________________
છત્રપતિ શિવાજી ચરિત્ર
ભાગ ૩ જે
પ્રકરણ ૧ લું છે. મહારાજનું મુત્સદ્દીપણું અને રંગઝેબની | ક. મુગલના છાપચા સામે મહારાજની કુનેહ
અડચણે. | ૫. હિંદુ ધર્મ ઉપર ઔરંગઝેબના અત્યાચાર. ૨. શિયાપથી શાહ અને સુન્ની પંથી શહેનશાહ. ૧. મુગલ મરાઠાઓ વચ્ચે ફરી સળગી. ૩. બિજાપુર અને વળતા સામે શિવાજી | ૭ સિંહગઢની પ્રાપ્તિ અને સિંહને વર્ગવાસ.
મહારાજ ! ૮. મહા વદ ૯ ને દિવસ. ૧, મહારાજનું મુત્સદ્દીપણું અને એરંગઝેબની અડચણે.
સરે નવ માસના ગાળા પછી શિવાજી મહારાજ પાછા દક્ષિણમાં આવ્યા ત્યારે દક્ષિણ (vરાજકીય મામલો તદન બદલાઈ ગયેલે એમને માલમ પડયો. મિરઝારાજા જયસિંહની સ્થિતિમાં પરિવર્તન થયું હતું. યશ, ઉત્સાહ, ઉમંગ અને વિજયનું તેજ એમના મહે ઉપરથી આથમી ગયું હતું. તેની જગ્યાએ નિરાશા અને ગ્લાનિ છવાઈ ગયાં હતાં. આદિલશાહી ટટાર થઈ ગઈ હતી. કુતુબશાહી પણ પિતાનું માથું ઊંચું કરી રહી હતી. જયસિંહરાજાએ મરાઠાઓ ઉપર મેળવેલા વિજયને લીધે મહારાજના સરદારોની સ્થિતિ પણ નરમ થઈ હતી પણ તેમાં અનેક ફેરફારો થઈ ગયા હતા. મહારાજ આરોથી છૂટવા એ સમાચારે મરાઠાઓમાં નવો દમ પેદા કર્યો હતો અને મરાઠા સરદારો ઠેક ઠેકાણે મુગલોને હંફાવી રહ્યા હતા. એમનામાં નવા બળે સંચાર કર્યો હતો. લશ્કરને આરામ આપી કનેથી ધીમે ધીમે કામ લેવામાં આવે તો મરાઠાઓની સત્તાનું જેર જામશે એવા સૂચિન્હ દેખો દઈ રહ્યાં હતાં. આ પ્રમાણેની આશાજનક સ્થિતિ મહારાજે મહારાષ્ટ્રમાં જેઈ દક્ષિણની ખરી સ્થિતિથી વાકેફ થયા પછી મહારાજ કુતુબશાહને મળ્યા અને એની સાથે મુગલેને કાંટે મહારાષ્ટ્રમાંથી કાઢી નાંખવાના સંબંધમાં ચર્ચા કરી. આખરે મુગલની સામે મહારાજને મદદ કરવાનું કુતુબશાહે કબુલ કર્યું. મુગલોને સામને કરવાની મહારાજે તૈયારી કરવા માંડી અને સંજોગે પણ અનુકૂલ દેખાતા હતા. મહારાજે બહુ ઊંડો વિચાર કર્યો ત્યારે એમને લાગ્યું કે મુગલેની પાસેથી ગયેલે મુલક પાછા મેળવવાનું કામ ચાલુ જ છે પણ પોતાની સત્તાના મૂળ બહુ ઊંડા ગયેલા નહિ હેવાથી લડાઈને એક સરખો ભાર પ્રજાને માથે આવી પડે તે પ્રજા વેડી નહિ શકે અને પરિણામ વિપરીત આવે તેથી પ્રજાને તૈયાર થવા માટે પૂરેપુરો વખત આપો અને એ દરમિયાન રાજ્યની વ્યવસ્થા પણ ઠીક ઠીક કરી લેવી. પ્રજામાં ફરી પાછો ન જુસ્સો પેદા કરવો અને પછી બધું ઠેકાણે પડતાં જ જંગ શરૂ કરે. કહો દુશ્મન હજારોની આંખમાં ધૂળ નાંખીને આથી નાસી આવવાથી ઔરંગઝેબ તળેઉપર થઈ રહ્યો હશે અને પિતાની ગયેલી પ્રતિષ્ઠા પાછી મેળવવા એ ભારેમાં ભારે પ્રયત્ન કરશે અને થાકી ગયેલી મરાઠી પ્રા વખતે મગલો સામે ટક્કર ન ઝીલી શકે તેથી ગમે તે યુક્તિથી થોડે કાળ પસાર કરી લેવાન મહારાજે નિશ્ચય કર્યો. મહારાજનું ફળદ્રુપ મગજ આ અડચણમાંથી રસ્તો કાઢવામાં રોકાયું.
મિરઝારાજાના અમલને દક્ષિણમાં અંત આવી ગયા હતા અને તેમની જગાએ શાહજાદા મુઆઝીમ આવી ગયો હતો. તેની સાથે સાથે તેના મદદનીશ તરીકે મહારાજ જશવંતસિંહને ઔરંગઝેબે મોકલો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com