________________
પ્રકરણ ૧૩ મું]
છે. શિવાજી ચરિત્ર ત્યારે એને માલમ પડયું કે ફિદાઈહુસેન નામને સરદાર મોટું મકાન બંધાવી રહ્યો છે અને તે મકાન શિવાજીને રાખવા માટે લાયક થઈ પડશે. બાદશાહે ફિદાઈહુસેનને બોલાવીને સૂચના આપી દીધી ક શિવાજી રાજાને તમારા નવા બંધાતા મકાનમાં રાખવાના છે માટે તમારું મકાન તાકીદે તૈયાર કરાવો. બાદશાહને હુકમ થતાં જ ફિદાઈહુસેને મકાન પૂરું કરવાની તાકીદ કરી અને અમુક દિવસે એ મકાન પૂરું કરીને બાદશાહને હવાલે કરવા જણાવ્યું.
બાદશાહે શિવાજી મહારાજનું લશ્કર દક્ષિણમાં પાછું મેલવાની પરવાનગી આપી એટલે મહારાજે સાથે આણેલા લશ્કરી અમલદારો અને મુખ્ય મુત્સદ્દીઓને બોલાવ્યા અને તેમને જણાવ્યું –“ આખરે મુસલમાન બાદશાહે આપણને દગો દીધે. આપણામાંથી ઘણું ધારતા હતા તેજ પરિણામ આવ્યું. પ્રભુ મારો રક્ષક છે. માતા ભવાનીમાં મને વિશ્વાસ છે. જે જગદંબાએ અનેક વખતે સંકટમાંથી બચાવ્યો. તેજ જગતજનની જગદંબા આ વખતે પણ મારું રક્ષણ કરશે. હવે તમે બધા દક્ષિણમાં જાઓ અને ત્યાંના કામમાં ઉપયોગી થઈ પડો. બાદશાહે તમને પાછા મોકલવાની મને પરવાનગી આપી છે. ત્યાં જઈને તમારે શું કરવું તે મારે તમને અહીંથી કહેવાનું નહેય. ત્યાંના આપણુ માણસો જે રસ્તે બતાવે તે માગે જશે. હિંદુત્વ રક્ષણને માટે સત્તા સ્થાપવાની આપણી જનાને સર્વસ્વને ભોગે પણ ફળીભૂત કર્યા સિવાય રહેતા નહિ. તમારે બળે, તમારા જોર ઉપર તો મેં અહીં સુધીનો માર્ગ કા. હવે હું તે ગિરફતાર થયો છું. તમે દક્ષિણ પાછા જાઓ અને હાથમાં લીધેલાં કામમાં ઉપયોગી થઈ પડે. મને જરૂરનાં માણસોને હું અહીં મારી પાસે રાખીશ, બાકીના સર્વેએ પાછા જવાની તૈયારી કરવી. મારી ફીકર તમારે જરાએ કરવી નહિ. માણસ ઉત્તમ હેતુથી, નિઃસ્વાર્થ બુદ્ધિથી, કેઈપણું જાતનું ધર્ણોદ્ધારનું કે પ્રજાના ભલાનું કામ આદરે તેમાં જે જે સંકટ આવે તેમાં ઈશ્વરનો હાથ હોય છે એમજ માનવું. આપણી લડતમાં ઈશ્વર આપણી સાથે છે. ધર્મના રક્ષણ માટે આપણે આપણું તલવાર ખેંચી છે. ઈશ્વર જે જે આફત નાંખે તેમાં એને કંઈ પણ ઉત્તમ હેતુ તે હશે જ એમ માનીને નિશ્ચિત થઈ મારી સૂચના મુજબ તમે ઘેર જાઓ. હિંદુધર્મની મારે હાથે વધારે સેવા કરાવવાની પ્રભુની ઈચછા હશે તે જે પ્રભુએ મને હિંદુત્વ રક્ષણનું કામ હાથ ધરવા માટે બચપણમાં પ્રેરણા કરી તે પ્રભુ મને આવી પડેલાં સંકટોમાંથી બચાવશે. મારું આ લેકનું કામ પૂરું થઈ ગયું હશે તે મને કઈ સાચવી શકવાનું નથી. મારે હાથે હજુ સેવા કરાવવાની પ્રભુની ઈચ્છા હશે તે બળતામાંથી પણ એ મને બચાવશે. જે બચીને પાછો મહારાષ્ટ્રમાં આવીશ તો તમને બધાને બહુ પ્રેમથી ભેટીશ. અને જે યવનોને હાથે અત્રે મારે નાશ થશે તો મારા છેલ્લા રામરામ સ્વીકારજે. તમે ઢીલા પડતા નહિ. મહારાષ્ટ્રના હિંદુઓનું લોહી અને ઉત્તર હિંદુસ્થાનના ક્ષત્રિયનું લોહી યવનોના જુલમ જેઈને પણ હજુ જોઈએ તે પ્રમાણમાં નથી ઉકળતું, નથી તપતું, તો તે તપાવવા માટે, તે ઉકાળવા માટે, હિંદના દરેક હિંદુમાં હિંદુત્વની જ્યોતિ પૂર્ણ જાગ્રત કરવાને માટે પ્રભુ મલેચ્છને હાથે મારે નાશ પણ કરાવે. એની લીલા અગાધ છે. હિંદુત્વની ચડતીને સમય આવી પહોંચ્યો છે. વખતે કોઈ હિંમત હારતા નહિ. હિંદુત્વ રક્ષણ માટેની યોજના પાર ઉતારવા માટે તમે જે જે બલિદાન આપશે તે બધાં ઇશ્વરને ત્યાં નોંધાશે. વ્યક્તિને મોહ તમે જરાયે ન રાખો. હિંદુત્વની જે સેવા કરે, જે વીર હિંદુત્વને માટે કરમાં શિર લઈ સત્તા સામે ઝુકાવે તેની સરદારી સ્વીકારી યવનસત્તાને દેર હિંદુસ્થાનમાંથી તેડી નાંખે. હું પ્રભુ ખેળ છું. મારી ચિંતા કર્યા સિવાય તમે બધા પાછા જવા તૈયાર થાઓ.”
- શિવાજી મહારાજના આ શબ્દો સાંભળતાં જ હાજર રહેલા સર્વેને વિજળીનો આંચકો લાગ્યા જેવું થયું. બધાનાં મેના નુર ઉડી ગયાં. બધાંને લાગ્યું કે મહારાજ આ શું બોલી રહ્યા છે. મહારાજની આ હુકમ સાંભળી સર સેનાપતિ પ્રતાપરાવ ગુજ્જરથી ન રહેવાયું અને એ બોલી ઉઠયોઃ “મહારાજ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com