________________
છે. શિવાજી ચરિત્ર
1 પ્રકરણ ૧૪ મું આ કામમાં ઘણું સરદારને સાધવા પડ્યા હતા. ઘણાઓને જાગીરો અને મનસબદારીઓ આપીને પણ મનાવી લેવા પડતા. ઘણુઓને લાંચ અને રુશવતથી ફેડવા પડતા. આ બધું બાદશાહની મંજૂરી અને મરજી સિવાય બને એમ નહતું. શરૂઆતમાં તે મિરઝારાજાએ સુચના કરેલા સરદારોને બાદશાહે જયસિંહ રાજાની સુચના મુજબ મનસીબદારીઓ આપી. શરૂઆતમાં મિરઝારાજાએ માગી કુમક મળી પણ પાછળથી બાદશાહે પોતાનું વલણ બદલ્યું અને દક્ષિણમાં જરૂરી કુમક મેકલવાનું બંધ કર્યું. દક્ષિણની ચડાઈની બાબતમાં ઔરંગઝેબ તદ્દન મળે પડી ગયા હતા. આ અણીને વખતે આવું વલણ લેવાના અનેક કારણો હશે પણ બહારથી તે ભારે ખરચની જ બાદશાહ બૂમ પાડતા. ખરચના પ્રમાણમાં લાભ થતો નથી. ધન વેડફાય છે વગેરે દલીલથી ઔરંગઝેબે હાથ ખેંચી પકડ્યો હતો. બાદશાહની આ દલીલેની જાણ મિરઝારાજાને થતાં જ એણે જણાવ્યું કે “દક્ષિણની ચડાઈમાં ખર્ચાયલું ધન ખાતરીથી લેખે લાગવાનું છે. એ નાણું તો વ્યાજે મુકાયાં છે એમજ માનવું. દક્ષિણની ચડાઈને ખર્ચ ઉગી નીકળ્યા સિવાય રહેવાને નથી. મિરઝારાજાની પ્રમાણિક માન્યતા હતી કે દક્ષિણની ચડાઈમાં ફતેહ મળે કે બિજાપુરને અને કુતુબશાહીને ફળદ્રુપ પ્રદેશ હાથ આવી જાય અને આ પ્રદેશની યોગ્ય વ્યવસ્થા થાય તે આ પ્રદેશે અઢળક ધન ઉપજાવી શકે એમ છે. નાણાંને અભાવે જંગના કામમાં મિરઝારાજા તંગ થઈ ગયા. બાદશાહને વારંવાર વિનંતિ કરી પણ એણે એ તરફ ધ્યાન ના આપ્યું. મિરઝારાજાને મન તે આ પ્રશ્ન નાકનો થઈ પડ્યો હતો. બાદશાહે નાણાં ન મેકલ્યાં એટલે ચડાઈ સંકેલી બીજે કાઈ સરદાર હોત તે ચાલ્યો જાત અથવા ચડાઈ મોકૂફ રાખવાની બાદશાહ પાસે પરવાનગી માગત, પણ સિરઝારાજાએ તે ન કર્યું. એમને તે મુગલાઈની આ પીછેહટ પિતાની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાડશે એમ લાગ્યું. સલ્તનતનું કામ એ પિતાનું જ કામ છે એમ એ માનતા હતા. બાદશાહે માગેલી કુમક ન મેકલી અને તે પ્રત્યે બેદરકારી બતાવી છતાં જયસિંહ રાજાએ દક્ષિણની લડાઈ સંકેલી લીધી નહિ. જ્યારે મુગલપતિએ ચડાઇના ખર્ચ માટે જોઈતાં નાણું ન મોકલ્યાં ત્યારે જયસિહ રાજા ભારે ચિંતામાં પડ્યો. બાદશાહે આપેલા રૂપિયા ૩૦ લાખ તે લડાઈના કામમાં ખર્ચાઈ ગયા અને વધારેની જરૂર પડતાં બાદશાહે ન મોકલ્યા ત્યારે જયસિહ રાજાને પિતાની તીજોરીમાંથી એક કરોડ રૂપિયા ખરચવા પડ્યા. મુગલાઈન નાકની ખાતર, દિલ્હીપતિની ઈજ્જતની ખાતર, પિતાના ખીસ્સામાંના રૂપિયા એક કરોડ વાપરનાર વફાદાર સરદારની વફાદારી તરફ પણ, બાદશાહે એની દુર્દશા કરતી વખતે ધ્યાન ન આપ્યું. બેકદર બાદશાહની સેવાને બદલો જશ ઉપર જુતિયાં જ મળે. મિરઝારાજા હિંદુ હોવાથી હિંદુત્વનું અભિમાન રાખી શિવાજી પ્રત્યે પક્ષપાત કરે છે એ વહેમ બાદશાહને મૂળથી જ હતો અને વહેમી પુરષ જ્યારે વહેમની નજરે ઝીણવટથી કઈ પણુંબીના તપાસવાનું શરૂ કરે છે ત્યારે તેના વહેમ મજબૂત થતું જાય છે. એ ન્યાયને આધારે ઔરંગઝેબનો વહેમ પણ વધ્યો અને એને લાગ્યું કે જયસિંહ શિવાજી સાથે મળી ગયા છે, શિવાજીને અંદરખાનેથી એની મદદ છે.
શિવાજી મહારાજને આગ્રેથી નસાડવામાં રામસિંહને પૂરેપુરે હાથ હતા એવું બાદશાહના મનમાં સી ગયું હતું. બાદશાહનું દિલ પોતાને માટે તદ્દન ખાટું થઈ ગયું છે એ મિરઝારાજાએ જાણ્યું. મુગલાઈની ભારેમાં ભારે સેવા કર્યા છતાં, દારાને પક્ષ ખરી વખતે છોડી દઈ ઔરંગઝેબને અણીને વખતે મદદરૂપ થઈ પડ્યો હતો છતાં, દિલ્હીની ગાદી માટે ભાઈઓના ઝગડા ચાલી રહ્યા હતા તે વખતે ઔરંગઝેબને બચાવ્યો હતો છતાં, શિવાજી રાજા જેવા મુગલપતિના કટ્ટા દુશ્મનને બાદશાહની આગળ નમતે કર્યો હતો છતાં, બચપણથી તે ઘરડી ઉમ્મર થઈ ત્યાં સુધી મુગલાઈની કરેલી સેવાના બદલામાં આખરે વૃદ્ધ વયે બાદશાહે ભારે અપજશ આપે તેથી જયસિંહ રાજાનું દિલ ભાગી ગયું. એની નાસીપાસીને પાર ન રહ્યો. ગમે તેવી ભારે સેવા ઉઠાવીને પણ બાદશાહની મીઠી નજર કરી સંપાદન કરવાની મિરઝારાજાની ઈચ્છા હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com