________________
૧૦
છે. શિવાજી ચરિત્ર
| પ્રકરણ ૧૦ ગ્ર
r
એમના ધ્યાનમાં એ તરત આવી જશે.' શિવાજી મહારાજ જાફરખાનને ધણી ખીજી ખાખતા કહેવાના હતા પણ આ બંને વચ્ચે વાતચીત ચાલતી હતી તે દરમિયાન ઝનાનખાનામાંથી ખીખી સાહેખાએ કહેવડાવ્યું કે “ શિવાજી સાથે લાંબી વાતચીતમાં પડતા નહિ. એની સાથેની વાત જલદી પતાવી એને અહીંથી રજા આપી દે. બહુ વખત એને અહીં રાકતા નહિ. એ તા મીઠું મેલીને મૂળ ખાદે એવા છે.'' જાફરખાન મુલાકાત દરમિયાન બહુ જ સાવચેત અને સાવધ હતા. એની ઈચ્છા મુલાકાત તદ્દન ટૂંકાવી નાંખવાની હતી અને એટલામાં જ બેગમ સાહેબાની મીઠી સૂચના આવી એટલે મિયાં સાહેબે શિવાજી મહારાજને પાન ખીડું આપી મુલાકાત ખતમ થયાની સૂચના કરી. જાફરખાને જણાવ્યું ક્રે બાદશાહ સલામત આગળ તમારી બીના રજુ કરીશ અને તમને દરેક જાતની સગવડ કરી અપાવવા મારાથી બનતું કરીશ. ” ઉપર પ્રમાણેના જવાબ સાંભળી, શિવાજી મહારાજ જાફરખાનને ત્યાંથી નીકળ્યા. જાફરખાનના જવાબ ગાળગેાળ ન હતા પણુ એ જવાબ ઉપરથી કાંઈ આશા બંધાય એવું પણ ન હતું. જાફરખાનથી કાંઈ શુક્રવાર વળે એમ નથી એની શિવાજી મહારાજને ખાતરી થઈ. જાફરખાન મારફતે પ્રયત્ન કર્યાં પછી શિવાજી મહારાજે ખીજા અમલદારો અને સરદારે કે જેમનું બાદશાહ પાસે વજન હતું અને જે બાદશાહને બે વાતેા કરી શકે એવી સ્થિતિમાં હતા તેમની મુલાકાત લઇ તેમને પેાતાની હકીકત ખુલાસાવાર સમજાવી, બાદશાહને એ વાતા પેાતાના સંબંધમાં કહેવાતી સૂચના કરી. ઔરંગઝેબ બાદશાહ પાસે કાઈનું ચાલે એમ નથી, એની ધૂનમાં આવે એ પ્રમાણે જ એ વન કરે એવા છે એની શિવાજી મહારાજને ખબર હેાવા છતાં નામીચા અમલદાર અને વગવસીલાવાળા વજનદાર સરદારાને મળીને તેમની મારફતે બાદશાહને સમજાવવાના પ્રયત્ને કરવામાં એ મુત્સદ્દીદાવ ખેલી રહ્યા હતા. પેાતાની ખીના એવા વજનદારી આગળ રજુ કરીને મહારાજ પોતાની બાજુ બહુ કુશળતાથી મજબૂત કરી રહ્યા હત!. આવા વજનદાર પુરુષોને વચ્ચે નાંખીતે મહારાજ એવા પુરુષોનાં દિલ પોતાના તરફ વાળા પોતાને માટે અનુકૂળ વાતાવરણ પેદા કરી રહ્યા હતા.
66
""
ધણા સરદારા અને અમલદાએ શિવાજી મહારાજ સબંધી બાદશાહ આગળ વાતા કરી. બાદશાહ કાઈ તે મચક આપતા નહિ એટલે દરેકના મનમાં એમજ લાગ્યાં કરતું કે આદશાહુ ભારે જક્કો છે. વેરની જ્વાળા આગળ એ રાજ્યનું હિત ભૂલી જાય છે. ઔરંગઝેબ બાદશાહ બહુ ખુન્નસવાળા હતા. સ્વભાવે બહુ ઝેરીલેા હતેા જક્કી હાવાને લીધે કાઈનું એ સાંભળતા નહિ. આ બધામાં શિવાજી મહારાજના સબંધમાં તે એના ધધપણાએ એને વધારે ઝેરી અને જક્કી બનાવ્યો હતા. શિવાજી જેવા કાફર હાથમાં સપડાયેા એને સહીસલામત જવા દેવાય જ કેમ ? એમ બાદશાહને લાગ્યા કરતું હતું. હાથમાં આવેલા આ શિકારને જવા દેવા એ એને બહુ ભારે લાગતું હતું. બહુ માણુસાએ શિવાજીની ખીના રજી કરી તથા મિરઝારાજા જયસિંહને પણ એ સંબંધમાં પત્ર આવ્યેા. જયસિંહરાજાનું ખાણુ આ સંબંધમાં ભારે હતું. જયસિઁહ રાજાએ ખાદશાહને મહારાજના સંબધમાં અનેકવાર લખ્યું હતું અને આખરે એટલે સુધી એમણે જણાવ્યું હતું કેઃ—“ શિવાજીને કૅદી તરીકે પૂરી રાખવામાં કે એને કટ્ટો દુશ્મન ગણી મારી નાંખવામાં આપણે લાભ નથી કાઢવાના. એના રાજ્યના બંદાબસ્ત એણે એવા પાકા અને મજબૂત કર્યો છે કે એને નાશ થશે તેા પણ એના રાજ્યના કાંકરા ખરવાના નથી. એને નાશ કર્યોથી એના સરદારાની લાગણી ઉશ્કેરીને આપણે આપણી મુશ્કેલીઓ વધારીશું. આ સંજોગામાં શિવાજીને સ્નેહી અનાવ્યાથી જ મુગલાઈ તે દક્ષિણમાં લાભ થવાના છે, એને સહીસલામત માનભેર દક્ષિણુમાં મેાકલવામાં આવશે તેા શહેનશાહતના અમલદારાનાં વચનેાની કિંમત વધશે. ” આ ઉપરથી જણાય છે કે જ્યસિંહે મુગલ અમલદાર તરીકે શિવાજી મહારાજને સહીસલામતી, વગેરેનાં વચને આપ્યાં હતાં. સરદારા અને અમલદારા વગેરેની વિનંતિ ઉપર ધ્યાન દોડાવી પેાતાના નિશ્ચય બદલે એવા ઔર‘ગઝેબ ન હતા પણુ અનેક રીતે સંજોગે તપાસતાં ખાદ્દશાહને પેાતાનું દિલ દુખાવી વિચાર બદલવાનું ઠીક લાગ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com