશું તેટલાં એ ઊંડાં મૂળ ઘાલશે તેથી એણે શાહજાદાને લખી જણાવ્યું કે “શિવાજીથી ચેતતા રહેવા જેવું છે. એની સાથે તમે બહુ ઘાડે સંબંધ રાખે છે એ યોગ્ય નથી. દક્ષિણની બંને મુસલમાની સત્તાને પોતાના તાબામાં લેવાની એની પેરવી છે. સવેળાએ ચેતીને આપણે એનો બંદોબસ્ત કરવો જોઈએ. મુગલ મદદ વડે શિવાજીએ આદિલશાહી અને તબશાહીને જે મલક લીધે હોય તેની ઉપજ મુગલ દરબારમાં એણે જમે કરાવવી જોઈએ, તેને બદલે એ પોતે જ એની ઉપજ લે છે એ વાજબી નથી થતું. એને આપવામાં આવેલા પ્રાન્ત અને કિલ્લાઓ તમે ખાલસા કરો. આપણને સહાય કરવાને બહાને એનું લકર તમારી પાસે છે તેને કાઢી મૂકો અને તેના સેનાપતિ પ્રતાપરાવ ગુજજરને તથા શિવાજીને અને એવા બીજા મોટા મોટા સરદારને ગિરફતાર કરે. દક્ષિણના સંજોગ અને સ્થિતિ ઉપર ઝીણવટથી વિચાર કર્યા પછી આ પ્રમાણે હુકમે હું એકલું છું. આ હુકમોને અમલ તાકીદે થે જોઈએ. આ હુકમો અમલમાં મૂકવામાં જરાએ વિલંબ થશે તે મારી ઈતરાજી થશે.” શંભાજીને મનસબદાર બનાવ્યો હતો તે મનસબ માટે જે મુલક એને જાગીરમાં આપવામાં આવ્યો હતો તે પણ ખાલસા કરવાને બાદશાહે વિચાર કર્યો. શિવાજી મહારાજને દિલ્હી લઈ જતી વખતે વાટખરચીના રૂપિયા એક લાખ મુગલ ખજાનામાંથી મુગલેએ આપ્યા હતા, તે પાછા લેવાને બહાને કેટલેક મુલક પડાવી લેવાની સૂચના કરવામાં આવી. બાદશાહનું આ ફરમાન આગ્રેથી આવી પહોંચે તે પહેલાં શાહજાદાને બાદશાહના ફરમાનની અને તેની વીગતની ખબર મળી ગઈ હતી.શાહજાદાને આ ફરમાનથી દિલમાં ઘણું લાગી આવ્યું, પણ બાદશાહી ફરમાન હોવાને લીધે એ લાચાર બની ગયું અને આ ફરમાનની ખબર પ્રતાપરાવ ગુજજરને કાને જાય એવી ગુપ્ત ગોઠવણ શાહજાદાએ કરી. પ્રતાપરાવને ખબર મળવાની સાથે જ એ પિતાનું લશ્કર તથા બીજા માણસોને લઈને ઔરંગાબાદથી નીકળી ગયો. બાદશાહનું ફરમાન આવતાં જ શાહજાદાએ મરાઠાઓને પકડવાની કોશિશ કરી પણ ચેતી ગયેલા મરાઠાઓ મુગલોની ચુંગાલમાં ન આવ્યા. મરાઠાઓ શહેનશાહી ખરીતે આવતા પહેલાં જ અત્રેથી નાસી ગયા હતા એટલે મરાઠાના સેનાપતિને અને સરદારોને પરહેજ કરવાનું ન બન્યું એવી મતલબનું લખાણ શાહજાદાએ બાદશાહ તરફ મોકલ્યું.
૫. હિંદુ ધર્મ ઉપર ઔરંગઝેબને અત્યાચાર. પ્રતાપરાવ ગુજજરને અને મહારાજના બીજા નામીચા સરદારોને તથા ખુદ શિવાજી મહારાજને
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com